ઑગસ્ટમાં આ સ્થળો પર માણી શકો છો સમર હોલીડે
સતત કામના દબાણ અને તણાવમાંથી મુક્તિ લેવા માટે ચોક્કસપણે તમે એક લાંબી ટૂર પર નીકળી જતા હશો, અથવા તો વીકેન્ડ પર ક્યાંક ફરવા માટે જતા હશો, કે પછી સમર હોલીડે મનાવવા માટે તમે વિદેશની વાટ પકડતા હશો. કુદરતી સૌંદર્ય અને માનવે નિર્માણ પામેલી કેટલીક શાનદાર રચનાઓને નિહાળીને તમે તમારી જાતને હળવી ફૂલ કરતા હશો અને તણાવના ટાટા બાય બાય કરતા હશો, ત્યારે જો તમે ઑગસ્ટ મહિનામાં ક્યાંક હોલીડે મનાવવાની યોજના બનાવી રહ્યાં છો તો તમે અમારી આ એક નાની અમથી યાદી પર નજર ફેરવી લો.
આ વખતે અમે અહીં તમને કેટલાક એવા ડેસ્ટિનેશન જણાવી રહ્યાં છે જે ઑગસ્ટ મહિનામાં હોલીડે મનાવવા માટે ઉત્તમ છે. જેમાં ગ્રીસ, પોર્ટુગલ સહિતના દેશો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કયા કયા ડેસ્ટિનેશન છે.

દક્ષિણ યુરોપ
યુરોપનો દક્ષિણ ભાગ ખાસ કરીને પોતાની સૌંદર્યતા માટે જાણીતો છે. જો તમે નેચર લવર્સ છો તો તમને ચોક્કસપણે યુરોપના દક્ષિણ ભાગમાં હોલીડે મનાવવાની મજા આવશે. દક્ષિણ યુરોપમાં તમે ગ્રીસ, ક્રોટિયા અને પોર્ટુગલ જેવા દેશોની મુલાકાત લઇ શકો છો. જ્યાં હજાર જેટલા આઇલેન્ડ, આઠ નેશનલ પાર્ક, મનને મોહી લે તેવા સુંદર લેક આવેલા છે.

ઉત્તરીય યુરોપ
જે રીતે દક્ષિણ યુરોપ પોતાની સૌંદર્ય સુંદરતા માટે જાણીતું છે તો ઉત્તર યુરોપ પોતાની સંસ્કૃતિ માટે વિશ્વભરમાં લોકપ્રીય છે. અહીં તમને પૌરાણીક રોયલ હેરિટેજ સ્થળ, શાનદાર કલાકૃતિ, સુંદર શહેરોના દર્શન થઇ શકે છે. જેમાં લંડન શહેર ટોચ પર આવે છે.

મોરોક્કો
કુદરતી સૌંદર્ય સાથે તમે જો એક શાંતિપૂર્ણ વેકેશન ગાળવાનું વિચારી રહ્યા છો અને શોધી રહ્યો છો તો આ સ્થળે આવીને તમારી આ શોધ પૂર્ણ થઇ જશે. અહીં કુદરતે રચેલા સુંદર વાતાવરણમાં તમે અંગત સમયને માણી શકો છો.

બાલિ
જ્યારે તમે એશિયામાં કોઇ લોકપ્રિય સ્થળની મુલાકાત લેવાનું કે પછી ત્યાં હોલીડે સ્પેન્ડ કરવાનું વિચારો છો ત્યારે ચોક્કસપણે તમારા માનસપટ પર પહેલું નામ બાલિનુ આવશે. આ આઇલેન્ડની સૌથી સારી બાબત ત્યાંની સૌંદર્યતા છે.

તાન્ઝાનિયા
તાન્ઝાનિયા આફ્રિકામાં આવેલા વ્હાઇડ સેન્ડી બેચનો દેશ ગણાય છે અને તે આફ્રિકાના હાઇએસ્ટ માઉન્ટેઇન કિલિમાન્જારોનું ઘર છે. આ સ્થળ એનિમલ લવર્સ માટે એક સ્વર્ગ સમાન છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
