વધી રહ્યુ છે ડેંગ્યુનુ સંકટ, આ લક્ષણો દેખાય તો ચેતી જાવ, અહીં જાણો બચાવની રીત
Dengue Warning Signs: સતત વરસી રહેલા વરસાદ અને પૂરને કારણે દેશના ઘણા રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે. જેના કારણે દિલ્હી અને પડોશી રાજ્યોમાં ડેન્ગ્યુનું સંકટ વધ્યું છે.
ચોમાસા દરમિયાન ડેન્ગ્યુનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. જેમાં પ્લેટલેટ્સ ઘટી જવાથી દર્દીનો જીવ પણ જઈ શકે છે. જો આપણે તેના પ્રારંભિક લક્ષણોને સમયસર ઓળખી લઈએ તો ડેન્ગ્યુથી બચી શકાય છે.

ડેન્ગ્યુના લક્ષણો મચ્છર કરડ્યા પછી 4થી 7 દિવસમાં દેખાવા લાગે છે. આ લક્ષણો દરેક વ્યક્તિમાં બદલાઈ શકે છે. આવો જાણીએ ડેન્ગ્યુના આવા 7 લક્ષણો વિશે, જેને ઓળખીને તમે પરિસ્થિતિને વધુ ખરાબ થતા બચાવી શકો છો.
અચાનક તાવ
વરસાદમાં તાવ આવવો સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે તમને ડેન્ગ્યુ હોય ત્યારે તમને અચાનક અને ખૂબ જ વધારે તાવ આવે છે. ડેન્ગ્યુને કારણે શરીરમાં ખૂબ દુખાવો થશે અને શરીર તૂટવાની સમસ્યા થશે. થાક અને નબળાઈનો અનુભવ થશે. ઉપરાંત, ડેન્ગ્યુના તાવ દરમિયાન, તમને તીવ્ર તાવ તેમજ તીવ્ર શરદીનો અનુભવ થશે.
માથાનો દુખાવો
તાવ દરમિયાન માથાનો દુખાવો ખૂબ સામાન્ય છે. પરંતુ ડેન્ગ્યુ વખતે જે માથાનો દુખાવો થાય છે તે માથામાં ખૂબ જ તીવ્ર હોય છે જાણે કોઈ હથોડી વડે માથું મારતું હોય. આ દુખાવો માથાથી કાનની પાછળ સુધી અનુભવી શકાય છે. આ દુખાવો એ સ્પષ્ટ સંકેત છે કે તમને ડેન્ગ્યુ છે.
સતત ઉબકા
ડેન્ગ્યુ દરમિયાન, દર્દીને સતત તાવ, માથાનો દુખાવો અને આંખોમાં ભારેપણું તેમજ ઉબકા આવે છે. જેના કારણે ક્યારેક પેટમાં દુખાવાની સાથે ઉલ્ટી પણ થઈ શકે છે.
આંખોની પાછળ ગંભીર દુખાવો તાવની સાથે આંખોની પાછળ તીવ્ર દુખાવો પણ ડેન્ગ્યુનું મુખ્ય લક્ષણ છે. ડેન્ગ્યુ દરમિયાન દર્દીને આંખ ખોલવામાં પણ તકલીફ પડે છે. કારણ કે આંખોમાં સતત ભારેપણું, થાક અને દુખાવો રહે છે.
પેટમાં દુખાવો
ડેન્ગ્યુ તાવ પછી શરીરના દુખાવાની સાથે પેટમાં પણ દુખાવો થાય છે. જેના કારણે ક્યારેક તમને ઉલ્ટી પણ થઈ શકે છે.
ચકામા દેખાવા
ડેન્ગ્યુ દરમિયાન શરીર પર ફોલ્લીઓ દેખાવા લાગે છે. આ ફોલ્લીઓ સપાટ અને લાલ રંગના હોય છે. જાણે અચાનક કોઈ વસ્તુ અથડાવાથી નિશાન બનેલું હોય.
બ્લીડીંગ
ડેન્ગ્યુના કેટલાક કિસ્સાઓમાં ત્વચામાં હળવો રક્તસ્ત્રાવ થઈ શકે છે. તેના કારણે શરીર પર નાની લાલ કે જાંબલી ફોલ્લીઓ થવા લાગે છે જેને પેટેચીયા કહેવાય છે. જોકે આ લક્ષણ ખૂબ જ દુર્લભ છે.
ડેન્ગ્યુના લક્ષણો સામાન્ય રીતે 2-7 દિવસ સુધી રહે છે. મોટાભાગના લોકો 1 અઠવાડિયાની અંદર સ્વસ્થ થઈ જાય છે. જો કે, ગંભીર કિસ્સાઓમાં, દર્દીને સાજા થવામાં વધુ સમય લાગી શકે છે.
ડેન્ગ્યુથી બચાવ
ડેન્ગ્યુથી બચવાના બે જ રસ્તા છે. એડીસ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવી. એડીસ મચ્છરોના કરડવાથી બચવું. આ માટે શું કરવું તે જાણો છો? સ્થાનિક સ્તરે સાવચેતી રાખવાથી પણ ડેન્ગ્યુને ફેલાતો અટકાવી શકાય છે. આ માટે સૌથી જરૂરી છે કે ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવુ. રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. ડેન્ગ્યુના મચ્છર દિવસ દરમિયાન વધુ કરડે છે, તેથી ખાસ કરીને દિવસ દરમિયાન તકેદારી રાખો. ઘરમાં કૂલરનું પાણી વારંવાર બદલતા રહો.
પૌષ્ટિક ખોરાક જ લો
ડેન્ગ્યુ તાવમાં જરૂરી દવાઓ ડૉક્ટરની સલાહ લીધા પછી લો. ડૉક્ટરની સલાહ વિના દવા લેવાથી લોહી પાતળું થઈ શકે છે, જેના કારણે શરીરમાં પ્લેટલેટ્સ અચાનક ઘટી શકે છે. આ દરમિયાન, સામાન્ય રીતે ખોરાક લેવાનું ચાલુ રાખો, તાવની સ્થિતિમાં, શરીરને વધુ પૌષ્ટિક ખોરાકની જરૂર હોય છે. બહારથી તળેલો ખોરાક ખાવાથી તબિયત ખરાબ થઈ શકે છે.
જો તમને તાવ અથવા ડેન્ગ્યુના લક્ષણો હોય તો તાત્કાલિક ડૉક્ટરને મળો. બને તેટલો આરામ કરો. તાવને કાબૂમાં લેવા અને દુખાવામાં રાહત માટે પેરાસિટામોલ અથવા હોમિયોપેથિક દવા લો. એસ્પિરિન અથવા આઇબુપ્રોફેન ન લો. હાઇડ્રેટેડ રહેવા માટે પુષ્કળ પ્રવાહી પીવો. વધારાના ઇલેક્ટ્રોલાઇટ્સ સાથે પાણી અથવા પીણાં પીવો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
