Delhi Election 2025 : શું હોય છે ફોર્મ 6 અને ફોર્મ 17C? ચૂંટણી પુરી થયા બાદ એજન્ટો માટે મેળવવુ કેટલુ જરૂરી?
Delhi Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ ચૂંટણીની જાહેરાત સાથે જ મુખ્ય ચૂંટણી કમિશનરે ઘણી માહિતી આપી.
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. ઈલેક્શન કમિશને આ ચૂંટણીમાં પણ ફોર્મ 6 અને ફોર્મ 17C પર વિશેષ ભાર મુક્યો.

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે સાથે વિવિધ વિપક્ષી પાર્ટીઓ સતત 17C અને ફોર્મ 6 વિશે સતત ચિંતિત છે.
ફોર્મ 17C
ફોર્મ 17C કોઈપણ ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિપક્ષો માટે તેનું વિપક્ષ મહત્વ છે. આ એક ફોર્મ છે જેમાં મતદાન મથક પર કેટલા મત પડ્યા તે સંબંધિત સંપૂર્ણ માહિતી સામેલ હોય છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર ફોર્મ 17C ઉપલબ્ધ હોય છે.
આમાં મતદાન મથક પર EVMનો સીરીયલ નંબર, મતદાન મથક પરના મતદારોની સંખ્યા, 17-A હેઠળના મતદારોના રજિસ્ટરમાં મતદારોની સંખ્યા, મતદાન કરવાની મંજૂરી ન હોય તેવા મતદારોની સંખ્યા, બેલેટ પેપર નંબર, મતદાન એજન્ટોની સહી અને ચૂંટણી અધિકારીની સહી અને વોટિંગ મશીનમાં નોંધાયેલા મતોની સંખ્યા સામેલ હોય છે.
આ ઉપરાંત, ફોર્મ 17Cનો આગળનો ભાગ પણ છે, જેમાં ઉમેદવારને કેટલા મત મળ્યા તેની માહિતી પણ ભરવામાં આવે છે. મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીએ આ માહિતી પોલિંગ એજન્ટોને આપવાની હોય છે.
ફોર્મ 6
જે મતદારો પ્રથમ વખત મતદાર બને તેમના માટે ચૂંટણી પંચ દ્વારા ફોર્મ 6 જારી કરવામાં આવે છે. આ સિવાય એક મતદારક્ષેત્રમાંથી બીજા મતદારક્ષેત્રમાં જતા મતદારો પણ તેમના નામ મતદાર યાદીમાં સામેલ કરવા માટે ફોર્મ 6 હેઠળ અરજી કરી શકે છે.
આ ફોર્મ ચૂંટણી પંચની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. આમાં તમારી બધી મહત્વપૂર્ણ માહિતી સાથે મારે એક ફોટો મૂકવાનો હોય છે. માહિતીમાં તમારું નામ, ઘર નંબર, ગામ, પોસ્ટ ઓફિસ સહિતની ઘણી વિગતો આપવાની હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
