દુનિયાના વિવિધ દેશોમાં અલગ-અલગ રીતે અપાય છે મોતની સજા, આ દેશ ખૌફનાક મોત આપવા માટે જાણીતો છે
દુનિયાના વિવિધ દેશોમાં સમયે સમયે મોતની સજાને નાબુદ કરવાની માંગણી થતી રહે છે. આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે કે ક્યાં દેશમાં મોતની સજા કેવી રીતે આપવામાં આવે છે?
વિશ્વના વિવિધ દેશોમાં એક જ પ્રકારના ગુના માટે જુદી જુદી સજાની જોગવાઈ છે. ઘણા દેશોમાં સામાન્ય ગુના માટે મહિનાઓ કે વર્ષો સુધી જેલમાં રહેવું પડી શકે છે. હત્યા, બળાત્કાર અને ક્રૂરતા જેવા ગંભીર ગુનાઓ માટે મૃત્યુદંડની જોગવાઈ છે.

વિશ્વના વિવિધ દેશો મૃત્યુદંડને લઈને અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ભારતમાં ફાંસી દ્વારા મૃત્યુદંડ આપવામાં આવે છે. ભારતમાં આરોપીને જેલમાં જ ફાંસી આપવામાં આવે છે.
બીબીસીના એક અહેવાલ અનુસાર, દુનિયાના 58 દેશોમાં મૃત્યુદંડના દોષિતોને ફાંસી આપવામાં આવે છે. કેટલાક દેશો મૃત્યુ દંડ માટે બંદૂકનો ઉપયોગ કરે છે. દુનિયાના 73 દેશો દોષિતોને ગોળી મારીને મૃત્યુદંડ આપે છે.
ઘણા દેશોમાં મૃત્યુ દંડ આપવાની એક કરતાં વધુ રીતો છે. ભારત સહિત વિશ્વના 33 દેશોમાં ફાંસી દ્વારા જ મોતની સજા આપી શકાય છે. આ સિવાય મૃત્યુદંડ આપવાનો બીજો કોઈ વિકલ્પ નથી.
આ સિવાય અફઘાનિસ્તાન અને સુદાન સહિત કુલ 6 દેશોમાં પથ્થર અથવા ફાયરીંગ કરીને મોતની સજા આપવામાં આવે છે. યમન, બહેરીન, ચિલી, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને આર્મેનિયા જેવા દેશોમાં ગોળી મારીને મૃત્યુદંડ આપવામાં આવે છે
આ સિવાય ચીન અને ફિલિપાઈન્સ સહિત વિશ્વના પાંચ દેશોમાં ઈન્જેક્શન દ્વારા મૃત્યુદંડ આપવામાં આવે છે. વિશ્વના ત્રણ દેશોમાં શિરચ્છેદ કરીને મૃત્યુદંડ આપવામાં આવે છે. વિશ્વમાં ઘણા એવા દેશો છે જેમણે મૃત્યુદંડની જોગવાઈને નાબૂદ કરી છે. દુનિયાના 97 દેશો અત્યાર સુધી આ કરી ચુક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
