Dawood Ibrahim Net Worth: અબજો રુપિયાનો માલિક છે ડૉન દાઉદ ઈબ્રાહીમ, 50 દેશોમાં છે પ્રોપર્ટી
Dawood Ibrahim Net Worth: દાઉદ ઈબ્રાહીમ અંડરવર્લ્ડની દુનિયાનું એક એવું નામ છે, જે ભારત સહિત દુનિયાના તમામ દેશો માટે માથાનો દુખાવો બની ગયો છે. તેના ગુનાઓની યાદી ઘણી લાંબી છે. 1993- મુંબઈ બૉમ્બ વિસ્ફોટ અને 26/11ના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ (67 વર્ષ) ફરી એકવાર સમાચારમાં છે.
કરાંચીમાં દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના સમાચાર આવ્યા, જે બાદ તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આવા કોઈ સમાચારને સમર્થન મળ્યું નથી. દાઉદ છેલ્લા 30 વર્ષથી પાકિસ્તાનમાં છુપાયેલો છે અને ત્યાંથી તે દુનિયાભરમાં પોતાનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો છે.

ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, 1980 અને 1990ના દાયકાની શરૂઆતમાં દાઉદ ઈબ્રાહિમે વેશ્યાવૃત્તિ, જુગાર અને ડ્રગ્સ બિઝનેસ દ્વારા અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઉભુ કરી લીધુ. ભારત છોડ્યા બાદ દાઉદે પહેલા દુબઈ અને પછી પાકિસ્તાનથી પોતાનો બિઝનેસ ચાલુ રાખ્યો હતો. સમયની સાથે દાઉદે પોતાના ધંધા પણ બદલ્યા.
આજે દાઉદ અને તેના નજીકના લોકો મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી દાઉદે રિયલ એસ્ટેટમાં ઘણું રોકાણ કર્યું છે. તેની પ્રોપર્ટી ભારત, પાકિસ્તાન અને ગલ્ફ દેશોમાં છે. 2015માં ઈન્ટેલિજન્સ દ્વારા એકત્ર કરવામાં આવેલી માહિતી અનુસાર દાઉદ પાસે 6.7 અબજ ડૉલર એટલે કે 43 હજાર 905 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. આજે આ પ્રોપર્ટીની કિંમત અંદાજે 55 હજાર કરોડ રૂપિયા છે.
દાઉદે દુનિયાભરના દેશોમાં 50થી વધુ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હોવાનું કહેવાય છે. દાઉદ ઈબ્રાહિમનો બિઝનેસ ભારત, પાકિસ્તાન, બ્રિટન, જર્મની, તુર્કી, ફ્રાન્સ, સ્પેન, મોરોક્કો, સાયપ્રસ, સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, નેપાળ, થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપોર સુધી વિસ્તરેલો છે.
જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો દાઉદ પાસે પાકિસ્તાનના સૌથી અમીર બિઝનેસમેન મિયા મોહમ્મદ મંશા કરતાં બમણી સંપત્તિ છે. એટલું જ નહીં દાઉદ પાસે પાકિસ્તાની-અમેરિકન બિઝનેસમેન શાહિદ ખાન કરતાં દોઢ ગણી વધુ સંપત્તિ છે. 2015માં ફોર્બ્સ અનુસાર, મિયા મોહમ્મદ મનશાની સંપત્તિ 2.6 બિલિયન ડૉલર એટલે કે 17 હજાર કરોડ રૂપિયા છે. વળી, શાહિદ ખાનની સંપત્તિ 5.6 અબજ ડૉલર એટલે કે 39 હજાર કરોડ રૂપિયા હતી.

પાકિસ્તાનના શહેરમાં દાઉદના 3 આલીશાન મકાનો છે. આમાંથી એક 30મી ડિફેન્સ હાઉસિંગ ઑથોરિટીમાં હાઉસ નંબર 37 અને ક્લિફ્ટન રોડ પરનું પ્રખ્યાત વ્હાઇટ હાઉસ છે. એવો દાવો કરવામાં આવે છે કે દાઉદ કરાંચીના ડી-13, બ્લૉક-4, ક્લિફ્ટનમાં 6,000 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલા આલીશાન બંગલામાં રહે છે.
અહીં કરાચીનો નો-ટ્રાઈપાસ ઝોન છે અને તે પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ચુસ્તપણે રક્ષિત છે. તેની પાસે એકલા બ્રિટનમાં US$450 મિલિયનની સંપત્તિ છે. દાઉદ ઈબ્રાહિમને ક્રિકેટ જોવાનો ખૂબ જ શોખ હતો. મેચ જોવાની સાથે તે સટ્ટાબાજી પણ કરતો હતો, બાદમાં તેણે મેચ ફિક્સ કરવાનું શરૂ કરી દીધું હતું.
2020માં મહારાષ્ટ્રમાં દાઉદ ઈબ્રાહિમની 6 પ્રોપર્ટીની સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર એક્ટ (SAFEMA) હેઠળ હરાજી કરવામાં આવી હતી. જેમાં રત્નાગીરી સ્થિત દાઉદની પૈતૃક હવેલી પણ સામેલ હતી. 2018માં 3 મિલકતોની હરાજી કરવામાં આવી હતી. જેમાં દાઉદની રૌનક અફરોઝ હોટલ કે જેને જાયકા તરીકે પણ ઓળખવામાં આવે છે, ડામ્બર વાલા બિલ્ડીંગ અને નાગપાડામાં બનેલ શબનમ ગેસ્ટ હાઉસની હરાજી કરવામાં આવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
