કોરોના વાયરસના આ સૌથી ભયંકર લક્ષણોને ના કરો નજરઅંદાજ, તરત કરાવો કોવિડ ટેસ્ટ અને જાવ હોસ્પિટલ
આવો, જાણીએ કોરોનાના સૌથી વધુ ખતરનાક લક્ષણ વિશે જે ખબર પડતા તરત જ હોસ્પિટલ જવાની જરૂર હોય છે.
કોરોના વાયરસના કેસ એક વાર ફરીથી દેશભરમાં ઝડપથી વધી રહ્યા છે. કોવિડ-19ની આ લહેર પહેલાથી પણ વધુ ઘાતક સાબિત થઈ રહી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોનાની બીજી લહેર પહેલાથી વધુ સંક્રમક છે અને ઘણા ગંભીર લક્ષણ લઈને આવી છે. અમુક દર્દી હોમ ક્વૉરંટાઈનમાં રિકવર થઈ રહ્યા છે જ્યારે અમુક લોકોને હોસ્પિટલ જવુ પડે છે. આવો, જાણીએ કોરોનાના સૌથી વધુ ખતરનાક લક્ષણ વિશે જે ખબર પડતા તરત જ હોસ્પિટલ જવાની જરૂર હોય છે.

શ્વાસ લેવામાં તકલીફ
શ્વાસ લેવામાં તકલીફ કે છાતીમાં દુઃખાવો કોરોનાનુ સૌથી ખતરનાક લક્ષણ છે. જો તમે કોરોનાથી સંક્રમિત હોય તો ધ્યાન રાખો, શ્વાસ લેવામાં તકલીફ થાય તો જીવનુ જોખમ પણ થઈ શકે છે. કોરોના વાયરસ એક રેસ્પિરેટરી ઈંફેક્શન છે. આ વાયરસ આપણા અપર ટ્રેક્ટમાં હેલ્ધી સેલ્સ પર હુમલો કરે છે જેના કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. માટે જ્યારે પણ તમને આ લક્ષણ દેખાય તો તમે તરત જ હોસ્પિટલ જાવ અથવા ડૉક્ટરનો સંપર્ક કરો.

ઑક્સિજન લેવલ ઘટવુ
કોરોના સંક્રમિત થવા પર શરીરમાં ઑક્સિજન લેવલ પર ખૂબ જ પ્રભાવ પડે છે. કોરોના પૉઝિટીવ થવા પર વાયરસ તમારા ફેફસાની એરબેગમાં ફ્લૂઈડ ભરાઈ જાય છે અને શરીરમાં ઑક્સિજનનુ લેવલ ઘટી જાય છે. આવુ થવા પર તરત હોસ્પિટલમાં જાવ. કોરોનાની બીજી લહેરમાં ઘણા બધા લોકોનુ ઑક્સિજન લેવલ ઘટી રહ્યુ છે જેના કારણે ઘણા લોકોના જીવ પણ જતા રહ્યા છે.

છાતીમાં દુઃખાવો
છાતીમાં કોઈ પણ પ્રકારના દુઃખાવાને નજરઅંદાજ ન કરો. છાતીમાં દુઃખાવો કોરોના વાયરસનુ સૌથી ખતરનાક લક્ષણ છે. કોરોના વાયરસ ફેફસા પર એટેક કરે છે. છાતીમાં દુઃખાવો કે બળતરા અનુભવાય તે તમારે તરત જ હોસ્પિટલ જવુ જોઈએ અથવા ડૉક્ટરને બતાવવુ જોઈએ.

હોઠ વાદળી થઈ જવા
કોરોના પૉઝિટીવ થવા પર ઘણા લોકોના હોઠ વાદળી થઈ જાય છે. લોહીમાં ઑક્સિજન લેવલ ઘટી જવાથી હોઠ વાદળી થઈ જાય છે. એવામાં તરત જ હોસ્પિટલ જાવ.

બેભાન થઈ જવુ કે સરળ કામ કરવામાં પણ મુશ્કેલી થવી
કોરોના વાયરસ બ્રેઈન ફંક્શન અને નર્વસ સિસ્ટમને પણ પ્રભાવિત કરે છે. ઘણા દર્દીઓમાં કન્ફ્યુઝન, આળસ, બેચેની અને બેભાન થઈ જવુ જેવા લક્ષણ જોવા મળ્યા છે. એક્સપર્ટ કહે છે કે કોઈ દર્દીને બોલવામાં તકલીફ પડવા લાગે છે. જો આવુ થતુ હોય તો તરત જ હોસ્પિટલ જાવ.

કેવી રીતે રાખશો પોતાનુ ધ્યાન
હેલ્થ એક્સપર્ટસનુ કહેવુ છે કે તમે કોઈ સંક્રમિત વ્યક્તિથી 6 ફૂટથી ઓછા અંતરે 15 મિનિટ સુધી સંપર્કમાં રહો તો આ બિમારીની ચપેટમાં આવી શકો છો. સંક્રમિત વ્યક્તિથી દૂર રહો અને બહાર જતા પહેલા માસ્ક પહેરો અને આવ્યા પછી હાથને સારી રીતે સાફ કરો તેમજ સેનિટાઈઝનો ઉપયોગ કરો. આ લેખ માહિતી અને જાગૃતિ વધારવા માટે લખવામાં આવ્યો છે. તમે કોઈ પણ બિમારી વિશે વધુ માહિતી મેળવવા પોતાના ડૉક્ટરની સલાહ લો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
