Covid-19: જો ઘરમાં હોય કોરોના દર્દી, તો આ રીતે ખુદને સંક્રમિત થતા બચાવો
જો તમે પણ કોરોના દર્દીની સંભાળ લઈ રહ્યા હોય તો જાણો કે આ માહોલમાં ખુદને કઈ રીતે સંક્રમિત થવાથી બચાવી શકાય છે.
કોરોનાની બીજી લહેરના કારણે દેશભરમાં કહેર યથાવત છે. વધતા કેસોથી હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ અને ઑક્સિજનની કમી થવા લાગી છે. જેના કારણે સરકારે કોરોનાના હળવા લક્ષણવાળા દર્દીઓને ઘરમાં જ આઈસોલેટ રહીને ઈલાજ કરવાની સલાહ આપી છે. ઘરમાં આઈસોલેશનમાં રહેતા દર્દીઓની જવાબદારી સંપૂર્ણપણે તેમના ઘરવાળા પર હોય છે. એવામાં અટેન્ડન્ટ તરીકે દર્દીની દેખરેખ કરનાર વ્યક્તિએ ખુદને સુરક્ષિત રાખવા પણ મોટો પડકાર હોય છે. જો તમે પણ કોરોના દર્દીની સંભાળ લઈ રહ્યા હોય તો જાણો કે આ માહોલમાં ખુદને કઈ રીતે સંક્રમિત થવાથી બચાવી શકાય છે.

માસ્ક જરૂર પહેરો
વાયરસને દૂર રાખવા માટે આઈસોલેશન પૂરતુ નથી. જો તમારી પાસે ઘરમાં એક કોવિડ -19 દર્દી હોય તો સુનિશ્ચિત કરો કે જ્યાં સુધી તે રિકવર ન થઈ જાય ત્યાં સુધી ઘરમાં દરેક જણ માસ્ક પહેરી રાખે. માસ્કને અડવાનુ ટાળો અને તેને હટાવ્યા પછી પોતાના હાથ ધુઓ.

પોતાના હાથ ધુઓ અને હાથ મોજાનો ઉપયોગ કરો
ઘરમાં કોવિડ-19 દર્દી હોય તો તમે પણ દર્દીના સંપર્કમાં આવો છે જેમ કે ભોજન આપવુ, દવાઓ આપવી કે ઑક્સિજનના લેવલના નિરીક્ષણમાં મદદ કરવી વગેરે જેવી સ્થિતિમાં હાથ મોજા પહેરવા અને પોતાના હાથને સારી રીતે વારંવાર ધોવા. આ ઉપરાંત પોતાના ચહેરા એટલે કે આંખો, નાક અને મોઢાને અડવાનુ ટાળો.

વાસણો અલગ રાખો
ઘરમાં કોવિડ-19 દર્દી હોય તો તેને ભોજન આપવા માટે યુઝ એન્ડ થ્રો પ્લેટ્સ અને ગ્લાસનો ઉપયોગ કરો અને જો તમે ઘરમાં એક વાસણમાં જમવાનુ આપી રહ્યા હોય તો દર્દીના ઉપયોગ કરેલા વાસણોને અલગ કરી દો અને તેને વારંવાર હાથ ન લગાવો. તેને ધોતી વખતે પણ બાકીના વાસણોથી અલગ રાખો. સાથે આના માટે અલગ ધોવાના સાબુનો ઉપયોગ કરો.

ઘરને સાફ રાખો
સુનિશ્ચિત કરો કે તમને પોતાના ઘરને સારી સાફ અને કીટાણુરહિત રાખી રહ્યા છો. ખાસ કરીને વારંવાર સ્પર્શવામાં આવતી લાદી જેવી કે લેપટૉપ, ડૉર્કનૉબ્ઝ, રિમોટ, સ્વિચબૉર્ડ વગેરે.

એક જ બાથરૂમ હોય તો..
જો તમે કોરોના દર્દી સાથે એક જ બાથરૂમનો ઉપયોગ કરી રહ્યા હોય તો કોશિશ કરો કે દર્દીના બાથરૂમ જતા પહેલા તમે પોતાનુ રૂટીન વર્ક પતાવી લો. જો દર્દીના બાથરૂમ વાપર્યા પછી તમે કે ઘરનુ કોઈ પણ સભ્ય બાથરૂમનો ઉપયોગ કરે તો પહેલા બાથરૂમને સારી રીતે સેનિટાઈઝ કરી લો પછી ઉપયોગ કરો. આવુ દરેક વખતે કરવુ જરૂરી છે જેથી તમે સુરક્ષિત રહી શકો.

દર્દીનો સામાન અલગ રાખો
દર્દીનો રૂમાલ, સાબુ, વાસણ, કપડા અને જરૂરી સામાન કોઈની સાથે મિક્સ ના કરો. દર્દીના કપડા ધોતા પહેલા માસ્ક અને ગ્લવ્ઝ પહેરો. સાથે જ કપડામાં ડેટોલ અને સેવલૉન જેવા કોઈ એંટીબાયોટીક લિક્વિડનો ઉપયોગ જરૂર કરો. જો વોશિંગ મશીનમાં કપડા ધોતા હોય તો મશીનને પણ છેલ્લે સેનિટાઈઝ કરવાનુ ના ભૂલો.

જો એક રૂમમાં હોવ તો...
ઘરમાં ઓછી જગ્યા હોવાના કારણે ઘણા બધા લોકોને કોરોના દર્દી સાથે એક જ રૂમમાં રહીને તેમની સંભાળ લેવી પડે છે. એવામાં જરૂરી છે કે તમે તેમનાથી ઓછામાં ઓછુ 6 ફૂટનુ અંતર જાળવી રાખો. રૂમની બારીઓ અને દરવાજો ખોલીને રાખો. દરેક સમયે પોતાના ચહેરા પર ડબલ માસ્ક અને ગ્લવ્ઝ પહેરીને રાખો. ગ્લવ્ઝ પહેરવા છતાં સાબુથી સમયે સમયે હાથ ધોતા રહો અને સેનિટાઈઝ કરતા રહો જેનાથી તમે સંક્રમિત થતા બચી રહી શકો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
