સર્વે- ફ્રી વસ્તુઓ પાછળ ભાગવામાં ભારતીયો સૌથી આગળ!
બેંગલુરુ, 14 ઓગસ્ટ: સ્વતંત્રતા દિવસના અવસરે દેશના લગભગ દરેક અખબાર બજારમાં વેચાઇ રહેલી ચીજ-વસ્તુઓ પર ભારે છૂટની જાહેરાતોથી ભરેલા હોય છે. કંપનીયો કરોડો રૂપિયા માત્ર એક શબ્દ પર ખર્ચ કરી દે છે, અને તે છે Free. આપ જાણો છો કેમ? કારણ કે ભારતીયોને ફ્રી શબ્દથી ઘણો લગાવ થઇ ગયો છે. આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ હાલમાં જ કૂપન વેબસાઇટ કૂપોનેશન દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેમાં કહેવામાં આવ્યું છે.
સર્વેમાં એક રસપ્રદ તથ્ય સામે નીકળીને આવ્યું છે. આવો એક નજર કરીએ એ તથ્યો પર જે સર્વેથી બહાર આવ્યા છે....
- ભારતમાં 25થી 34 વર્ષના લોકો સૌથી વધારે મફત કૂપનનો ઉપયોગ કરે છે.
- ભારતમાં ઓનલાઇન શોપિંગ કરનારાઓમાં 61.80 ટકા પુરુષો છે.
- ભારતમાં ઓનલાઇન શોપિંગ કરનારાઓમાં 38.20 ટકા મહિલાઓ છે.
- છૂટની પાછળ ભાગનારા શહેરોમાં સૌથી આગળ મુંબઇ છે.
- ભારતમાં સૌથી વધારે ઓફિસ ટાઇમમાં લોકો ફ્રી કૂપન શોધે છે.
- ભારતમાં સૌથી વધારે ફેશન માટે કૂપન શોધે છે લોકો.
- ઉત્તરની તુલનામાં દક્ષિણ ભારતમાં ઓનલાઇન શોપિંગ વધારે કરવામાં આવે છે.
- 92 ટકા લોકો ડિસ્કાઉંટ મેળવવા માટે ઓનલાઇન શોપિંગ કરતા છે.
- શોપિંગ દરમિયાન લોકો પોતાનો 95 ટકા સમય ડીલ્સ શોધવામાં વિતાવે છે.
વધુ તથ્યો પર કરીએ નજર સ્લાઇડરમાં...

ઓનલાઇન શોપિંગ સર્વે
આ સર્વે કૂપન વેબસાઇટ કૂપોનેશન દ્વારા કરવામાં આવ્યો છે.

સૌથી આગળ ભારત
મફત કૂપન મેળવવામાં સૌથી આગળ ભારતીય છે. બીજા નંબર પર બ્રાઝીલ અને ત્રીજા પર સ્પેન છે.

સૌથી આગળ મુંબઇ
ઇંટરનેટ પર મફતનો માલ મેળવવામાં સૌથી આગળ મુંબઇ છે. બીજા ક્રમે સાઓ પાલો અને ત્રીજા ક્રમે મેડ્રિડ છે.

ભારતીય પુરુષ અને ઓસ્ટ્રેલિયાઇ મહિલા
ભારતીય પુરુષ અને ઓસ્ટ્રેલિયાઇ મહિલાઓ એક જેવી શોપિંગ કરે છે.

ભારતમાં સૌથી વધારે ફેશન પ્રોડક્ટ
ભારતીય સૌથી વધારે ફેશન પ્રોડક્ટ્સ શોધે છે. બીજી પ્રાથમિકતા ગેજેટ અને ત્રીજી બ્યૂટી પ્રોડક્ટ્સ.

ભારત પર નંબર-1 બની ફ્લિપકાર્ટ
ભારત પર નંબર 1 બન્યું ફ્લિપકાર્ટ. બીજા નંબર પર એમેઝોન અને ત્રીજા નંબર પર સ્નેપડીલ આવે છે

62 ટકા ભારતીય એપ દ્વારા
62 ટકા ભારતીય મોબાઇલ એપ દ્વારા ઓનલાઇન શોપિંગ કરે છે.

બેસ્ટ ડીલ શોધે છે ભારતીયો
ભારતીયો પોતાનો સૌથી વધારે સમય બેસ્ટ ડીલ શોધવામાં વિતાવે છે.

ફ્રીની વસ્તુ મેળવવામાં ઇન્ડિયા પ્રથમ
ફ્રીમાં છૂટ, કૂપન, ગિફ્ટ પેક, વગેરેની પાછળ ભાગનારાઓમાં સૌથી આગળ ભારતીયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
