કોરોનાથી ફેફસા કેવી રીતે થાય છે પ્રભાવિત, કેટલા દિવસમાં શરૂ થાય ઈન્ફેક્શન, જાણો ડૉક્ટરે શું કહ્યુ
તમારા માટે એ જાણવુ ખૂબ જ જરૂરી છે કે કોવિડ-19 તમારા ફેફસાને કેવી રીતે પ્રભાવિત કરે છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસની બીજી લહેરમાં ઘણા લોકોના મોત ફેફસામાં ફેલાયેલા વાયરસના સંક્રમણથી થઈ ગયા છે. એવામાં તમારા માટે એ જાણવુ ખૂબ જ જરૂરી છે કે કોવિડ-19 તમારા ફેફસાને કેવી રીતે પ્રભાવિત કરે છે. નવી દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલના એક વરિષ્ઠ સલાહકાર ડૉ. બૉબી ભાલોત્રાએ કહ્યુ કે કોરોના વાયરસ માનવીના ફેફસાને ખૂબ ખરાબ રીતે જકડી લે છે. તેમણે કહ્યુ કે આખી દુનિયા કોવિડ-19 બિમારીના પડકારનો સામનો કરી રહી છે. કોરોના વાયરસ ભારતમાં અચાનક ફરીથી ફેલાઈ ગયો છે અને આ એક બહુ મોટો પડકાર છે. ડૉ. ભાલોત્રાએ કહ્યુ કે ઘણા બધા સંક્રમણ અને ઘણા બધા મોત કોરોના વાયરસના કારણે થઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે કોરોનાનો આ વાયરસ સૌથી પહેલા શરૂઆતમાં ગળામાં સંક્રમણ શરૂ કરી દે છે અને જો શરીરમાં પ્રતિરોધક ક્ષમતામાં ન હોય તો ત્યારબાદ વાયરસ સીધો તમારા ફેફસામાં જાય છે અને ફેફસમાં સંક્રમણનુ કારણ બને છે. ડૉક્ટરે કહ્યુ, કોવિડ-19થી પ્રભાવિત થવાથી 5થી 6 દિવસો બાદ ફેફસામાં ફેરફાર શરૂ થાય છે. ત્યારબાદ ફેફસામાં ધબ્બા જેવુ દેખાવા લાગે છે. સંક્રમિત વ્યક્તિની અંદર આ બધુ પૉઝિટીવ આવ્યાના 5થી 6 દિવસ બાદ થાય છે.

ફેફસામાં સંક્રમણ ફેલાયા બાદ શું લક્ષણ દેખાય છે?
ડૉક્ટરે જણાવ્યુ કે ફેફસામાં સંક્રમણ ફેલાયા બાદ શ્વાસ ફૂલવો, ખાંસવુ, ખાંસીમાં મોઢામાંથી લોહી આવવુ જેવા સામાન્ય લક્ષણ દેખાય છે. જો કે ડૉક્ટરે કહ્યુ કે જો લોકો વેક્સીન લગાવડાવે છે કે જે લોકોની ઈમ્યુનિટી સારી હોય છે તેમનામાં વાયરસને રોકવાની ક્ષમતા હોય છે. તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વાયરસને ફેફસા સુધી પહોંચવા દેતી નથી. પરંતુ જો તમે વેક્સીન ન લગાવી હોય કે પછી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી ન હોય તો વાયરસ સીધો ગળાથી તમારા ફેફસામાં પહોંચી જાય છે.

કેવી રીતે જાણી શકાય કે ફેફસા કેટલા સંક્રમિત છે
ડૉક્ટરે કહ્યુ, CO-RAD સ્કોરિંગ દ્વારા આપણે એ જાણી શકીએ કે ફેફસા કેટલા સંક્રમિત થયા છે. ફેફસાની ઈજા કેટલી ગંભીર છે તેનુ અનુમાન લગાવ્યા બાદ આપણને એ શોધવામાં સુવિધા રહે છે કે રોગીની અંદર કોરોના વાયરસ કેટલો મજબૂત છે. સીટી સ્કેનના રિપોર્ટમાં આ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય છે. મેડિકલ ટર્મમાં આ ઈન્ફેક્શનને 5 સ્ટેજમાં વહેંચવામાં આવ્યુ છે. આ એ વાત પર આધારિત હોય છે કે તમારા ફેફસાનો કયો ભાગ વધુ પ્રભાવિત છે. જો ફેફસામાં ઈન્ફેક્શન 50% થી 70%થી વધુ હોય તો આ 3 સ્કોરમાં રાખવામાં આવશે. કુલ સ્કોર 25 હોય છે. ફેફસાનો કયો ભાગ કેટલુ ઘાયલ છે, એ સ્કોર એ હિસાબે આપવામાં આવે છે. ફેફસાનુ સંક્રમણ જેટલુ વધુ હશે સ્કોર વધી જાય છે.

કોરોના દર્દીએ સીટી સ્કેન માટે ક્યારે જવુ જોઈએ?
- ડૉક્ટરે જણાવ્યુ કે ક્યારેય પણ કોવિડ-19 દર્દીએ ડૉક્ટરને પૂછ્યા વિના જાતે સીટી સ્કેન માટે ન જવુ જોઈએ.
- દર્દીએ પહેલા પોતાના ડૉક્ટર પાસેથી હંમેશા એ જાણવુ જોઈએ કે સાચી સ્થિતિ શું છે અને તેને સીટી-સ્કેન માટે ક્યારે જવુ જોઈએ.
- સામાન્ય રીતે કોવિડ-19ના લક્ષણ આવવામાં 5થી 7 દિવસનો સમય લાગે છે.
- જ્યારે તમે આરટી-પીસીઆરના બદલે સીટી-સ્કેન કરવાનુ શરૂ નક્કી ત્યારે તમારે સમજવુ જોઈએ કે સીટી-સ્કેન માત્ર તમારા શરીરની સ્થિતિ જણાવી શકે છે. તે બિમારીનો ઈલાજ નથી કરી શકતો.
- જે દર્દી શ્વાસની તકલીફ, છાતીમાં દુઃખાવો, ખાંસી અને ઑક્સિજનની કમીથી પીડિત હોય તેણે પોતાના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો ડૉક્ટર કહે કે સીટી સ્કેન માટે જવુ જોઈએ ત્યારે જ તેણે સીટી સ્કેન માટે જવુ જોઈએ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
