કોઈ યુવકને ડેટ કરતાં પહેલા આ વસ્તુઓ જરૂર ચેક કરો, બાદમાં પસ્તાવુ ના પડે
આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છે જે તમારે કોઈ યુવકને ડેટ કરતા પહેલા જરૂર ચેક કરવી જોઈએ.
સંબંધોનુ વિજ્ઞાન ખરેખર એકદમ અલગ હોય છે અને તેને સમજવુ પણ એટલુ સરળ નથી. સામાન્ય રીતે જોવા મળે છે કે જ્યારે એક યુવતીને કોઈ યુવક ગમે છે ત્યારે તે વાત આગળ વધારતા પહેલા પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથે તેના વિશે ચર્ચા કરે છે અથવા એવી સહેલીની સલાહ લે છે જે પહેલેથી જ એક રિલેશનમાં છે. બની શકે કે આનાથી તમને એક કપલના રિલેશન વિશે ઘણુ બધુ જાણવા મળે પરંતુ આ માહિતી તમારા સંબંધ માટે પણ કામ કરશે એ કહી શકાય નહિ. દરેક વ્યક્તિ અલગ હોય છે અને માટે તેનો સંબંધ પણ બીજાથી અલગ હોય છે. દરેક વ્યક્તિની પોતાના સંબંધ પાસે અપેક્ષા તેમજ પ્રાથમિકતાઓ અલગ હોય છે. માટે કોઈ અન્ય વ્યક્તિની સલાહ પર કોઈ યુવકને ડેટ કરવો બિલકુલ યોગ્ય નથી. સારુ રહેશે કે તમે પહેલા સામેવાળા યુવકને જાણો અને તેની ક્વૉલિટી તપાસ કરો. જો તમને યુવકમાં કોઈ ખાસ ક્વૉલિટી દેખાય તો તમે સબંધને આગળ વધારી શકો છો. તો ચાલો, આજે અમે તમને આવી જ કોઈ વસ્તુઓ વિશે જણાવી રહ્યા છે જે તમારે કોઈ યુવકને ડેટ કરતા પહેલા જરૂર ચેક કરવી જોઈએ.

કમિટમેન્ટમાં રુચિ
તમે જે યુવકને ડેટ કરવા વિશે વિચારી રહ્યા છો તેની સાથે પોતાના સંબંધ માટે સીરિયસ હોય અને તમે પોતાના સંબંધને લૉંગ ટર્મ રિલેશન બનાવવા માંગતા હોય તો તમારે આ બાબતે ધ્યાન આપવુ જોઈએ કે તમે જે યુવકને ડેટ કરી રહ્યા છો, તે કમિટમેન્ટ માટે ડરતો નથી અને તેને તમને તમારા જીવનનો હિસ્સો બનાવવામાં કોઈ મુશ્કેલી નથી. અમુક લોકો કમિટમેન્ટથી ગભરાય છે. આવા વ્યક્તિ સાથે છેવટે સંબંધ તૂટી જાય છે અને એ વખતે તમને માત્ર દુઃખ જ થાય છે. માટે આ વસ્તુને પહેલા ચેક કરી લેવી સારી છે.

ઈગો લેવલ
આત્મ સમ્માન અને ઈગોમાં એક ખૂબ નાનો ફરક હોય છે. સામાન્ય રીતે યુવકો પોતાના ઈગોને પોતાનુ આત્મ સમ્માન સમજી લે છે. માટે જો તમે કોઈ યુવકની નજીક જઈ રહ્યા હોય તો એ જરૂર જુઓ કે ક્યાંક તે અહંકારી તો નથીને. આવા યુવકો ક્યારેય હેપ્પી રિલેશન ડેવલપ નથી કરી શકતા કારણકે તેમના માટે માત્ર તેમની ખુશી અને તેમની મરજી જ સર્વોપરિ હોય છે. આવા યુવકો સાથે સંબંધમાં બંધાઈને યુવતી પોતાની ઓળખ તેમજ ખુશીઓ ગુમાવી દે છે.

બીજાને સમ્માન આપવુ
એક રિલેશનમાં માત્ર પ્રેમ જ હોવો પૂરતો નથી પરંતુ જરૂરી છે કે બંને પાર્ટનર્સ એકબીજાને એટલુ જ સમ્માન પણ આપે. આના માટે તમે એ જુઓ કે સામેવાળો વ્યક્તિ બીજા સાથે કેવો વ્યવહાર કરે છે અને તેને કેટલુ સમ્માન આપે છે. આનાથી તમે ઘણી હદ સુધી અંદાજ લગાવી શકશો કે ભવિષ્યમાં તમારો સંબંધ કેવો રહેશે.

સિક્રેટ્સ રાખવી
કોઈની સિક્રેટ્સ જાણવી એટલી પણ સરળ નથી પરંતુ તેમ છતાં તમે અમુક રીતે તે જાણી શકો છો. વાસ્તવમાં એવા ઘણા લોકો હોય છે જે બેવડી જિંદગી જીવે છે. તે કોઈ બીજા સાથે ડેટીંગ કરી શકે છે અથવા તમારી સાથે ડેટીંગ કરતી વખતે કોઈ બીજી યુવતી સાથે લગ્ન કરી શકે છે. માટે સુનિશ્ચિત કરો કે તમે જે વ્યક્તિ સાથે ડેટીંગ કરી રહ્યા છો, તે તમારાથી છૂપાઈને આવુ કામ ન કરી રહ્યો હોય. આ જાણવા માટે તમે તેના વ્યવહારને નોટિસ કરી શકો છો. જેમ કે, તે તમને ભીડવાળી રેસ્ટોરાંમાં લઈ જવાનુ ટાળતો હોય અથવા તે હંમેશા ફોનમાં લૉક રાખતો હોય અને તમને બે મિનિટ માટે પણ ફોન જોવા ન દે તો ખરેખર તમારે થોડુ સાવચેત થઈ થવુ જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
