Chanakya Niti: તમારુ મૃત્યુ છે નજીક! જો પસાર થઈ રહ્યા હોવ જીવનમાં આવી પરિસ્થિતિમાં
Chanakya Niti: ચાણક્યએ જીવનના દરેક પાસાંઓ સંબંધિત સમસ્યાઓ માટે સૂચનો આપ્યા છે. રાજકીય, આર્થિક અને સામાજિક બધા મુદ્દાઓ અને સમસ્યાઓના ઉકેલની રીતો બતાવી છે. આ નીતિઓ આજે પણ એટલી જ પ્રાસંગિક છે.
ચાણક્ય નીતિ પોતાના જીવનમાં અનુસરવાથી જીવન સરળ બની જાય છે. ચાણક્યએ અમુક એવી પરિસ્થિતિઓ જણાવી છે જે તમારા જીવનમાં આવે તો સમજી લો કે તે સમય મૃત્યુ સમાન છે. આવો જાણીએ આવી પરિસ્થિતિઓ વિશે...

ચાણક્યએ સંસ્કૃતના શ્લોકો દ્વારા વિશ્વને પોતાની નીતિઓ જણાવી છે. તેમના પુસ્તક અર્થશાસ્ત્રનો એક મહત્વપૂર્ણ શ્લોક છે:
दुष्टा भार्या शठं मित्रं भृत्यश्चोत्तरदायकः।
ससर्पे गृहे वासो मृत्युरेव न संशयः॥
આ શ્લોકનો ભાવાર્થ છેઃ
દુષ્ટ પત્ની, કપટી મિત્ર, વાદવિવાદ કરનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવુ - આ બધા મૃત્યુના કારણો છે અને તેમાં શંકા ન કરવી જોઈએ.
- ચાણક્ય કહે છે કે જેની પત્ની દુષ્ટ હોય તેનુ જીવન મૃત્યુ સમાન છે. પત્ની જીવનસાથી હોય છે, સુખ-દુઃખની સાથી હોય છે પરંતુ જો આ પત્ની તમારી સાથે ઈમાનદારી ના રાખે, અહીંની વાત તહીં કરે, ઘરમાં કલેશ અને ઝઘડાઓ કરે, પોતાની જવાબદારીઓના નિભાવે, તો પતિ બીમાર થઈ જાય છે અને જલ્દી મૃત્યુ પામે છે.
- કપટી મિત્રો ચહેરા પર ચિકની ચુપડી વાતો કરે, તમારા રહસ્યો જાણે અને પછી તમારી નબળાઈ અન્યને જણાવી દે. આવી સ્થિતિમાં તમે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી.
- નોકરનુ કામ આદેશનુ પાલન કરવાનુ છે. જો સેવકો તમારા દરેક આદેશ પર દલીલ કરવા લાગે અને તમારી સૂચના મુજબ કામ કરવાને બદલે તેમની સમજણથી ચાલવા લાગે તો માનસિક કલેશ થાય છે અને તમે તણાવમાં બીમાર પડી શકો છો.
- આ બધા ઉપરાંત ચાણક્ય એમ પણ કહે છે કે જે ઘરમાં સાપ રહે છે, એટલે કે જો તમારા ઘરમાં સાપ રહેવા લાગે છે, તો એ પણ એ વાતનો સંકેત છે કે તમારુ મૃત્યુ નજીક છે.
ઉપર જણાવેલ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. જે તણાવનુ કારણ બને અને મૃત્યુ તરફ દોરી જાય એવી પરિસ્થિતિઓથી વ્યક્તિએ દૂર રહેવુ જોઈએ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
