Chanakya Niti: આ લોકો સાથે ક્યારે ન કરો લડાઈ-ઝઘડો, તમારુ જ થશે નુકશાન
Chanakya Niti: ચાણક્ય અર્થશાસ્ત્ર, ફિલસૂફી, મુત્સદ્દીગીરી અને રાજનીતિમાં ઊંડા જ્ઞાન ધરાવતા વ્યક્તિ હતા. તેમણે તેમની નીતિઓ દ્વારા સમાજના કલ્યાણ માટે ઘણુ બધુ કર્યુ છે.
જો કે તેમના દ્વારા આપવામાં આવેલી નીતિઓ જીવનના ઉદ્ધાર માટે થોડી અઘરી છે પરંતુ તેને અનુસરીને વ્યક્તિ જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવી શકે છે અને સફળતાની સીડીઓ ચઢી શકે છે.

ચાણક્યએ તેમની ચાણક્ય નીતિ દ્વારા માનવજાતના કલ્યાણ માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. આચાર્ય ચાણક્ય કેટલીક એવી નીતિઓ જણાવે છે જેને અનુસરીને વ્યક્તિ જીવનમાં સફળ થઈ શકે છે. તેઓ જણાવે છે કે જીવનમાં કયા લોકોને નજીક અને કયા લોકોને દૂર રાખવા જોઈએ.
ચાણક્ય નીતિ શાસ્ત્રમાં સમજાવે છે કે બુદ્ધિશાળી વ્યક્તિને તેના સારા અને ખરાબની સાચી જાણકારી હોય છે. તે તેના ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ કરે છે અને તેના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે. ચાણક્ય ધ્યેય પ્રાપ્તિનો માર્ગ સરળ બનાવવા માટે કહે છે કે તમારે દરેક સાથે મધુર વર્તન કરવું જોઈએ અને તમારી વાણીથી કોઈને દુઃખ ન પહોંચાડવુ જોઈએ.
પરિવારના સભ્ય
આચાર્ય ચાણક્ય નીતિમાં કહે છે કે તમારે તમારા પરિવારના સભ્યો સાથે ક્યારેય વિવાદ ન કરવો જોઈએ. જ્યારે તમે ખરાબ સમયનો સામનો કરો છો અથવા કોઈ મદદની જરૂર હોય ત્યારે તમારા પરિવારના સભ્યો સિવાય કોઈ તમને મદદ કરતું નથી. તે આગળ કહે છે કે કોઈ વ્યક્તિ તેના નજીકના અને પ્રિયજનો સાથે ઝઘડો કર્યા પછી ક્યારેય ખુશ થઈ શકતો નથી.
મૂર્ખોથી રહો દૂર
ચાણક્ય કહે છે કે જો કોઈ વ્યક્તિ ઓછી બુદ્ધિશાળી હોય અથવા તેનું મન અન્યની જેમ કામ કરતું ન હોય તો આવી વ્યક્તિ સાથે ક્યારેય ઝઘડો ન કરવો. આવા લોકો સાથે દલીલ કરવી અથવા લડવું એ તમારા સમયનો બગાડ છે. મૂર્ખ વ્યક્તિ કોઈનું સાંભળતો નથી અને હંમેશા પોતાની વાત કહે છે અને કરે છે. એટલા માટે આવા લોકોથી હંમેશા અંતર રાખવું જોઈએ.
લક્ષ્યને અધૂરા ના છોડો
ચાણક્ય અનુસાર, ઘણા લોકો જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ આવે છે, ત્યારે તેઓ તેમના લક્ષ્યને અધવચ્ચે છોડી દે છે. તેઓ મુશ્કેલીઓના ડરથી ધ્યેય છોડી દે છે. ચાણક્ય કહે છે કે આવા લોકોને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
