જાણો કેવી રીતે રૂપિયો બન્યો આવારા અને બીચારો?
બેંગ્લોર(અજય મોહન), 23 ઑગસ્ટઃ દેશનો રૂપિયો છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ ડોલરની સામે નબળો પડતો જઇ રહ્યો છે. આ નરમાઇ ઐતિહાસિક છે, કારણ કે આ પહેલા એટલી ખરાબ સ્થિતિ ક્યારેય નથી થઇ. રૂપિયાની કિંમત જેટલી નીચે જશે, ડોલર તેટલો વધુ મજબૂત થશે અને જોત જોતામાં મોંઘવારીનું ભારણ વધી જશે. આખરે એવું ક્યું કારણ છે, જેના કારણે રૂપિયો આવારા અને ગરીબ બની ગયો અને આપણે જોતા રહી ગયા? આ પ્રશ્ન અમે બે લોકોને કર્યા, જેમાં એક સામાજિક મુદ્દાઓ સાથે જોડાયેલા છે અને બીજા આર્થિક બાબતોના વિશેષજ્ઞ છે.
સામાજિક મુદ્દાઓ સાથે જોડાયેલા રહેલા લખનઉની શ્રી જયનારાયણ પીજી કોલેજના શિક્ષક ડો આલોક ચાંટિયાએ પોતાની વાતને એક વ્યંગના રૂપમાં કહી. આ વ્યંગ જરૂર છે, પરંતુ તેમાં કેટલું ઉંડાણ છે, તેનો અંદાજો તમે જાતે જ લગાવી શકો છે. ડો. ચાંટિયાએ કહ્યું કે, રૂપિયો તો બરબાદ અને આવારા થઇ ગયો છે. રૂપિયાની હાલત એ બરબાદ બાળક જેવી છે, જે ખોટા રસ્તા પર ત્યારે જાય છે, જ્યારે મા-બાપ અથવા ઘરવાલા તેના પર વધુ ધ્યાન નથી આપતા. જ્યારે પોતાના ઘરવાળા દેશીના બદલે વિદેશી વધારે ખરીદવા લાગે અને ખાશે તો રૂપિયો બરબાદીના રસ્તા પર જવાનો જ છે.
ડો. ચાંટિયાએ કહ્યું કે આજે લોકોને દાલ-ચાવલ ખાવાથી ઉલ્ટી થાય છે, ઘરના દહીં અને ઘી પસંદ નથી. બીજી તરફ પિઝ્ઝા, બર્ગર મજા લઇને ખાઇ છે. દેશી દરજીએ સિવેલા કપડાં પહેરીશું તો ખરાબ લાગશે, બીજી તરફ 200 રૂપિયાનો શર્ટ મોલમાથી 1600 રૂપિયામાં ખરીદે છે તો તેને સ્ટાઇલિશ કહેવામાં આવે છે. દેશમાં બનેલી ઘડિયાળ, જૂતાં પહેરીએ તો લો-ક્લાસ, વિદેશી બ્રાન્ડેડ કંપનીઓની વસ્તુઓ પહેરીએ તો હાઇ ક્લાસ. ઘરમાં ટીવી, ફ્રીઝ, મોબાઇલ અને અન્ય વસ્તુઓની સાથો-સાથ વિદેશોમાં બનેલા ફર્નીચર ખરીદવાનું ચલણ ઘણું વધી ગયું છે. તો રૂપિયો શા માટે નબળો ના પડે. ડો. ચાંટિયા કહે છે કે, જો દેશના લોકો જ પોતાની આદતોમાં સુધારો નહીં કરી લે તો રૂપિયો એટલો આવારા બની જશે કે કોઇ જેલ(દેશ) અથવા પોલીસ(વિશ્વ બેન્ક) પણ તેને સુધારી નહીં શકે. અહીં અમે રૂપિયો નીચે જવાના કેટલાક આર્થિક કારણ જણાવી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી આપણે એ કારણો જાણીએ.

નીતિગત ગતિરોધ
નીતિગત મોર્ચા પર અસ્પષ્ટતાની છબી બનવાના કારણે પણ વિદેશી મુદ્રાઓની કાલ્પનિક માંગ વઘી રહી છે. અસ્પષ્ટતાની એવી સ્થિતિ સર્જાઇ છે કે, ભારતીય રિઝર્વ બેન્કે એક દિવસ કહ્યું કે તે તરલતાને ઘટાડશે, જ્યારે અન્ય એક દિવસે તેણે કહ્યું કે તે બજારમાં એક અરબ ડોલરની તરલતાનો સંચાર કરશે.

વિદેશી ઘન પર નિર્ભરતા
છેલ્લા અનેક વર્ષોથી દેશમાં ચાલુ ખાતા ખોટનું વિત્તીયન વિદેશી ઘનથી થઇ રહ્યું છે. વિદેશી નિવેશક દ્વારા પૈસા કાઢવામાં આવવાથી રૂપિયો નબળો પડી રહ્યો છે.
અમેરિકામાં તેજી
અમેરિકામાં ધીમે-ધીમે આર્થિક સ્થિતિ ઠીક થવાના કારણે ડોલર અન્ય મુદ્રાઓની સરખામણીએ મજબૂત થઇ રહ્યું છે.

વિદેશી પૂંજી ભંડારનો નાનો આકાર
દેશનું વિદેશી પૂંજી ભંડાર માત્ર સાત મહિનાનો આયાત ખર્ચ ઉઠાવી શકે છે. આ મહિનામાં તેમાં નરમાઇ આવી છે. ભંડાર નાનું થવાના કારણે રિઝર્વ બેન્ક આક્રમક રીતે મુદ્રા બજારમાં હસ્તક્ષેપ નહીં કરી શકે.
આર્થિક વિકાસ દર ઓછા થવા
દેશનો આર્થિક વિકાસ દર 2012-2013માં ઘટીના પાંચ ટકા નોંધાયો છે. આ વર્ષે સ્થિતિમાં વધુ સુધારાની આશા નથી. વિકાસ દર ઓછો રહેવાના કારણે વિદેશી નિવેશક ભારતીય બજારમાંથી પૈસા કાઢી રહ્યાં છે.

પ્રોત્સાહન પેકેજ સમાપ્ત કરવા
અમેરિકામાં મંદી બાદ થોડાક વર્ષોથી જારી વિત્તીય પ્રોત્સાહન પેકેજ સમાપ્ત કરવામાં આવવા અથવા તો ઓછા કરવાના સંકેતથી વિકાસશીલ અર્થવ્યવસ્થાને મળી રહેલી પૂંજી અટકી શકે છે.
પૂંજી નિયંત્રણ
ભારતીય રિઝર્વ બેન્ક અને ભારત સરકાર દ્વારા પૂંજી પ્રવાહને થોડાક સમય માટે નિયંત્રિત કરવાનો નિર્ણયનો અનુકુળ પ્રભાવ પડ્યો નથી, કારણ કે તેનાથી ભારતીય કંપનીઓ વિદેશી નિવેશથી હતોત્સાહિત થશે અને વિદેશી કંપનીઓ પણ ભારતમાં રોકાણ કરવાતી હતોત્સાહિત થશે.

અન્ય બજારોની ચાલ
રૂપિયાની ચાલ બ્રાઝીલ, ઇન્ડોનેશિયા, રશિયા અને દક્ષિણ આફ્રિકે જેવી અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં પણ મુદ્રાઓની ચાલ જેવી છે.
સટોરિયા કારોબારઃ મુદ્રા બજારમાં સટોરિયા કારોબરમાં પણ રૂપિયા પર દબાણ બનેલું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
