Bunker Buster Bomb : શું છે બંકર બસ્ટર બોમ્બ? જાણો કેવી રીતે ઇઝરાયલે તેનાથી હિઝબુલ્લાહ ચીફને ઠાર કર્યો?
Hezbollah Chief Dead : ઇઝરાયલે લેબનાનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર આશરે 80-85 બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા.
આ બોમ્બમાં GBU-72 ફેમિલી અને MK-84 શ્રેણીના હતા. આ બોમ્બની ખાસિયત એ છે કે તે જમીનમાં ઘુસી જાય છે અને અંદર જ વિસ્ફોટ કરે છે.

જો બોમ્બ કોઈ બિલ્ડિંગ કે બંકર પર ફેંકવામાં આવે તો વિનાશ વેરે છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે આ બોમ્બ હિઝબુલ્લાહના પ્રમુખ હસન નસરલ્લાહને ટાર્ગેટ કરતા એક વિશિષ્ટ ઇમારતમાં ફેંક્યા હતા. આ બોમ્બની તાકાત એટલી વિકરાળ છે કે જે સ્થળે બોમ્બ ફેંકાયો હતો ત્યાં 30 ફૂટ ઊંડો ખાડો થઈ ગયો.
GBU-72 બંકર બસ્ટર બોમ્બ સ્ટીલ અને કૉન્ક્રીટની જાડી દિવાલો ભેદીને 30 થી 60 ફૂટ ઊંડાઈ સુધી વિસ્ફોટ કરી શકે છે. 2268 કિલોગ્રામ વજન ધરાવતો આ આધુનિક ગાઇડેડ બોમ્બ છે.
તેનું મુખ્ય કામ બંકર અને સુરંગોમાં વિસ્ફોટ કરવું છે. આ બોમ્બ પહેલાં જમીનમાં છિદ્ર કરે છે અને પછી અંદર જઈ વિસ્ફોટ કરે છે.
GBU-72 બંકર બસ્ટર બોમ્બ અત્યંત શક્તિશાળી છે અને વિસ્ફોટ બાદ જમીનમાં ઊંડું છિદ્ર કરી છે. આ પ્રકારના બોમ્બનો સૌથી વધુ ઉપયોગ વિયેતનામ યુદ્ધમાં થયો હતો.
બોમ્બની ડિઝાઇન એવી છે કે તે તેના વજન અને ગૂરૂત્વાકર્ષણના કારણે ઝડપથી જમીનમાં ઘુસે છે અને વિસ્ફોટ કરે છે. પહેલા જમીનમાં હોલ કરે છે અને અંદર જઈ વિસ્ફોટ કરે છે.
ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ અનુસાર, ઇઝરાયલે બંકર બસ્ટર બોમ્બનો પ્રયોગ હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહને મારવા માટે કર્યો હોવાની પુષ્ટિ કરી છે.
ઇઝરાયલ એરફોર્સના 69માં સ્ક્વોડ્રનના એફ-15આઈ ફાઇટર જેટ્સ દ્વારા આ હુમલો કરાયો હતો. 2,000 પાઉન્ડના બોમ્બ સાથે સજ્જ જેટ વિમાને હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર તબાહી મચાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
