એક ચહેરો જેણે મોદી માટે બનાવ્યો CM થી PM સુધીનો માર્ગ
દહેરાદુન, 15 મે: નરેન્દ્ર મોદી આજે ભલે 'લહેર'ના સહારે સત્તાના સિંહાસનની નજીક પહોંચી ગયા હોય, પરંતુ શું તમે જાણો છો નરેન્દ્ર મોદી પીએમ ઇન વેટિંગ લિસ્ટને સૌથી પહેલાં 'કન્ફર્મ' કોને કર્યું હતું. જો તે વડાપ્રધાન બને તો પદની શપથ લેતાં કદાચ તેમણે ઉત્તરાખંડ અને બાબા રામદેવ બંનેને જરૂર યાદ આવશે.
નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાના સાર્વજનિક એલાન પહેલી વાર ઉત્તરાખંડ જ થયો હતો. હરિદ્વારમાં બાબા રામદેવના પતંજલિ પરિસરમાં 26 એપ્રિલ 2013ના રોજ દેશભરમાં સંતોની હાજરીમાં બાબા રામદેવ પોતે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા. આ સમારોહના લગભગ પાંચ મહિના બાદ ભાજપે તેમની પીએમ પદના ઉમેદવારીની જાહેરાત કરી.

અહીં થઇ હતી 'પીમ' પદની જાહેરાત
પતંજલિ યોગપીઠમાં આર્ચાર્યકુલમ શિક્ષણ સંસ્થાના ઉદઘાટનના અવસર પર નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમાં દેશના ઘણા પ્રમુખ સંતો પણ હાજર હતા. આ કાર્યક્રમમાં જ પહેલી વાર બાબા રામદેવે નરેન્દ્ર મોદીને ભાવિ વડાપ્રધાન તરીકે સંતો સમક્ષ રજૂ કર્યા હતા.

દેશ માટે આશાનું કિરણ
બાબા રામદેવને ભગવાનનું વરદાન ગણાવતાં કહ્યું હતું કે આ સંકટગ્રસ્ત દેશ માટે એક આશાનું કિરણ બનીને આવ્યા છે. નરેન્દ્ર મોદીના રાજમાં દેશમાં ચારિત્રિક વિકાસ અને ભ્રષ્ટાચાર ખતમ થઇ જશે. ત્યારબાદ 9 ઓગષ્ટ, 13ના રોજ દિલ્હીના જંતર-મંતર પર બાબા રામદેવે એક દિવસના અનશનમાં સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી દિલ્હીની સરકાર ન બદલાઇ ત્યાં સુધી તે પોતાના હરિદ્વારા આશ્રમમાં પ્રવેશ કરશે નહી.

સાચી નિકળી બાબા રામદેવની વાત
આને સંયોગ કહો કે બાબા રામદેવના મુખેથી નિકળેલી ભવિષ્યવાણી જ કહીશું કે ત્યારબાદ 13 સપ્ટેમ્બર, 2013ને શુક્રવારના દિવસે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.

નવ મહિનાથી યોગહઠ પર છે બાબા
કેન્દ્રમાં સરકાર બદલવાનો સંકલ્પ લીધા બાદ બાબા રામદેવ બે વખત ઉત્તરાખંડ આવ્યા. 8 એપ્રિલ, 14ના રોજ તેમણે હરિદ્વારમાં પ્રવેશ કર્યા બાદ દેવપ્રયાગમાં હોનારત પીડિતોના બાળકો માટે સ્કૂલ અને છાત્રાવાસનો પાયો નાખ્યો. ત્યારબાદ તે ચૂંટણીના દિવસે 7 મેના રોજ હરિદ્વાર આવ્યા. ત્યાં તેમણે પોતાનો વોટ નાખ્યો.

ભાજપના ખેમમાં જશ્નનો માહોલ
બાબા રામદેવની નજીક સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ તેમણે ચંડી પૂલમાં દિવ્ય પ્રેમ સેવા મિશનના આશ્રમમાં ભોજન કરાવ્યું. બાબા રામદેવે પતંજલિ યોગપીઠમાં પગ માંડ્યો નહી. તાજેતરમાં ભાજપના ખેમામાં જશ્નનો માહોલ છે તે મંત્રિમંડળની જવાબદારીઓ પણ નક્કી થવા લાગી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
