Biggest hijack in history : જાણો દુનિયાના 5 સૌથી મોટા હાઈજેક વિશે, 2 ઘટના ભારત સાથે જોડાયેલી છે
Biggest hijack in history : પાકિસ્તાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ ટ્રેન હાઈજેક કરીને પાકિસ્તાન સરકારની ઉંઘ હરામ કરી છે. બલૂચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કરીને હાઇજેક કરી લીધી છે.
આ ઘટનામાં 400 મુસાફરો સામેલ છે, જેમાં ઘણા સુરક્ષા અધિકારીઓ પણ છે. આતંકવાદીઓએ 100થી વધુ લોકોને બંધક બનાવી લીધા આ હુમલામાં ઘણા લોકોના મોત પણ થયા છે.

વિશ્વભરમાં પ્લેન હાઇજેકની ઘટનાઓ ઘણી વખત જોવા મળી છે. જો કે ટ્રેન હાઇજેકની આ પહેલી મોટી ઘટના છે. આ ઘટનાએ વિશ્વને ચૌકાવ્યુ છે.
દુનિયાના પાંચ સૌથી મોટા હાઈજેક
9/11 હુમલો - 2001
9/11ના હુમલાને ઈતિહાસનું સૌથી ભયાનક હાઇજેક માનવામાં આવે છે. 2001માં અલ કાયદાના આતંકવાદીઓએ ચાર વિમાનોનું હાઈજેકિંગ કર્યું હતું, જેમાંથી બે ફ્લાઈટ્સ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે ટકરાઈ હતી. આ હુમલામાં 3000થી વધુ લોકોના મોત થયા હતા.
એર ઈન્ડિયા કનિષ્ક ફ્લાઈટ 182 0- 1985
જૂન 1985માં એર ઈન્ડિયાની કનિષ્ક ફ્લાઈટ 182ને હાઇજેક કરવામાં આવી હતી. આ વિમાને એટલાન્ટિક મહાસાગર ઉપરથી ઉડાન ભરી રહી હતી. આતંકીઓએ વિમાનમાં બોમ્બ મૂકીને તેને હવામાં ઉડાવી દીધી, જેમાં 329 લોકોના મોત થયા હતા.
IC 814 કંધહાર હાઇજેક - 1999
24 ડિસેમ્બર 1999ના રોજ ભારતની એરલાઇન્સ ફ્લાઇટ IC 814નું હાઇજેકિંગ થયું. પ્લેનને પહેલા પાકિસ્તાન અને ત્યારબાદ કંધહાર લઈ જવામાં આવ્યું. હાઇજેકર્સે ભારત સરકાર સામે 35 આતંકવાદીઓને મુક્ત કરવાની માંગણી રાખી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર પણ સામેલ હતો.
TWA ફ્લાઇટ 847 - 1985
14 જૂન 1985ના રોજ ટ્રાન્સ વર્લ્ડ એરલાઇન્સની ફ્લાઇટ 847નું હાઇજેકિંગ થયું. 17 દિવસ સુધી ચાલેલી આ ઘટના દરમિયાન પ્લેનને બેરૂત અને અલ્જિયર્સમાં બે વખત લેન્ડ કરવામાં આવ્યું હતું.
ઇથોપિયન એરલાઇન્સ ફ્લાઇટ 961 - 1996
1996માં ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટ 961ને ત્રણ ઇથોપિયનો દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. હાઈજેકર્સ ઓસ્ટ્રેલિયામાં રાજકીય આશ્રય ઇચ્છતા હતા. ઈંધણ ખતમ થતાં વિમાન કોમોરોસ દ્વીપ પાસે તૂટી પડ્યું, જેમાં 172માંથી 122 લોકોના મોત થયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
