ભીમા કોરેગાંવઃ શું છે નજરકેદ, ટ્રાંઝિટ રિમાન્ડ.. જેવા શબ્દોનો અર્થ
સુપ્રિમ કોર્ટે જે હાઉસ એરેસ્ટનો ઉલ્લેખ કર્યો છે તે કાયદો શું છે, ચાલો જાઈએ -
પોલિસે મંગળવારે પાંચ બુદ્ધિજીવીઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓની દેશના અલગ અલગ ભાગોમાંથી ધરપકડ કરી હતી. આ છે ડાબેરી વિચારક અને કવિ વરવરા રાવ, વકીલ સુધા ભારદ્વાજ, માનવાધિકાર કાર્યકર્તા અરુણ ફરેરા, ગૌતમ નવલખા અને વરનોન ગોંઝાલવિસ. ધરપકડ કરાયેલ બધા લોકો માનવાધિકાર અને અન્ય મુદ્દાઓ અંગે સરકારના ટીકાકાર રહ્યા છે. તેમના પર આરોપ છે કે તેઓ ભીમા કોરેગાંવ હિંસા ભડકાવવામાં શામેલ હતા. સુપ્રિમ કોર્ટે સુનાવણીમાં ધરપકડ કરાયેલ લોકોને 6 સપ્ટેમ્બર સુધી હાઉસ એરેસ્ટ એટલે કે નજરકેદ રાખવાનો આદેશ આપ્યો છે. ગયા વર્ષે 31 ડિસેમ્બરે દલિતોએ એક મોટી રેલીનું આયોજન કર્યુ હતુ. જે બાદમાં અથડામણમાં બદલાઈ ગયુ જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ. સુપ્રિમ કોર્ટે જે હાઉસ એરેસ્ટનો ઉલ્લેખ કર્યો છે તે કાયદો શું છે, ચાલો જાઈએ -

હાઉસ એરેસ્ટ કે નજરકેદ
ભારતીય કાયદામાં હાઉસ એરેસ્ટનો ઉલ્લેખ નથી. આનો અર્થ માત્ર એટલો થાય છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિ પોતાના ઘરમાંથી બહાર ન નીકળી શકે. આમાં વ્યક્તિને પોલિસ સ્ટેશન કે જેલમાં લઈ જવામાં આવતા નથી. હાઉસ એરેસ્ટ દરમિયાન ધરપકડ કરાયેલ વ્યક્તિ કોની સાથે વાત કરે, કોની સાથે નહિ, આના પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
તેમને માત્ર ઘરના લોકો અને પોતાના વકીલ સાથે વાતચીત કરવાની પરવાનગી આપવામાં આવે છે જેથી આગળ કોઈ ગુનો ન થાય કે પુરાવા કે સાક્ષીઓને આરોપી પ્રભાવિત ન કરી શકે. તે સ્થિતિમાં હાઉસ એરેસ્ટને યોગ્ય માનવામાં આવે છે.

સર્ચ વોરન્ટ
સર્ચ વોરન્ટ એ કાયદાકીય અધિકાર છે જે હેઠળ પોલિસ કે તપાસ એજન્સીને ઘર, મકાન, બિલ્ડીંગ કે પછી વ્યક્તિની તપાસના આદેશ આપવામાં આવે છે. પોલિસ આના માટે મેજિસ્ટ્રેટ કે જિલ્લા કોર્ટમાંથી પરવાનગી માંગે છે. ગુનાના પુરાવા શોધવા માટે કોર્ટમાંથી આની મંજૂરી લેવામાં આવે છે.
ગુનાહિત પ્રક્રિયા સંહિતા 1973 ની કલમ 91, 92 અને 93 હેઠળ તપાસ એજન્સી આની મંજૂરી માંગે છે. જો પોલિસ પોતાના ક્ષેત્રથી બહાર સર્ચ વોરન્ટ ઈચ્છે તો તેને સ્થાનિક કોર્ટનો સંપર્ક કરવાનો રહે છે. સ્થાનિક પોલિસ સ્ટેશનમાં આનો લેખિત ઉલ્લેખ કરવામાં આવે છે. જધન્ય ગુના મામલે પોલિસ સર્ચ વોરન્ટ વિના તપાસ કરી શકે છે.
જો આરોપીની ધરપકડ કરવાની જરૂર હોય તો પોલિસને તપાસનો અધિકાર હોય છે. જો કોઈ બિલ્ડીંગમાં માત્ર સ્ત્રીઓ રહેતી હોય તો સૂરજ ડૂબ્યા બાદ અને સૂર્યોદય પહેલા તપાસ કરી શકાતી નથી.

એરેસ્ટ વોરન્ટ કે ધરપકડના આદેશ
કોઈ આરોપીની ધરપકડ કરવા માટે કોર્ટ અરેસ્ટ વોરન્ટ જારી કરે છે. અરેસ્ટ વોરન્ટ હેઠળ સંપત્તિની તપાસ કરી શકાય છે અને તેને જપ્ત પણ કરી શકાય છે. ગુનો કયા પ્રકારનો છે તેના આધાર પર તે જામીન અને બિન જામીનપાત્ર બની શકે છે. જો પોલિસને પોતાના નિર્ધારિત ક્ષેત્રની બહાર ધરપકડ કરવાની હોય તો તેણે સ્થાનિક પોલિસનો સહકાર લેવો જરૂરી છે.
આ અંગે સ્થાનિક પોલિસ સ્ટેશનમાં લેખિત ઉલ્લેખ કરવામાં આવે છે. કોગ્નીઝેબલ ગુના મામલે પોલિસ આરોપીની અરેસ્ટ વોરન્ટ વિના ધરપકડ કરી શકે છે. પોલિસે ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકની અંદર કોર્ટમાં હાજર કરવાનો હોય છે. કલમ 41 હેઠળ પોલિસને ધરપકડ કરાયેલ વ્યક્તિની જામીનની પ્રક્રિયા જણાવવાની હોય છે. તેને આનાથી સંબંધિત બીજી જાણકારી પણ આપવાની હોય છે.
સીઆરપીસીની કલમ 41 હેઠળ પોલિસ કોઈની ધરપકડ ત્યારે જ કરી શકે જ્યારે તેની સામે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી હોય કે કોઈ આધારભૂત પુષ્ટિ મળી હોય. ધરપકડ તે ફરિયાદ હેઠળ કરી શકાય છે જે સાબિત થવા પર સાત વર્ષથી વધુની સજા હોય. ધરપકડ તે સ્થિતિમાં કરવામાં આવે છે જેમાં શંકા હોય છે કે આરોપી આગળ ગુનાને અંજામ આપી શકે છે કે પુરાવા કે તપાસને પ્રભાવિત કરી શકે છે.
આ કાયદા હેઠળ પોલિસને ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ અંગે જણાવવાનું હોય છે. 41D ધરપકડ કરાયેલ વ્યક્તિને એ અધિકાર આપે છે કે પોલિસ પૂછપરછ દરમિયાન તે પોતાના વકીલનો સંપર્ક કરી શકે.

ટ્રાંઝિટ રિમાન્ડ કે પ્રત્યાર્પણની માંગ
ધરપકડના 24 કલાકની અંદર આરોપીને સંબંધિત કોર્ટમાં હાજર કરવાનો હોય છે. જો ધરપકડ ક્ષેત્રની બહાર થઈ હોય કે કોર્ટમાં હાજર કરવામાં સમય વધુ લાગી શકે તેમ હોય તો સ્થાનિક કોર્ટમાં ટ્રાંઝિટ રિમાન્ડ માટે રજૂઆત કરવામાં આવે છે. સીઆરપીસીની કલમ 76 મુજબ એ જરૂરી હોય છે. મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી ટ્રાંઝિટ રિમાન્ડ મળ્યા બાદ જ પોલિસ ધરપકડ કરાયેલ વ્યક્તિને પોતાના ક્ષેત્રમાં લઈ જઈ શકે છે.

હેબિયસ કોર્પસ
ભારતીય બંધારણના અનુચ્છેદ 226 માં હેબિયસ કોર્પસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ એક લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે કે ‘તમારી પાસે શરીર છે.' જો કોઈ વ્યક્તિને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હોય, તેને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યો હોય અને 24 કલાકની અંદર તેને કોર્ટમાં હાજર કરવામાં ન આવ્યો હોય તો ધરપકડ કરાયેલ વ્યક્તિનો કોઈ નજીકનો દોસ્ત કે પરિવારનો સભ્ય કોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી શકે છે.
અરજી બંધારણીય કોર્ટ, હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં કરી શકાય છે. આના પર સુનાવણી એ જ દિવસે કરવામાં આવી શકે છે જે દિવસે અરજી કરવામાં આવી હોય. કે પછી જરૂર પડ્યે જજના ઘરે પણ કરવામાં આવી શકે છે.

ગેરકાયદેસર ગતિવિધિઓ પ્રતિબંધક કાયદો (UAPA)
ગેરકાયદેસર ગતિવિધિઓ કાયદો વર્ષ 1962 માં દેશના સાર્વભૌમત્વ અને એકતાના સંરક્ષણ માટે બનાવવામાં આવ્યો હતો. તેને 2004 બાદ લાગૂ કરવામાં આવ્યો છે. કટ્ટરપંથી કે ગેરકાયદેસર ગતિવિધિઓને સમર્થન આપવાની શંકામાં આ કાયદા હેઠળ વોરન્ટ વિના કોઈની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.
જો સરકાર એમ સમજતી હોય કે વ્યક્તિનો સંબંધ કોઈ કટ્ટરપંથી સંગઠન કે પ્રતિબંધિત સંસ્થા સાથે છે તો આ કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાય છે આ કાયદા હેઠળ સામાનની જપ્તી કરી શકાય છે.
આ વિશેષ કાયદા હેઠળ પોલિસને છ મહિનાની અંદર આરોપપત્ર દાખલ કરવાનો હોય છે જ્યારે સામાન્ય કાયદા હેઠળ આરોપ પત્ર ત્રણ મહિનાની અંદર દાખલ કરવો જરૂરી હોય છે. આ કાયદા હેઠળ જામીન મળવા અઘરા હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
