''આવી નાભિ ધરાવતી સ્ત્રીઓ જલદી બને છે ગર્ભવતી''
બેંગ્લોર, 20 જુલાઇ: નાભિ જેને અંગ્રેજીમાં બેલી બટન કહીએ છીએ પેટ પર એક ઉંડુ નિશાન હોય છે, જે નવજાત શિશુના ગર્ભનાલને અલગ કરવાથી બને છે. ગર્ભધારક સ્તનપાનીઓમાં નાભિ હોય છે. મનુષ્યોમાં તે સ્પષ્ટ જોવા મળે છે. નાભિ, પેટ પર એક મહત્વપૂર્ણ નિશાન હોય છે, કારણ કે તેની સ્થિતી માણસોમાં અપેક્ષાકૃત સમાન હોય છે. નાભિની કક્ષાએ કમરની આસપાસની ત્વચા દસમા વક્ષની કરોડરજ્જુની નસ દ્વારા પુરી પાડવામાં આવે છે. સામાન્ય રીતે નાભિ પોતે એક ઉર્ધ્વાધર સ્તર પર રહે છે.
મનુષ્યોમાં આ નિશાન એક ખાડા સમાન જોવા મળે છે કે આ એક ઉપસેલા રૂપમાં જોવા મળે છે. જો કે તેને બે શ્રેણીઓમાં વિભાજીત કરી શકાય છે, નાભિઓ વાસ્તવમાં અલગ-અલગ લોકોમાં માપ, આકાશ, ઉંડાઇ/લંબાઇ અને સમગ્ર સ્વરૂપના મુદ્દે વ્યાપક રૂપમાં અલગ-અલગ હોય છે. એક જેવા દેખાતા જુડવા લોકોમાં કોઇ અન્ય ચિહ્નના અભાવમાં ઓળખ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
નાભિ સાથે જોડાયેલા આ તથ્યો પછી હવે અમે વાત કરીશું સામુદ્રિક શાસ્ત્રની, જે ભારતીય જ્યોતિષનું અભિન્ન અંગ છે. તેના આધારે વિભિન્ન અંગોની સરંચનાને જોઇએ તમે વ્યક્તિ વિશે આંકલન કરી શકે છે. આજે અમે તમને જણાવ્યું કે કોઇ સ્ત્રીની નાભિને કેવી રીતે વાંચી શકાય. લખનઉના પં. અનુજ કે શુક્લા મહિલાઓની નાભિના આધારે તેના વ્યક્તિત્વનું આંલકન કરી રહ્યાં છે. નાભિ પર આધારિત સ્ત્રીની વ્યાખ્યા તમે સ્લાઇડરમાં જોઇ શકો છો.

જો નાભિ લંબગોળ તથા વક્રિય હોય તો
જો કોઇ સ્ત્રીની નાભિ લંબગોળ છે એટલે સ્થાયી અને વક્રિય છે તો તે ખૂબ બહાદૂર હોય છે, તે પોતાના કામ પ્રત્યે ઘણી રૂચિ ધરાવે છે. જીવનમાં પરફેક્શન પસંદ કરે છે.

ગોળાકાર નાભિ
જો કોઇ સ્ત્રીની નાભિ ગોળાકાર છે તો તે જમીન સાથે જોડાયેલી મહિલાઓ હોય છે. ખૂબ જ દયાળુ તથા ઇમાનદાર હોય છે. સ્વાસ્થ્ય સારું રહે છે અને ખૂબ ઝડપથી વિચારે છે.

કેન્દ્રથી દૂર નાભિ
જો કોઇ મહિલાની નાભિ કેન્દ્રથી થોડી દૂર છે તો તે મહિલા ખૂબ વાતોડી હોય છે. રમત-ગમત ક્ષેત્રે ખૂબ ઉંચાઇએ પહોંચે છે. અને સાથે જ ઘણી મૂડી હોય છે.

આડી નાભિ
જો કોઇ મહિલાની નાભિ આડી હોય છે તો તે મહિલાને સમજવી દરેકના વશની વાત નથી. બીજાની વાતનો ખૂબ જ જલદી ખોટો અર્થ નિકાળી લે છે. બીજાની નબળાઇઓને શોધવામાં માહિર હોય છે.

અંદરની તરફ નાભિ
જો કોઇ મહિલાની નાભિ અંદરની તરફ હોય અને કોનકેવ ષષ્ઠકોણ આકરની હોય છે એ મહિલાઓ ખૂબ પ્યારી હોય છે, ભાવુક અને સામેવાળા વ્યક્તિનું ધ્યાન રાખનાર હોય છે. પરંતુ તેમને મોટી બિમારી જલદી લાગૂ પડી જાય છે.

બહારની તરફ નીકળેલી નાભિ
જો કોઇ મહિલાની નાભિ બહારની તરફ હોય છે, તો તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. સકારાત્મક વિચારસણી ધરાવે છે અને દરેક મુદ્દે ખૂબ જ ઉત્સાહિત થઇ જાય છે.

નાભિની અંદરનો પોઇન્ટ થોડો અંદરની તરફ હોય
જો નાભિની વચ્ચેનો પોઇન્ટ થોડો અંદરની તરફ હોય તો તે મહિલાઓને બે-ત્રણ બાળકો હોય છે. તે સરળતાથી ગર્ભવતી થઇ જાય છે.

નાભિની ગમે તેવી હોય પરંતુ તેનો વચ્ચેનો પોઇન્ટ બહાર હોય
ભલે નાભિ ગમે તેવી હોય પરંતુ તેની વચ્ચેનો પોઇન્ટ બહાર છે તો તે મહિલાને બાળકો તો હોય છે, પરંતુ તેમને વિશ્વાસમાં લેવામાં સમસ્યાઓ આવે છે. કેટલાક મામલાઓમાં આવી મહિલાઓ મા બનવાથી વંચિત રહી જાય છે.

નાભિની અંદરનો પોઇન્ટ ખૂબ અંદરની તરફ હોય
જો નાભિનો વચ્ચેનો પોઇન્ટ ખૂબ અંદરની તરફ હોય તો તે મહિલાઓને બે કે ત્રણ બાળકો હોય છે. તે ખૂબ જ સરળતાથી ગર્ભવતી બની જાય છે.

નાભિ ખૂબ અંદરની તરફ છે
જો કોઇ મહિલાની નાભિ ખૂબ અંદરની તરફ હોય છે, તો તે ચાર કે તેથી વધુ બાળકોની માતા બની શકે છે.

જો નાભિ ખૂબ સંવેદનશીલ અથવા નાજુક હોય
જો મહિલાની નાભિ ખૂબ સંવેદનશીલ અથવા નાજુક છે તો તે મહિલા હસવાનું પસંદ કરે છે. આવી મહિલાઓ તમને હસવા પર મજબૂર કરી શકે છે.

જો નાભિ સંવેદનશીલ ના હોય
જો મહિલાની નાભિ સંવેદનશીલ અથવા નાજુક નથી તો આવી મહિલાઓને મનાવવી કઠિન હોય છે. તે જેટલી ભાવનાશીલ હોય છે એટલી કઠોર પણ.

જો નાભિ થોડી સંવેદનશીલ હોય
જો મહિલાની નાભિ થોડી સંવેદનશીલ છે તો તે ભાવનાશીલ હોવાની સાથે-સાથે મૂડી પણ હોય છે. તે પોતાની આસપાસના વાતાવરણ સારું બનાવવાનો પ્રયત્ન કરતી રહે છે.

ઉંડી અને ગોળ નાભિ
સમુદ્રશાસ્ત્રના અનુસાર જે લોકોની નાભિ ફેલાયેલી, ઉંડી અને ગોળ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવા લોકોના ઘરમાં લક્ષ્મી સદૈવ નિવાસ કરે છે. ધર ધન-ધાન્યથી ભરેલું રહે છે. ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

કમળની કર્ણિકા સમાન નાભિ
જેમની નાભિ કમળની કર્ણિકા સમાન સુંદર હોય છે તે રાજા સમાન ઐશ્વર્ય અને વૈભવ પ્રાપ્ત કરનાર હોય છે. જેમની નાભિ નમેલી હોત તે બુદ્ધિમાન હોય છે. તે પોતાની યોગ્યતાથી સમાજમાં તથા કુળમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.

ડાબી તરફ નમેલી નાભિ
જેની નાભિ ડાબી તરફ નમેલી હોય તે વ્યક્તિને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. આવા વ્યક્તિ તણાવ અને ચિંતાઓ પર વિજય મેળવવાનું જાણે છે.

નાની નાભિ
નાભિનો નાનો આકાર શુભ હોતો નથી. આવ લોકોને જીવનમાં વારંવાર કષ્ટનો સામનો કરવો પડે છે.

નીચેની તરફ નમેલી નાભિ
જે વ્યક્તિની નાભિ નીચેની તરફ નમેલી હોય તે વ્યક્તિને સચેત રહેવું જોઇએ. તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
