બેંક લોકરમાં આ વસ્તુઓ રાખતા પહેલા વિચારી લેજો, ચોરાઈ કે લૂંટાઈ ગઈ તો બેંક જવાબ નહીં આપે
હવે બેંક લોકરમાં લોકો પોતાની તમામ વસ્તુઓ બિંદાસ્ત રાખી રહ્યા છે. જો કે મોટાભાગના લોકો બેંક લોકર સાથે જોડાયેલા ઘણા નિયમો નથી જાણતા અને તેમની વસ્તુઓ ચોરાઈ કે લૂંટાઈ તો બધુ ગુમાવવાનો વારો આવે છે.
લોકરને લઈને આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, લોકર કરારને હાલના તમામ લોકર ધારકો દ્વારા અનુસરવામાં આવે છે. આરબીઆઈએ લોકર કરારોને વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવા માટે 31 ડિસેમ્બર 2023 ની સમયમર્યાદા નક્કી કરી છે.

બેંક લોકરનો ઉપયોગ માત્ર કાયદેસરના હેતુઓ માટે જ થઈ શકે છે. આમાં કિંમતી ઝવેરાત અને દસ્તાવેજો રાખી શકાય છે. લોકરમાં કોઈ રોકડ અથવા ચલણ રાખવાની પરવાનગી નથી.
એસબીઆઈના નવા લોકર નિયમો અનુસાર, લોકરનો ઉપયોગ માત્ર કાયદેસરના હેતુઓ માટે જ થઈ શકે છે. દાગીના અને દસ્તાવેજો જેવી કિંમતી વસ્તુઓના સંગ્રહ માટે અને કોઈ રોકડ અથવા ચલણ સ્ટોર કરવા માટે નહીં.
PNB અનુસાર, શસ્ત્રો, વિસ્ફોટકો, દવાઓ અથવા કોઈપણ પ્રતિબંધિત સામગ્રી, કોઈપણ નાશવંત સામગ્રી અથવા કિરણોત્સર્ગી કિરણો ઉત્પન્ન કરતી સામગ્રી અથવા કોઈપણ ગેરકાયદેસર પદાર્થ કે જે બેંક અથવા તેના કોઈપણ ગ્રાહકોને કોઈ જોખમ ઊભું કરી શકે તેને લોકરમાં રાખી શકાય નહીં.
લગભગ તમામ બેંકોમાં સમાન નિયમો છે. તમામ બેંકોમાં એક વાત સામાન્ય છે કે તેઓ એવી બાબતોને સ્વીકારતી નથી જેનાથી ખતરો હોય. આરબીઆઈએ તમામ બેંકોને લોકરને મંજૂરી આપતા પહેલા ગ્રાહકોને નિયમો વિશે જાણ કરવા કહ્યું છે. જો તમારી પાસે આ વિશે માહિતી નથી તો તમે બેંકમાં જઈને પણ માહિતી મેળવી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
