Bakrid 2023: ઈસ્લામમાં કયા લોકોએ કુર્બાની કરવી જરુરી છે? જાણો ઈદ ઉલ અજહાના નિયમો
Bakrid 2023: ઈદ-ઉલ-અઝહાનો તહેવાર મુસ્લિમોના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તેને બકરી ઈદ પણ કહેવામાં આવે છે. બકરી ઈદ પર, મુસ્લિમ સમુદાયના લોકો અલ્લાહની રાહમાં પ્રાણીઓની કુર્બાની આપે છે. ઈસ્લામિક ચંદ્ર કેલેન્ડર મુજબ, ઈદ ઉલ અઝહા 12માં મહિનાની 10મી તારીખે ઉજવવામાં આવે છે.
આ વખતે ભારતમાં ઈદ-ઉલ-અઝહા 29 જૂને મનાવવામાં આવશે. પરંતુ મુસ્લિમો માટે કુર્બાનીના કેટલાક નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી છે. એ જાણવું પણ જરૂરી છે કે કુર્બાની કરવી કોની ફરજ છે.

કુર્બાની એ પણ અલ્લાહ પાકની ઈબાદત છે, હઝરત મોહમ્મદની એક હદીસ છે કે અલ્લાહને કુર્બાનીના દિવસોમાં કુર્બાની કરતાં વધુ કંઈ પ્રિય નથી.
કુર્બાનીના દિવસોમાં શાહીબે નિશાબ (આર્થિક રીતે મજબૂત) દરેક મુસ્લિમ પર કુર્બાની ફરજિયાત છે, શાહીબે નિશાબ એ દરેક વ્યક્તિને કહેવામાં આવે છે જેની પાસે સાડા બાવન તોલા ચાંદી હોય અથવા સાડા બાવન તોલા ચાંદીની કિંમત જેટલું સોનું હોય, આ સાથે ધંધામાં એટલા પૈસા હોવા જોઈએ કે તે સાડા બાવન તોલા ચાંદીનો માલિક બની જાય. તેના પર કુર્બાની વાજબી છે.
કુરબાની માન્ય રાખવા માટે કેટલી શરતો
1. તે પુખ્ત હોવો જોઈએ. 2. શહીબ નિશાબ હોવો જરૂરી છે. 3. કુર્બાની આપનાર વ્યક્તિ મુસ્લિમ હોવો જોઈએ. 4. બલિદાન આપનાર વ્યક્તિ યાત્રામાં ન હોવો જોઈએ. 5. કુર્બાની કરાવનાર વ્યક્તિ બુદ્ધિશાળી હોવો જોઈએ, મંદ બુદ્ધિ પર તે વાજબી નથી.
મુસલમાનો તેમની યથાશક્તિ મુજબ કોઈપણ કિંમતના, સસ્તા કે મોંઘા પ્રાણીઓની કુર્બાની કરી શકે છે. કુર્બાનીનો અર્થ પ્રાણીઓની કિંમત નથી હોતો.
બકરા જેવા પ્રાણીની કુર્બાની ફક્ત એક જ નામથી આપવામાં આવે છે. બીજી બાજુ, ભેંસ અને ઊંટ જેવા મોટા પ્રાણીઓમાં સાત લોકોનો હિસ્સો હોય છે.
કુર્બાનીના માંસને ઇસ્લામ અનુસાર ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. આમાં, એક ભાગ પરિવારને, એક ભાગ સંબંધીઓને અને એક ભાગ ગરીબોને વહેંચવામાં આવે છે. તહેવાર પર કોઈ ગરીબ વ્યક્તિ માંસથી વંચિત ન રહે અને લોકો તહેવારને સારી રીતે ઉજવી શકે તે માટે કુર્બાનીનુ માંસ ગરીબોને વહેંચવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
