B'day Special: અહીં પગ મૂકતાં પહેલાં કક્કો શિખી લેજો, નહીંતર ગોથે ચડશો
ગાંધીનગર, 2 ઓગષ્ટ: આજે તમે કોઇપણ શહેરના ફક્ત માર્ગોનો નકશો તમારા હાથમાં પકડશો તો તમને ગુંચવાઇ જશો. ક્યાંક આડી-અવડી ગલીઓ સાપસીડી જેવા માર્ગોને જોઇને તમારું દિમાજ ચકરાવે ચડી જશે. અમે હારી થાકીને નકશો પડતો મુકીને કોઇ સ્થાનિક વટેમાર્ગુની સલાહ પ્રમાણે ચોક્કસ સ્થાને જવાનું પસંદ કરશો પરંતુ ગાંધીનગર એક એવું સુઆયોજીત શહેર છે જ્યાં તેના મુખ્ય ૧૪ રસ્તાઓ સીધા છે.
દર પોણો કિલોમીટરે આવતા ઉભા રસ્તા અને એક એક કિલોમીટરે આવતા આડા રસ્તાઓ નગરરચનાનું મૂળભૂત માળખું પૂરૂ પાડે છે. સવારે કે, સાંજે સૂર્ય સામે ન આવે તે માટે નગરના મુખ્ય રસ્તાઓ 30 પૂર્વે અને આડા રસ્તાઓ ઉત્તરથી 60 પશ્વિમે રાખવામાં આવ્યા છે.
જ-રોડ સાબરમતી નદીના વળાંક પ્રમાણે બીજના ચંદ્ર જેવા આકારે બનાવવામાં આવ્યો છે. આ રોડ શહેરના પૂર્વ ભાગે આવેલો છે. શહેરની હદ પાસે આવેલા અને સીટીના કેન્દ્ર તરફ જતા રસ્તાઓની તરફ પ્રવેશમાર્ગોની પહોળાઇ 65 મીટર અને સરકારી કચેરીઓ તરફ જતાં ઘ-5 રોડ અને જ-રોડ 100 મીટર પહોળા છે. આ ત્રણેય રસ્તા (ઘ-ચ-જ-રોડ) પર અવરજવર માટેની લેનો અલગ-અલગ છે. હવે આ માર્ગો 6 લેન બનાવવામાં આવ્યા છે.
ગાંધીનગરની સ્થાપનાની ઇંટ મૂક્યાના પાંચ વર્ષ બાદ 1 મે 1970ના રોજ ગાંધીનગરને રાજધાનીનું ગૌરવ પ્રાપ્ત થયું. આ નગરના વાસ્તુકાર લા કાર્બોજિયઇ હતા, જેમને ચંદીગઢનો નકશો બનાવ્યો હતો. રાજધાની બનતાંની સાથે આ શહેરે વિકાસનો અધ્યાય શરૂ કરી દિધો.

ક્રમાંક અને કક્કાવારી પ્રમાણે નામ
શહેરના રસ્તાઓનું નામાંકરણ કોઇ વ્યક્તિવિશેષોનાં નામે ન કરવામાં આવતાં ઉભા રસ્તાઓને ક, ખ, ગ, ઘ, ચ અને જ જ્યારે આડા રસ્તાઓને રોડ નં.1,2,3,4,5,6 અને 7 એવા નામ આપવામાં આવ્યા છે.

સહેલું હોવાછતાં અવળેપાટે ચડે છે લોકો
ઉભા આડા રસ્તા એકબીજાને છેદે ત્યાં બનતા જંકશનને બે રોડના સંયુકત નામે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ચ-રોડ અને રોડ નં.5નું જંકશન ચ-5 તરીકે ઓળખાય છે. આ પ્રકારના નામથી શહેરના કયા ભાગમાં આપ ઉભા છો તે જાણવું સહેલું બની જાય છે.

મહાન વિભુતીઓ ઉપરથી રાજમાર્ગો
મહાપાલિકા બન્યા પછી સરકાર દ્વારા ક્કકો-બારાક્ષરીના બદલે ગુજરાતની મહાન વિભુતીઓ ઉપરથી રાજમાર્ગો અને સર્કલોનું નામાંકરણ કરવામાં આવ્યું છે. જે લોકોને યાદ રાખતાં વર્ષો લાગી જશે.

સુઆયોજીત નગર
ગાંધીનગર એક એવું સુઆયોજીત શહેર છે જ્યાં તેના મુખ્ય ૧૪ રસ્તાઓ સીધા છે.

તડકાથી રક્ષણ
દર પોણો કિલોમીટરે આવતા ઉભા રસ્તા અને એક એક કિલોમીટરે આવતા આડા રસ્તાઓ નગરરચનાનું મૂળભૂત માળખું પૂરૂ પાડે છે. સવારે કે, સાંજે સૂર્ય સામે ન આવે તે માટે નગરના મુખ્ય રસ્તાઓ 30 પૂર્વે અને આડા રસ્તાઓ ઉત્તરથી 60 પશ્વિમે રાખવામાં આવ્યા છે.

મહાન વિભુતીઓ ઉપરથી રાજમાર્ગો
મહાપાલિકા બન્યા પછી સરકાર દ્વારા ક્કકો-બારાક્ષરીના બદલે ગુજરાતની મહાન વિભુતીઓ ઉપરથી રાજમાર્ગો અને સર્કલોનું નામાંકરણ કરવામાં આવ્યું છે. જે લોકોને યાદ રાખતાં વર્ષો લાગી જશે.

સરળ છતાં ગોથે ચડે છે લોકો
ઉભા આડા રસ્તા એકબીજાને છેદે ત્યાં બનતા જંકશનને બે રોડના સંયુકત નામે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ચ-રોડ અને રોડ નં.5નું જંકશન ચ-5 તરીકે ઓળખાય છે. આ પ્રકારના નામથી શહેરના કયા ભાગમાં આપ ઉભા છો તે જાણવું સહેલું બની જાય છે.

રસ્તાની કમાલ
સવારે કે, સાંજે સૂર્ય સામે ન આવે તે માટે નગરના મુખ્ય રસ્તાઓ 30 પૂર્વે અને આડા રસ્તાઓ ઉત્તરથી 60 પશ્વિમે રાખવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?

Click it and Unblock the Notifications