જ્યોતિષ: કોંગ્રેસમાં મોટો ચમત્કાર કરી નહી શકે પ્રિયંકા ગાંધી
[પં. અનુજ કે શુક્લ] કોંગ્રેસ ભષ્ટ્રાચારની હોડીમાં બેસીને વિકાસનો દરિયો પાર કરવા કરવા દિલ્હી પર ત્રીજીવાર ઝંડો ફરકાવવાનું સપનું જોઇ રહી છે. પરંતુ જે ભ્રષ્ટાચાર રૂપી હોડી પર સવાર થઇને તે યાત્રા કરી રહી છે, તેનો નાવિક દિશા અને દશાને નક્કી કરવામાં અસક્ષમ હોય એવું લાગે છે. એવામાં કોંગ્રેસને ભય છે કે પોતાની હોડી ડૂબી ન જાય? જેને બચાવવા માટે હેડક્વાર્ટરથી બીજો નાવિક મોકલવામાં આવી રહ્યો છે.
મોટા તાજા સમાચાર એ છે કે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાવિ વડાપ્રધાન પદના રૂપમાં રજૂ કરીને ભારતની ભાવુક જનતાને આકર્ષવાનો પ્રયત્ન કરશે. જનતા જનાર્દન છે, એ તો સત્ય છે, પરંતુ જનતા રાજકારણ પ્રત્યે જાગૃત નથી. આ એક ઘોર વિડંમબણા પણ છે. કદાચ એટલા માટે ચૂંટણીના થોડા સમય પહેલાં રાજકીય પક્ષો જનતાની સ્વાર્થી નસોને તપાસી રહ્યાં છે અને તેમાં ઘણાં હદે સફળતા પણ મળી છે.
આવો એક નજર પ્રિયંકા ગાંધીની કુંડળી પર કરીએ અને જોઇએ કે કોંગ્રેસ માટે કેટલી ફાયદાકારક સાબિત થશે?

પ્રિયંકામાં અદભૂત ક્ષમતા
પ્રિયંકાનો જન્મ તુલા લગ્ન અને વિશાખા નક્ષત્રમાં થયો છે. તુલા રાશિ એક ચર રાશિ છે, જેનો સ્વામી શુક્ર છે. જેના લીધે સમતોલન તથા ધારદાર દિમાગની સાથે-2 તર્કશીલ બુદ્ધિની ધની છે. તમારી સલાહ અને દિશા વધુ સમય સુધી સ્થાયી રહેશે નહી. કોઇપણ મહત્વપૂર્ણ કાર્યમાં પ્રવેશવાની પહેલ કરવાની તથા ક્રિયાઓનો અંદાજો લગાવવાની તમારામાં અદભૂત ક્ષમતા છે.

પ્રિયંકાનો વિશાખા નક્ષત્રમાં જન્મ
વિશાખા નક્ષત્રમાં જન્મ થયો હોવાથી સ્વભાવમાં નમ્રતા તથા ભાષણ કલામાં ચતુરતા પ્રાપ્ત છે. આકર્ષક, પરંપરાવાદી અને સ્વતંત્ર વિચારધારાના તમે ધની છે. તૃતિયનો સૂર્ય દ્રઢ ઇચ્છા શક્તિ તથા સ્થિર સ્વભાવનો માલિક બને છે અને ચૂંટણી લડવા અથવા કોઇપણ સ્થળ પર આધિપત્ય અપાવે છે. તમારા અધીનસ્થ પ્રેમ પૂર્વક કાર્ય કરનાર હશે.

પ્રિયંકાને મળી શકે છે મોટી જવાબદારી
વર્તમાનમાં પ્રિયંકાની જન્મપત્રિકામાં બુધની મહાદશામાં ચંદ્રની અંત્ર દશા ચાકી રહી છે, જે જાન્યુઆરી 2014 સુધી રહેશે. ચંદ્ર દશમેશ થઇને લગ્ન ભાવમાં સ્થિત છે. અંતે આ કાર્યકાળમાં પ્રિયંકાને સંગઠનની કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

પ્રિયંકા વિરોધીઓને જડબાતોડ જવાબ આપશે
ફેબ્રુઆરી 2014થી બુધની દશામાં મંગળની અંતરદશા શરૂ થાય છે. મંગળ બીજા તથા સાતમા ભાવનો માલિક થઇને છઠ્ઠા ભાવમાં બેસીને શત્રુહંતા યોગનું નિર્માણ કરી રહ્યો છે. બીજો ભાવ વાણીનો કારક હોય છે તથા સાતમો ભાવ સંકેતક હોય છે. એટલા માટે આગામી લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા આખા દેશમાં સભાઓ કરીને પોતાની વાણીથી જનતાને આકર્ષવાનો તથા વિરોધીઓને જડબાતોડ જવાબ આપવાનો પ્રયત્ન કરશે. ફેબ્રુઆરી મહિનામાં પ્રિયંકા ગાંધીના ફેફસામાં સંક્રમણ થવાની આશંકા જોવા મળી રહી છે.

પ્રિયંકા કોંગ્રેસ માટે બની શકે સહારો
કોંગ્રેસની રાશિ મિથુન છે તથા પ્રિયંકાની રાશિ કન્યા છે. આ બંને રાશિઓનો સ્વામી પરસ્પર મૈત્રી ભાવ ધરાવે છે, એટલા માટે પ્રિયંકાની મહેનત કોંગ્રેસના ડૂબતા જનાધારને તણખલાનો સહારો સાબિત થઇ શકે છે, પરંતુ કોઇ મોટો ચમત્કાર થવો અસંભવ જોવા મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
