Assembly elections in 2025 : 2025 માં ભારતના આ રાજ્યોમાં ચૂંટણી યોજાશે
Elections in 2025 : 2025 ની શરૂઆત થતાની સાથે જ ભારતમાં દરવર્ષની જેમ ચૂંટણીઓની પણ શરૂઆત થઈ ગઈ છે. દિલ્હી સાથે સાથે આ વર્ષે ભારતમાં ઘણી ચૂંટણીઓ યોજાશે.
ઈલેક્શન કમિશને દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામો જાહેર કરાશે.

દિલ્હી સિવાય અન્ય રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ વર્ષે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીઓ પણ યોજાવાની છે.
દિલ્હી પછી બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે. સૂત્રોનું માનીએ તો, બિહારમાં ચૂંટણી બે થી ત્રણ તબક્કામાં પૂર્ણ થઈ શકે છે. બિહારની ચૂંટણીને હજુ સમય હોવા છતાં અહીં રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
તમામ પક્ષો મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2020 માં બિહારમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ ત્રણ તબક્કામાં યોજાઈ હતી. અહીં NDA 243 બેઠકોમાંથી 125 બેઠકો સાથે સત્તામાં છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી ઉપરાંત આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીઓ પણ યોજાવાની છે. આમાં સૌથી ચર્ચિત બેઠક ઉત્તર પ્રદેશની મિલ્કીપુર વિધાનસભા બેઠક છે. આ બેઠક અયોધ્યા (ફૈઝાબાદ) લોકસભા બેઠક હેઠળ આવે છે.
અહીંથી સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદે ચૂંટણી જીતીને બધાને ચોંકાવી દીધા હતા. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરની બે બેઠકો, ગુજરાત, કેરળ અને તમિલનાડુ વિધાનસભાની એક-એક બેઠકનો સમાવેશ થાય છે.
આ વર્ષે પશ્ચિમ બંગાળની બશીરહાટ લોકસભા બેઠક પર આ વર્ષે પેટાચૂંટણી થઈ શકે છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા હાજી નુરુલ ઇસ્લામ બશીરહાટના સાંસદ હતા. તેમનું 25 સપ્ટેમ્બર 2024 ના રોજ અવસાન થતા આ બેઠક ખાલી પડી છે. ચૂંટણી પંચ આ વર્ષે આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
