Artificial rain : કેવી રીતે કરાવાય છે આર્ટિફિશિયલ વરસાદ? જાણો કેટલો આવે છે ખર્ચ?
Artificial rain : દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદુષણને પગલે આર્ટિફિશિયલ વરસાદ કરાવવાની માંગ થઈ રહી છે. માંગ થઈ રહી છે કે સરકાર પાસે હવે બીજો કોઈ રસ્તો નથી.
દિલ્હીના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે આર્ટિફિશિયલ વરસાદ કરાવવાની માંગ કરી છે. આના માટે તેમને કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો છે.

ગોપાલ રાયે કહ્યું છે કે ઉત્તર ભારત ધુમ્મસમાં લપેટાયેલું છે. આ ધુમ્મસથી છુટકારો મેળવવા માટે આર્ટિફિશિયલ વરસાદ જ એકમાત્ર ઉપાય છે. તેમણે દિલ્હીની સ્થિતિને મેડિકલ ઈમરજન્સી ગણાવી છે.
અહીં તમને સવાલ એ થાય કે આખરે આર્ટિફિશિયલ વરસાદ કેવી રીતે થાય અને તેના માટેની શું પ્રકિયા હોય અને કેવો ખર્ચ આવે?
આર્ટિફિશિયલ વરસાદને ક્લાઉડ સીડીંગ તરીકે ઓળખવામાં આવે છે, તે એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આનાથી વાદળોમાં કૃત્રિમ રીતે વરસાદ કરવામાં આવે છે. આ ટેકનિક કુદરતી રીતે વરસતા વરસાદ જેવી જ છે, પરંતુ આમાં વાદળોમાં કૃત્રિમ તત્વો ઉમેરવામાં આવે છે જેથી વરસાદ થઈ શકે.
આ પ્રક્રિયામાં વાદળોમાં નેટ્રીયમ ક્લોરાઈડ, સિલ્વર આયોડાઈડ અથવા પોટેશિયમ આયોડાઈડ જેવા કૃત્રિમ તત્વો ઉમેરીને વાદળોમાં ભેજનું પ્રમાણ વધે છે. આ તત્વોનો મુખ્ય હેતુ પાણીને એકસાથે લાવવાનો છે, જેથી તે ભારે થઈને વરસી જાય છે.
આર્ટિફિશિયલ વરસાદની પ્રક્રિયા
સૌ પ્રથમ એ જોવામાં આવે છે કે વાદળો વરસાદ માટે તૈયાર છે કે નહીં. આ માટે હવામાન વિભાગ દ્વારા સેટેલાઇટ અને વેધર સ્ટેશન પરથી ડેટા લેવામાં આવે છે. પ્રક્રિયા શરૂ કરી શકાય કે નહીં તે નક્કી કરવા માટે વાદળનું તાપમાન, ભેજ અને પવનની ઝડપની તપાસ કરવામાં આવે છે.
નવેમ્બરમાં રાષ્ટ્રીય રાજધાનીમાં વાદળો ઓછી હોય છે, જેના કારણે ક્લાઉડ સીડિંગમાં સમસ્યા આવી શકે છે. ક્લાઉડ સીડીંગ માટે સિલ્વર આયોડાઈડ અથવા ડ્રાય આઈસ એટલે કે સોલિડ કાર્બન ડાયોક્સાઇડ વાદળો પર પ્લેન દ્વારા છોડવામાં આવે છે.
આ તત્વોને કારણે પાણીના ટીપાં એકઠા થાય છે અને તેનું કદ વધે છે, ત્યારે તે ભારે થઈ જાય છે અને પૃથ્વી પર પડવા લાગે છે. આ રીતે કૃત્રિમ વરસાદની પ્રક્રિયા પૂર્ણ થાય છે.
આર્ટિફિશિયલ વરસાદ એક ખર્ચાળ પ્રક્રિયા છે. તેના માટે ખાસ સાધનો અને વૈજ્ઞાનિક તકનીકોની જરૂર પડે છે. ભારતમાં આ ટેક્નોલોજીની કિંમતમાં મુખ્યત્વે સીડીંગ એજન્ટ અને પ્લેન/ડ્રોન ઉડાવવાનો ખર્ચ સામેલ છે.
ભારતમાં આર્ટિફિશિયલ વરસાદની કિંમત વિશે વાત કરીએ તો આ પ્રક્રિયામાં પ્રતિ હેક્ટર 1 લાખથી 3 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે, આ ખર્ચ હવામાન પરિસ્થિતિઓ ટેક્નોલોજીના પ્રકાર અને વિસ્તારના કદ પર આધારિત છે. જો દિલ્હી સરકાર આર્ટિફિશિયલ વરસાદ કરવાની યોજના ધરાવે છે તો તેને સમગ્ર શહેરમાં લાગુ કરવા માટે ઘણો ખર્ચ થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
