Article 50 : વડાપ્રધાન ચીફ જસ્ટીસના ઘરે જઈ શકે કે નહીં? જાણો શું કહે છે બંધારણ?
Article 50 : વિવિધ સંવૈધાનિક સંસ્થાઓના દુરૂપયોગ માટે કુખ્યાત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સતત વિવાદોમાં રહે છે. હવે નરેન્દ્ર મોદી ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાના ઘરે ગણપતિ આરતી કરવા જતા મોટો વિવાદ ઉભો થયો છે.
દેશમાં ગણપતિ ઉત્સવની ધુમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચુડના ઘરે ગણેશ પૂજામાં હાજરી આપવા પહોંચતા આ વિવાદ શરૂ થયો છે.

વડાપ્રધાન મોદીની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તે CJI અને તેમની પત્ની સાથે ભગવાન ગણેશની પૂજા કરતા જોવા મળ્યા હતા. એક તરફ એવા લોકો છે જેઓ પીએમ મોદીના વખાણ કરી રહ્યા છે. તો બીજી બાજુ લોકો પીએમ મોદીની ટીકા કરી રહ્યા છે.
હવે આ મામલે સવાલો ઉઠી રહ્યા છે કે શું ભારતના વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશના ઘરે ન જઈ શકે? શું આ અંગે કોઈ નિયમ છે કે કેમ?
ભારતમાં ન્યાયાધીશોની જવાબદારી નક્કી કરવા માટે ન્યાયાધીશોનું એક જૂથ છે. જેને કેમ્પેઈન ફોર જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી એન્ડ રિફોર્મ એટલે કે CJAR કહેવામાં આવે છે.
આ જૂથે સીજી ચંદ્રચુડના ઘરે વડાપ્રધાન મોદીની મુલાકાતને ખોટું ઉદાહરણ ગણાવ્યું છે. CJARએ કહ્યું છે કે PM મોદીની CG ચંદ્રચુડના ઘરે મુલાકાત સત્તા અને ન્યાયતંત્રની અલગતા અને નિષ્પક્ષતા પર સવાલો ઉભા કરે છે.
આ અંગે કેટલાક જૂના સંદર્ભો પણ આપવામાં આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે 2019માં તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તેમની સામેના કેસની સુનાવણી દરમિયાન કલમ 50ની અવગણના કરી હતી. બંધારણની આ કલમ 50 હેઠળ સીજેઆઈના ઘરે જવા પર પીએમ મોદીની પણ ટીકા થઈ રહી છે.
ભારતીય બંધારણની કલમ 50 સત્તાઓનું વિભાજન પ્રદાન કરે છે. કલમ 50 હેઠળ રાજ્ય એટલે કે રાષ્ટ્ર તેની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી અલગ રાખશે અને તેના માટે જરૂરી પગલાં લેશે. આના દ્વારા જાહેર સેવાઓના કામમાં ન્યાયતંત્ર એટલે કે અદાલત અને કાર્યપાલિકા એટલે કે સરકાર વચ્ચે અંતર જાળવવાનું મહત્વ આપવામાં આવ્યું છે.
સરળ ભાષામાં સમજીએ તો ન્યાયતંત્ર અને કારોબારીએ એકબીજાથી દુર રહેવું જોઈએ. જેથી બંને પોતપોતાની રીતે અને નિષ્પક્ષતાથી પોતાનું કામ કરી શકે.
જે લોકો CJI ચંદ્રચુડના ઘરે જવા માટે PM મોદીની ટીકા કરી રહ્યા છે તે કલમ 50 નો ઉલ્લેખ કરી રહ્યા છે. જો કે કલમ 50માં એવો કોઈ ઉલ્લેખ નથી કે ભારતના વડા પ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશના ઘરે ન જઈ શકે. વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ બંનેની કેટલીક જવાબદારીઓ છે.
ચીફ વિજિલન્સ કમિશનરની નિમણૂકની જેમ સીબીઆઈ ચીફ અને દેશના ઘણા ટોચના હોદ્દાઓ વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ અને વિરોધ પક્ષના નેતા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ હેતુઓ માટે વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશની મુલાકાત થાય તે સ્વાભાવિક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
