બોલીવુડના શહેનશાહ કાર કલેક્શનમાં પણ છે બાદશાહ!
બોલીવુડના શહેનશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. બોલીવુડની સાથે આખો દેશ તેમના આ જન્મદિવસને ઉજવી રહ્યો છે. સવારથી જ બિગ બીના ઘરે તેમને શુભેચ્છા પાઠવવા માટે ચાહકોની કતાર લાગી ગઇ છે. આજે અમિતાભ બચ્ચને પોતાના જીવનના કૂલ 71 વસંત પૂરા કર્યા. 71 વર્ષની લાંબી ઉંમર છતાં તેમની પ્રગતિ અને તેમના કાર્યોની વચ્ચે નથી આવી, તથા તેમણે પોતાની જાતને પણ ક્યારેય થાકવા દીધી નથી.
ઉંમરના આવા પડાવ પર હોવા છતાં પણ બિગ બી પોતાની મહેનત અને સાહસથી જુવાનીયાઓને પણ માત આપી દે છે. આમ તો શહેનશાહની ફિલ્મો અને તેમના દૈનિક જીવન અંગે ઘણી બધી બાબતો હશે જેને તમે જાણતા હશો અને નહીં પણ જાણતા હોવ.
આજે અમે આપને અમારા આ લેખમાં અમિતાભ બચ્ચનની શાહી સવારીઓ અંગે જણાવીશું. અમિતાબજી જે રીતે એક સામાન્ય જીવનના સમર્થક છે તેવી રીતે તેમને આધુનિકતાથી પણ એટલો જ લગાવ છે. આવો તસવીરોના માધ્યમથી જાણીએ કે કયા પ્રકારની કારોના બાદશાહ છે બિગ બી.

બેન્ટલે સીજીટી
અમિતાભ બચ્ચનની શાહી સવારીઓમાં ફેવરિટમાં બ્રિટેનની પ્રમુખ કાર નિર્માતા કંપની બેન્ટલેની શાનદાર લક્ઝરી સિડાન કાર બેન્ટલે સીજીટીનો સમાવેશ થાય છે. આ કારને કંપનીએ ખૂબ જ શાનદાર લુક અને દમદાર એન્જિન ક્ષમતા આપી છે. આ કાર માત્ર 4.4 સેકન્ડની અંદર જ લગભગ 100 કિલોમીટર પ્રતિકલાકની સ્પિડે ચાલવાની ક્ષમતા ધરાવે છે.

મર્સડિઝ બેન્ઝ એસ 600
બેન્ટલે ઉપરાંત બિગ બી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની મર્સડિઝના પણ ફેન છે. સીજીટી ઉપરાંત તેમની સવારીઓમાં મર્સડિઝની આ શાનદાર કાર મર્સડિઝ બેન્ઝ એસ 600નો પણ સમાવેશ થાય છે. કંપનીએ આ કારમાં 5.5 લીટરની ક્ષમતાનું ટ્વિન ટર્બો ડીઝલ એન્જિન લગાવ્યું છે. ખૂબ જ આકર્ષક લુક અને દમદાર એન્જિન ક્ષમતા બંને આ કારનું મુખ્ય આકર્ષણ છે.

મર્સડિઝ બેન્ઝ એસ350
મર્સડિઝ બેન્ઝ એસ350 જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની મર્સડિઝ બેન્ઝનું એસ ક્લાસ એક શાનદાર લક્ઝરી કારોની રેન્જ છે. એસ 600 ઉપરાંત શહેનશાહ પાસે આ ક્લાસની જ એસ 350 પણ છે. આ કારમાં કંપનીએ 3.5 લીટરની ક્ષમતાના એન્જિનનો પ્રયોગ કર્યો છે.

પોર્શે કેમેન
જર્મનીની કાર નિર્માતા કંપની પોર્શેની આ શાનદાર કાર પોર્શે કેમેન પણ અમિતાભ બચ્ચનની શાહી સવારીઓની લીસ્ટમાં ખૂબ ચાર ચાંદ લગાવે છે. આ કારમાં કંપની 2.9 લીટરની ક્ષમતાનું એન્જિન લગાવ્યું છે. જે કારને 265 હોર્સપાવરની શક્તિ પ્રદાન કરે છે. આ કાર માત્ર 5.5 સેકેન્ડમાં જ 100 કિલો મીટર પ્રતિકલાકની સ્પિડે ચાલવામાં સક્ષમ છે.

બીમએમડબ્યૂ 760 એલઆઇ
બીએમડબ્યૂની શાનદાર સિડાન કાર 760 એલઆઇ એક સુંદર લક્ઝરી કાર છે. સામાન્યરીતે ઘણીવાર શહેનશાહ પહેલા આ કારથી જ મુસાફરી કરતા જોવાયા હતા. પરંતુ હવે તેમણે આ કારનો ઉપયોગ કરવાનું ઓછું કરી દીધું છે. આ કારમાં કંપની 6.0 લીટરની ક્ષમતાવાળું દમદાર એન્જિનનો પ્રયોગ કર્યો છે.

રેન્જ રોવર વોગ
લક્ઝરી સિડાન કારોની સાથે જ બિગ બી એસયૂવી વાહનોના પણ ખૂબ જ શોખીન છે. આ ક્રમમાં તેમની શાહી સવારીઓની યાદીમાં રેન્જ રોવરની વોગનો પણ સમાવેશ થાય છે.

રોલ્સ રૉયસ ફેન્ટમ
લક્ઝરી કારો અને શાહી સવારીઓની વાત હોય અને રોલ્સ રૉયસનું નામ ના આવે તો એવું બની જ ના શકે. ઠીક એવી રીતે જ અમિતાભ બચ્ચનને પણ રોલ્સ રૉયસનો એક અલગ જ શોખ છે. રોલ્સ રૉયસની આ જાણકારી લક્ઝરી કાર ફેન્ટમ છે. આ કારને વિધૂ વિનોદ ચોપડાએ તેમની ફિલ્મ એકલવ્યામાં શાનદાર અભિનય કરવા બદલ ગિફ્ટમાં આપી હતી. આ કાર શહેનશાહની શાહી સવારિયોની યાદીમાં સૌથી મોંઘી કાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
