યેલ યુનિવર્સિટીએ શીખવી કેમ્પસમાં કેવી રીતે કરાય સેક્સ!
અમેરિકામાં સેક્સની યુનિવર્સિટી કહેવાતી યેલ યુનિવર્સિટી ફરી એકવાર સમાચારમાં આવી ગઇ છે. આ વખતે અહીંના કોઇ વૈજ્ઞાનિકે કોઇ ચમત્કાર નથી કર્યો, પરંતુ વિશ્વવિદ્યાલયના કેમ્પસમાં સેક્સ પર ગહન શોધ કર્યા બાદ ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. વિશ્વવિદ્યાલયે તમામ છાત્રો માટે કેટલીક ગાઇડલાઇન્સ રજૂ કરી છે. જો તેઓ કેમ્પસની અંદર એ નિયમો હેઠળ સેક્સ કરતા પકડાયા તો પણ તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે.
આવી અજબ-ગજબ ગાઇડલાઇન્સ જારી કરતા વિશ્વવિદ્યાલયે કેટલાક ઉદાહરણ આપ્યા છે, જેમાં છાત્રોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, જો કેમ્પસમાં અભ્યાસ કરતા યુવક-યુવતીઓ વચ્ચે યૌન સંબંધ સ્થાપિત થાય તો તે કઇ પરિસ્થિતિઓમાં કેમ્પસમાં બહાર કાઢી શકાય છે અને કઇ પરિસ્થિતિમાં તેમના પર કોઇ એક્શન લેવામાં નહીં આવે.
ગાઇડલાઇન્સમાં વિશ્વવિદ્યાલયે સ્પષ્ટ લખ્યું છે કે, જો યુવક-યુવતી રાજી હોય તો સેક્સમાં કોઇ ખોટું નથી. કારણ કે, અમેરિકામાં ત્રીજા સૌથી સર્વોત્તમ વિશ્વવિદ્યાલયમાં ભણતા તમામ છાત્રો અને છાત્રાઓ બાલિગ છે. કેમ્પસમાં જો કોઇ યુવતીને યુવક સાથે પ્રેમ થઇ જાય છે અને બન્ને ડેટિંગ કરે છે, તો પણ કટેલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. વિશ્વવિદ્યાલયે ગાઇડલાઇન્સને સમજવા માટે પરિકલ્પનાઓ પણ કરી છે. પરિકલ્પનાઓ સાથે આપવામાં આવેલા ઉદાહરણોના કારણે યેલ વિશ્વવિદ્યાલય વિવાદોમાં આવી ગઇ છે. અમેરિકન મીડિયાએ વિશ્વવિદ્યાલયની જોરદાર ટીકા કરી છે. જો કે, વિશ્વવિદ્યાલય સ્વાયત્ત સંસ્થા છે, તેથી સરકાર તેમાં હસ્તક્ષેપ નહીં કરે.
કેટલીક વિવાદિત ગાઇડલાઇન્સ અને તેમના પરિકલ્પિત ઉદાહરણને ચાલો તસવીરો થકી જોઇએ. અહીં તસવીરોમાં તમામ ઉદાહરણ સીધા અમેરિકન વેબાસઇટ થિંક પ્રોગ્રેસથી અનુવાદિત કરવામાં આવ્યા છે.

ઉદાહરણ-1
જેસી અને વિક પહેલા સેમેસ્ટરથી જ ફ્લર્ટ કરતા હતા. બન્નેની મુલાકાત એક પાર્ટીમાં થઇ છે. ડાન્સ બાદ જેસી વિકને પોતાના રૂપમાં આવવા માટે આમંત્રિત કરે છે અને પોતાની રૂમપાર્ટનરને કહે છે કે, આજ તે અન્ય કોઇના રૂમમાં ઉંઘી જાય. રૂમમાં ગયા પછી જેસી-વિક એકબીજાના સિગ્નલ સમજી જાય છે અને હોસ્ટેલના રૂમમાં સેક્સ કરે છે.

સજા-1
વિશ્વવિદ્યાલયના નિયમઅનુસાર આવી સ્થિતિમાં ના તો જેસી અને ના તો વિક બન્નેને કોઇ સજા નહીં થાય.

ઉદાહરણ-2
જોન અને કેટ એક સાથે ભણે છે. જોન પહેલા સેમેસ્ટરથી જ કેટ પર સેક્સ માટે આમંત્રિત કરે છે, પછી થોડાક દિવસ પછી દબાણ બનાવવા લાગે છે. કેટ પહેલા સેમેસ્ટર દરમિયાન તેને રિજેક્ટ કરી દે છે. બીજા સેમેસ્ટરમાં ક્લાસેસ બાદ બન્ને પાર્કમાં મળે છે. જોન ફરી કેટને આમંત્રિત કરે છે અને તે માની જાય છે. બન્ને એક રૂમમાં જાય છે અને સેક્સ કરે છે.

સજા-2
વિશ્વવિદ્યાલયની ગાઇડલાઇન્સ અનુસાર અહીં પણ બન્નેની સહમતિ છે, તેથી આ બન્નેમાંથી કોઇ દોષી નથી. પકડાય તો બન્નેને નિલંબિત નહીં કરવામાં આવે અને ના તો નિષ્કાસિત. પરંતુ જોન જેવા યુવકોની કાઉન્સલિંગ જરૂર કરવામાં આવશે. આ પ્રકારે દબાણ બનાવવામાં આવે તો ક્રાઇમને જન્મ આપી શકે છે.

ઉદાહરણ-3
સિડની અને હાર્પર ડેટિંગ કરે ચે. અનેક વાર ઇન્ટીમેટ પણ થાય છે, પરંતુ સિડની હંમેશા પોતાની લિમિટમાં રહે છે. તે પેનીટ્રેટિવ સેક્સ નથી ઇચ્છતી. એક રાત્રે બન્ને મળે છે અને એ શર્ત પર ઇન્ટીમેટ થાય છે કે બાઉન્ડ્રી ક્રોસ નહીં કરે, પરંતુ હાર્પર એમ કહીને બાઉન્ડ્રી ક્રોસ કરી દે છે કે, બસ એક વાર. સિડની કહેતી રહે છે કે આ ખોટું છે, આપણે આવું ના કરવું જોઇએ, પરંતુ હાર્પર નથી માનતો. સિડની રડતાં રડતાં પોતાના રૂમમાં જતી રહે છે.

સજા-3
વિશ્વ વિદ્યાલયના નિયમ અનુસાર અહીં સિડનીને કોઇ સજા નહીં થાય, કારણ કે તે શરૂઆતથી જ સેક્સના પ્રપોઝલને રિજેક્ટ કરતી આવી છે. વહી હાર્પરને અસહમતિથી સેક્સ માટે સજા કરવામાં આવશે. તેવામાં અનેક સેમેસ્ટર સુધી તેને નિલંબન કરી શકાય છે.

ઉદાહરણ-4
એલેક્સ અને રીલે બન્ને રીલેના રૂમમાં અભ્યાસ કરી રહ્યાં છે. બન્ને બ્રેક લે છે અને એક બીજાના ખભાને ટચ કરે છે. એલેક્સ પછી ધીરે-ધીરે રીલેના યૌન અંગોને ટચ કરવા લાગે છે. રીલે નજીક આવે છે અને કહે છે કે, ઓકે, પરંતુ વધારે આગળ આવવા નથી ઇચ્છતી, અમારા પાસે હજું ઘણા કામ છે. એલેક્સ તેને સતત અડ્યાં કરે છે અને પછી થોડી વાર બાદ રીલે તેને અડવાની પરવાનગી આપે છે, પરંતુ બાઉન્ડ્રી પાર કરવાની નહીં. એલેક્સ હંસતા કહે છે, અભ્યાસમાં આટલી મહેનત બાદ સેક્સ તો કરવું પડે. રીલે હસે છે અને અભ્યાસ ખતમ થઇ જાય છે. એલેક્સ ફરીથી તેને ઉત્તેજીત કરે છે, રીલે કહે છે, ઠીક છે, આપણે સાથે ઉંઘી જઇએ, પરંતુ સેક્સ નહીં. થોડાક સમય બાદ એલેક્સ ફરી એકવાર તેને આગ્રહ કરે છે. રીલે માની જાય છે અને બન્ને વચ્ચે યૌન સંબંધ સ્થાપિત થાય છે.

સજા-4
વિશ્વવિદ્યાલય અનુસાર શરૂઆતમાં ઝિઝક અને અંતતઃ માની જવું, આ અસહમતિ સેક્સ નથી. તેની બન્નેમાંથી કોઇને પણ સજા નહીં થાય, પરંતુ એલેક્સ જેવા છાત્રોની કાઉન્સલિંગની જરૂરછે, કારણ કે, અભ્યાસ વખતે સેક્સની વાત મનમાં લાવવી ખોટી છે.

ઉદાહરણ-5
મોર્ગન અને કાઇ મિત્ર છે અને પાર્ટીમાં ડાન્સ કરતી વખતે એક બીજાને કીસ કરે છે. બન્ને થોડોક દારૂ પી લે છે. બન્ને કાઇના રૂમમાં જાય છે. બન્ને નિર્વસ્ત્ર થઇ જાય છે અને એક બીજાને અડવા લાગે છે. મોર્ગન તેને ઓરલ સેક્સ કરવા માટે કહે છે. જેવી કાઇ ઓરલ સેક્સ કરે છે, તેના થોડાક સમય બાદ મોર્ગન કોઇ બહાનું બનાવીને રૂમની બહાર નીકળી જાય છે, કહે છે કે તેને ઉંઘવું છે.

સજા-5
વિશ્વવિદ્યાલયના નિયમ અનુસાર બન્ને રૂમમાં શા માટે ગયા હતા, તે સ્પષ્ટ નથી. તેથી બન્નેને સજાના રૂપમાં આકરી ફટકાર કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
