ઇન્ડિયા ગેટની થીમ પર બન્યું છે કારગિલ વૉર મેમોરિયલ
દ્રાસથી ઋચા બાજપાઇ: 'જ્યારે તમે ઘરે જાવ તો લોકોને જરૂર કહેજો કે તેમની આવતીકાલ અમે અમારી આજ કુરબાન કરી છે,' કારગિલ દ્વાસમાં દાખલ થતાં જ આ લાઇનો તમારા દેશ માટે આજથી 15 વર્ષ પહેલાં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા 500થી વધુ સૈનિકોને યાદ રાખવા માટે અનાયાસે મજબૂર કરી દેશે.
કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાનો જીવ કુરબાન કરી દેનાર એક-એક શહીદને શ્રદ્ધાંજલિ આપે આ વૉર મેમોરિયલ. આ યુદ્ધ સ્મૃતિની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ઇન્ડિયા ગેટની થીમ પર બનાવવામાં આવ્યો છે.
કારગિલ યુદ્ધ 26 જુલાઇના રોજ પોતાના 15 વર્ષ પુરા કરી લેશે. ઘા હજુ સુધી રૂંજાયા નથી અને કદાચ રૂજાઇ પણ નહી શકે કારણ કે આ યુદ્ધમાં ભારતે પોતાના વીર સપોતોને કુરબાન કરી દિધા હતા. આ વૉર મેમોરિયલ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો સ્લાઇડ્સમાં વાંચી શકે છે.

કારગિલની અંત જંગમાં મળી ફતેહ
26 જુલાઇના રોજ દર વર્ષે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ટાઇગર હિલ પર તિરંગ લહેરાવવાની સાથે જ ભારતીય સેનાએ પાકના કબજામાંથી પોતાની એક-એક પોસ્ટ ફરીથી હાંસલ કરી લીધી હતી. આ જીતની યાદ અપાવવા માટે દર વર્ષે વિજય દિવસ ઉજવવામાં આવે છે.

શહીદોની યાદ અપાવતું વૉર મેમોરિયલ
આ વૉર મેમોરિયલ ના ફક્ત દેશ પરંતુ દ્રાસના લોકો માટે પણ તે 500થી વધુ સૈનિકોને પોતાની યાદમાં તાજા રાખવાનું એક માધ્યમ છે જેમણે પોતાના જીવની બાજી લગાવીને દેશની રક્ષા કરવામાં કોઇ કસર છોડી નથી.

તેમછતાં વિજય પ્રાપ્ત
દ્રાસ દુનિયાની સૌથી વધુ ઠંડી જગ્યા છે અને એ વાત જાણીને તમે એ વાતનો અંદાજો લગાવી શકો છો કે અહીંયા જીંદગી કેટલી હદે મુશ્કેલ છે. જરા વિચારો કેવી રીતે આ જગ્યાએ આપણા વીર સૈનિકો પોતાના જીવની બાજી લગાવીને દુશ્મનોને દેશમાંથી બહાર તગેડવામાં લાગ્યા હતા.

આંખોની સમક્ષ તરી આવે છે મંજર દ્રશ્ય
આ વીર સપૂતોની યાદમાં જ દ્રાસમાં એક વૉર મેમોરિયલ બનાવવામાં આવ્યું. દ્રાસ વૉર મેમોરિયલ, જ્યાં પગ મુકતાં જ એક સાથે તે બહાદુરોની યાદ તાજા થઇ જશે. જેના લીધે ભારતને તે યુદ્ધમાં વિજય પ્રાપ્ત થઇ.

સળગતી રહે છે અમર જવાન જ્યોતિ
ગુલબી રંગની બિલ્ડિંગમાં દિલ્હીના ઇન્ડિયા ગેટની તર્જ પર એક અમર જવાન જ્યોતિ સળગતી રહે છે અને એક સિપાહી 24 કલાક પહેરો લગાવતો રહે છે.

સોનેરી રંગથી લખેલા છે એક-એક સપૂતના નામ
વૉર મેમોરિયલમાં જ્યાં અમર જવાન જ્યોતિ સળગતી રહે છે ત્યાં જ પાછળ તરફ જ એક મોટી દિવાલ પર તમને તે બધા શહીદોના નામ લખેલા મળશે જેમને દેશ માટે પોતાનો જીવ ગુમાવી દિધો.

તિરંગાની શાનમાં તૈનાત ભારતીય સેના
એક તિરંગો હરપળ લહેરાતો રહે છે અને જે એ વાતનો સાક્ષી છે કે કેવી રીતે ભારતીય સેના તેની આન, બાન અને શાનમાં દર સેકન્ડ તૈનાત છે. જણાવીએ કે આ તિરંગો પૂર્વ સાંસદ નવીન જિંદલ તરફથી સેનાને આપવામાં આવ્યો હતો.

વિજય દિવસ અને તોલોકિંગની કહાણી
આ વૉર મેમોરિયલને નવ નવેમ્બર 2004ના રોજ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું જ્યાં તિરંગો લહેરાય છે, તેની ઠીક પાછળ એક તરફ વિજય દિવસ તો બીજી તરફ તોલોલિંગ જોવા મળશે.

દિલમાં સેના માટે સન્માન
ગત કેટલાક દિવસોથી દેશમાં એક વૉર મેમોરિયલની વાત થઇ રહી છે. સરકાર દ્વારા તેની સાથે જોડાયેલી ઘોષણાનું એલાન પણ આ બજેટમાં કરી દિધું છે પરંતુ દ્રાસનું આ વૉર એવું વૉર મેમોરિયલ બની ગયું છે જેને યુવાનોને સેના અને સૈનિકોના દિલમાં સન્માન જગાવવામાં કોઇ કસર છોડી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
