તમારા બેડરૂમમાં કંઇક આ રીતે ભરો રોમાન્સ
તમારો બેડરૂમ કદાચ તમારા ઘરની સૌથી રોમેન્ટીક જગ્યા છે જ્યાં તમે પોતાની જીંદગીનો સૌથી વધુ ટાઇમ અને દિવસો આરામથી સમય વિતાવ્યો છે. મોટાભાગના લોકો પોતાના બેડરૂમને શણગારવામાં ધ્યાન આપતા નથી, તેમને લાગે છે કે જ્યારે તે થાકી જશે તો બેડરૂમમાં જઇને આરામ કરી લેશે.
પરંતુ તમને સમજાવવું પડશે કે જે પ્રકારે તમારા ઘરમાં કોઇ મહેમાન આવે છે અને તમે તેની સેવા કરો છો તે પ્રમાણે તમારે પોતાની અને પોતાના પાર્ટનરના બેડરૂમમાં જઇને સેવા કરવી જોઇએ. તેમને એહસાસ અપાવવો જોઇએ કે દુનિયામાં ઘરના બેડરૂમમાં વધુ સુકુન ભરેલી જગ્યા બીજી કોઇ હોઇ ન શકે.
ઘરનો બેડરૂમ એક એવી જગ્યા છે જ્યાં તમે તમારા સંબંધોને વધુ મજબૂત કરી શકો છો. બેડરૂમને એ પ્રમાણે શણગારો, જેથી તમારા પૈસા ખર્ચ ન થાય. તમે તમારા બેડરૂમને એક ગુફા જેવી પ્રેમભરી જગ્યામાં બદલીને તમારા અંતરંગ પળોને વધારી શકો છો.
આવું કરવાથી તમે તમારા થાકને રિચાર્જ કરી રોમાન્સ, આરામ, જૂનૂનના માહોલમાં પ્રેમ અને સુરક્ષાની ભાવના અનુભવી શકો છો. આ જ પ્રમાણે અનેક પદ્ધતિઓ છે જેનાથી તમે બેડરૂમમાં પ્રેમના ફૂલ ઉગાડી શકો છો. આવો તમે આ અંગે થોડુ વધુ જણાવીએ.

પ્રાઇવેટ અભયારણ્ય
પોતાના બેડરૂમમાં એક ગુફા જેવી જગ્યામાં બદલીને તેમાં તમે અંતરંગ પળોને વધારી શકો છો. આમ કરવાથી તમે થાકને રિચાર્જ કરીને રોમાન્સ, આરામ, જૂનૂનના માહોલમાં પ્રેમ અને સુરક્ષાની ભાવનાને અનુભવી શકો છો.

પ્રેમભરી પળોને માણવા માટે જાડુ અને મોટું ગાદલું
તમે બેડરૂમમાં સૌથી મહત્વપૂર્ણ સામાન જે છે તે એક કિંગ સાઇજનો જુના જમાનાનો અને સ્ટોપરવાળો બેડ જે મોટો અને આસારાદાયક હોય અને જેમાં તમે પાર્ટનરની સાથે પ્રેમભરી રાહત અનુભવી શકો છો. પ્રેમભરેલું મોટું ગાદલુ પણ રોમાન્સનું માધ્યમ હોય શકે છે.

મુલાયમ અને સારો બેડ હેડ
આર્ટિસ્ટ, નોવેલ, ક્રિએટિવ આ કંઇક બેડ હેડના ડ્રોમેટિક શેપ છે જે તમારા મૂડને રોમેન્ટિક બનાવે છે. ગાદલાનો એરિયા તમારા મૂડને રોમેન્ટિક બનાવવા માટે હોય છે.

એક આરામદાયક શૃંગાર-રૂમ
લિવિંગ રૂમને ફર્નિચર દ્વારા કેટલાક ભાગોમાં વહેંચીને તેમાં એક પ્રાઇવેટ ભાગ બનાવો.

વિંડો સીટ
એક વિંડો રૂમ કે બારી પર એક પથ્થરનુમા પુલ જેવું બનાવી શકાય છે જેમાં પથ્થર બહારની તરફ નિકળેલા હોય છે અને એક વિંડો સીટની માફક હશે જેના પર બેસીને તમે પુસ્તક વાંચી શકો છો.

એક પ્રાઇવેટ રેસ્ટોરન્ટ
એક 30 'વ્યાસની ગોલ બ્રેકફાસ્ટ ટેબલ અને સાથે બે ખુરશી જ્યાં ઘરના બાકીના ભાગથી દૂર બેસીને તમે જમો અને જમતી વખતે એક બીજા સાથે પોતાની અંગત વાતોને શેર કરો છો. રાતના રોમાન્સ બાદ સવારની ચા તમે પ્રેમથી સામે બેસીને પીવો. આ એક અદભૂત ક્ષણ છે જે આખા દિવસ માટે તમને ઉર્જા પુરી પાડે છે.

ડ્રેસિંગ ટેબલ
ક્રિસ્ટલ અને ચાઇનીજ માટીના વાસણોથી સજેલું ડ્રેસિંગ ટેબલ રોમાન્સ વધારે છે. બેડ પર સેક્સી અને આરામદાયક જમવા માટે બેડ ટ્રે પણ સારો વિકલ્પ છે સાથે જ સોફ્ટ લિટિંગ, કેડેલ્સ, અને જરૂરી ઑયલ્સ સજાવટને વધારશો.

આર્ટ ગેલેરી
તમારી ચારેબાજુ પ્રેમભર્યા ફોટા લગાવ્યો, તેમાં એક જાદૂ હોય છે જેમાં તમે તમારી યાદો તાજા કરી શકો છો. એવી વસ્તુઓ જે તમારી પ્રેમભરી યાદો તાજા કરાવે છે તે તમને એક પ્રેમના જૂનૂન અને રોમાન્સથી ભરેલી એક નવી દુનિયામાં લઇ જશે.

તમારા બેડરૂમનો કલર
ખાટ્ટો લાલ, પાદડાં જેવો લીલો, વાદળી, ગુલાવી અને લવંડર કલર રોમેન્ટિક કલર છે. ખાટ્ટા રંગોની સાથે આછા રંગોને ભેળવીને એક શાંત અને આરામદાયક બેડરૂમ બનાવી શકો છો જેમાં તમારી રોમેન્ટિક ભાવનાઓ જોડાઇ જશે.

રૂમમાં એક સ્ટડી રૂમ
તમારા બેડરૂમમાં એક ફરતું રાઇટિંગ ડેસ્ક હોય, જેની સાથે આરામદાયક ખુરશી હોય, આનાથી એક જુની દુનિયા જેવું અનુભવી શકશો સાથે જ તમે દિલથી પ્રેમભર્યા શબ્દો પણ નિકળશે જેને તમે કાગળ પર ઉતારી શકો છો.

મિની બાર
રૂમમાં શેમ્પેન અને વાઇનને ઠંડા રાખવા માટે એક નાનું ફ્રિજ હોય, આનાથી તમે રૂમમાં શાંતિથી આરામ કરી શકશો.

રૂમમાં ટીવી હોય
રૂમમાં એક ટીવી હોય જેમાં તમે તમારી પસંદગીનો કાર્યક્રમ અને ફિલ્મો જોઇ શકશો.

લાઇટિંગ
ક્રિસ્ટલમાં જગમગતો એક નાના ઝાડનો છોડ લગાવો જે એક મરૂભૂમિનો અનુભવ કરાવે છે. ઉષ્ણકટિબંધીય છોડ સ્પેશિયલ લાઇટ સાથે રોમેન્ટિક પ્રતિબંબ પેદા કરે છે.

દર્પણ
રૂમમાં દર્પણને અસામાન્ય જગ્યાએ પર લગાવો જેમ કે ડ્રેસરના ટોપ પર કે સાઇટ ટેબલ પર, તેનાથી હલતી કેન્ડલ લાઇટ તેમાં જોવા મળશે.

તિજોરીઓ
ફેશનવાળી અને સુંદર ડિઝાઇનવાળી તિજોરીઓ લગાવો જેમાં તમે તમારો કિંમતી સામાન જેમ કે સ્ટેશનરી, મોબાઇલ અને ચાર્જર વગેરે

દરેક વસ્તુની કમી દૂર થાય અને અવ્યવસ્થા ન સર્જાય
એક રોમેન્ટિક અને આરામદાયક રૂમ તે હોય છે જ્યાં દરેક વસ્તુ નજીક અને પકડમાં હોય, વારંવાર ઉઠવું ન પડે અને અવ્યવસ્થા ન સર્જાય. બધી અવ્યવસ્થાઓને હટાવીને રૂમમાં વ્યવસ્થા બનાવી રાખો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
