એક મુઠ્ઠી ચોખા અને એક રૂપિયાનો સિક્કો દૂર કરશે કાળો જાદૂ, જાણી લો જમાનો બહુ ખરાબ છે
Black Magic Remedy in Gujarati: આ દુનિયામાં ઘણી એવી વસ્તુ છે જેનો જવાબ સાયન્સ પાસે નથી પણ એનું અસ્તીત્વ માનવાવાળા લોકોની સંખ્યા બહોળી છે. જેમાં સૌથી વધુ ભૂત-પ્રેત, આત્મા અને કાળા જાદુનો સમાવેશ થાય છે.
જોકે, કાળા જાદૂનો ઈતિહાસ ઘણો જૂનો છે. ભારતમાં આસામના માયોંગને કાળાજાદુનો ગઢ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓમાં કાળા જાદુના સંબંધમાં કામરુ દેશનો ઉલ્લેખ જોવા મળે છે.
આવામાં માનવું કે ન માનવું એ વ્યક્તિ પર છે. પણ જો કાળો જાદુ છે, તો તેનાથી બચવાના અને તોડવાના ઉપાય પણ છે. આ માટે માનવું ન માનવું એ વ્યક્તિગત નિર્ણય છે, પણ કાળા જાદુથી બચવાના ઉપાય જાણી લેવા જરૂરી છે, જેનાથી આપણે ક્યારેક ભોગ બનીએ તો સમાધાન કરવામાં સરળતા રહે.
જ્યારે કોઈ વ્યક્તિ પર કાળો જાદુ કરવામાં આવે છે, ત્યારે આ અદ્રશ્ય શક્તિનો હુમલો સૌથી પહેલા તેના શરીર, પછી તેના મગજ અને મન પર અસર કરે છે. જોકે, શરીર અને મન તેનો પ્રતિકાર કરે છે. હૃદયના ધબકારા કોઈ કારણ વગર અચાનક વધી જાય છે. મૂંઝવણની સ્થિતિ ઉભી થવા લાગે છે.
ધીરે ધીરે કાળા જાદુની નકારાત્મક ઉર્જા શરીર, મગજ અને મન બંને પર પ્રભુત્વ જમાવે છે. જેમના પર કાળો જાદુ હોય છે, તેઓના મન અને મગજમાં નબળાઈ અનુભવવા લાગે છે. રાત્રે સૂતી વખતે વિચિત્ર અને ભયંકર સપના આવે છે.

કાળા જાદુથી પ્રભાવિત લોકો એકલતા પસંદ કરવાનું શરૂ કરે છે. ભૂખ અને તરસ ગાયબ થવા લાગે છે. તેઓ બીમાર પડવા લાગે છે. ઘણી વખત ડૉક્ટર્સ અને નિષ્ણાંતો પણ આ રોગને પકડી શકતા નથી. એવું પણ જોવામાં આવ્યું છે કે, ઘરમાં તુલસીના પાન અચાનક સુકવા લાગે છે.
કાળો જાદુ કેવી રીતે દૂર કરશો - કાળા જાદુને દૂર કરવા માટે સમયસર પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અથર્વવેદમાં દુષ્ટ અને કાળી શક્તિઓનું વર્ણન છે. આ વેદમાં કાળા જાદુનો સામનો કરવાના ઘણા મંત્રો અને ઉપાયો જણાવવામાં આવ્યા છે.
ધાર્મિક ગ્રંથોમાં અનેક ધાર્મિક યજ્ઞો અને વિધિઓ આપવામાં આવી છે. કાળા જાદુની અસરને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રના પુસ્તકોમાં ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે. આજે આપણે એવા કેટલાક સરળ ઉપાયો જાણીશું. જેનાથી તમે કાળા જાદુની અસરને ઘટાડી અને દૂર કરી શકો છો.
મોર પીછાના ઉપાય - જો કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલો કાળો જાદુ હજૂ નવો છે, અને તમે સમજો છો કે, મામલો કંઈક અલગ છે, તો હંમેશા તમારા ખિસ્સામાં મોરનું પીંછું અને એક રૂપિયાનો સિક્કો રાખો.
આમ કરવાથી તમારું શરીર અને મન મજબૂત થશે. કાળા જાદુની નકારાત્મક ઉર્જા દૂર થશે અને જીવનમાં નવી તકો પણ પ્રાપ્ત થશે.
મુઠ્ઠીભર ચોખાના ઉપાય - મુઠ્ઠીભર સફેદ ચોખામાં એક રૂપિયાનો સિક્કો રાખો, જેને અક્ષત તરીકે પણ ઓળખવામાં આવે છે, અને દેવી દુર્ગા અથવા મા કાલીનાં મંદિરે જાઓ.
ધીમા સ્વરમાં, જે અન્ય કોઈ સાંભળી ન શકે, તમારી સમસ્યા દેવી માતાને જણાવો અને પછી ચોખા અને સિક્કાને મંદિરના એક ખૂણામાં શાંતિથી રાખો. આમ કરવાથી કાળા જાદુની અસર જલ્દી ખતમ થઈ જશે. અસર અદ્રશ્ય થઈ જાય ત્યાં સુધી આ કરવાનું ચાલુ રાખો.
કળશ, સ્વસ્તિક અને તલના તેલનો ઉપાય - કાળા જાદુની અશુભ શક્તિઓથી થતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શુક્રવારે તમારા ઘરના મંદિરમાં ભગવાનની સામે સ્વસ્તિક બનાવો અને તેના પર પાણી ભરેલો કળશ રાખો.
કળશને સફેદ કપડાથી ઢાંકી દો. ત્યાર બાદ તેના પર કેસરથી સ્વસ્તિક બનાવો અને તેના પર 1 રૂપિયાનો સિક્કો લગાવો. કળશ પાસે તલના તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાય કાળા જાદુની અસરને નષ્ટ કરશે.
ચાર બાજુવાળા દીવાના ઉપાય - દરરોજ સાંજે પૂજા પછી ઘરના મુખ્ય દરવાજાના ખૂણા પર ઘીનો ચાર બાજુનો દીવો પ્રગટાવો અને આ દીવામાં 1 રૂપિયાનો સિક્કો મૂકો.
આમ કરવાથી ઘર પર કોઈ વ્યક્તિ દ્વારા કાળો જાદુ અને નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાંથી ગરીબી પણ દૂર થશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
