સ્વામી વિવેકાનંદ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી એક વિદેશી મહિલા, જાણો શું મળ્યો જવાબ
સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલી ઘણી બધી વાતો છે જે વ્યક્તિને આજે પણ જીવનમમાં સકારાત્મક રીતે આગળ વધવાની પ્રેરણા આપે છે. આવી જ એક કહાનીનો ઉલ્લેખ આજે અમે આપની સાથે કરીએ છીએ.
12 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતમાં સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ જ્ઞાન, સાહસ અને ત્યાગની સાક્ષાત મૂર્તિ હતા. તેમની સાથે જોડાયેલી ઘણી બધી વાતો છે જે વ્યક્તિને આજે પણ જીવનમાં સકારાત્મક રીતે આગળ વધવાની પ્રેરણા આપે છે. આવી જ એક કહાનીનો ઉલ્લેખ આજે અમે આપની સાથે કરીએ છીએ.

વિદેશી મહિલા વિવેકાનંદથી પ્રભાવિત થઈ
સ્વામી વિવેકાનંદ અને વિદેશી મહિલાની કહાની એ સમયની છે જ્યારે સ્વામી વિવેકાનંદની ખ્યાતિ દુનિયાભરમાં ફેલાઈ ચૂકી હતી. લાખો લોકો સ્વામીજીના અનુયાયી બની ચૂક્યા હતા જેમાં વિદેશીઓ પણ શામેલ હતા. એક વાર એક વિદેશી મહિલા વિવેકાનંદથી પ્રભાવિત થઈને તેમને મળવા આવી, તેણે સ્વામીને કહ્યુ કે તે એમને કંઈક કહેવા ઈચ્છે છે.

'તમારી સાથે લગ્ન કરવા ઈચ્છુ છુ'
સ્વામી વિવેકાનંદે કહ્યુ, હા કહો ને, ત્યારે એ મહિલાએ કહ્યુ કે સ્વામી વિવેકાનંદ, હું તમારાથી ખૂબ જ પ્રભાવિત છુ, માટે તમારી સાથે લગ્ન કરવા ઈચ્છુ છુ, જેને સાંભળીને સ્વામી વિવેકાનંદ બોલ્યા - કેમ? હે દેવી હું તો બ્રહ્મચારી પુરુષ છુ, ત્યારે એ મહિલાએ કહ્યુ કે મને તમારા જેવો તેજસ્વી પુત્ર જોઈએ જેથી તે મોટો થઈને દુનિયાને જ્ઞાન વહેંચી શકે અને મારુ નામ રોશન કરે.

સ્વામી વિવેકાનંદે વિદેશી મહિલાને કહ્યુ - મા...
જેને સાંભળતા જ સ્વામી વિવેકાનંદે એ મહિલા તરફ હાથ જોડીને કહ્યુ કે મા... લો દેવી, હું આજે આપને પોતાની મા માનુ છુ, તમને મારા જેવો પુત્ર પણ મળી ગયો અને મારુ બ્રહ્મચર્ય પણ નહિ તૂટે, આટલુ સાંભળતા જ એ મહિલા સ્વામી વિવેકાનંદના ચરણોમાં પડી ગઈ અને બોલી કે યુવાનો માટે તમે ખરેખર પ્રેરણના સ્ત્રોત છો, તમારા જેવા લોકો ધરતી પર વિરલ જ પેદા થાવ છો, તમે ખરેખર મહાન છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
