7 જૂન 1893: મહાત્મા ગાંધીને જ્યારે ટ્રેનના ડબ્બામાંથી બહાર ફેંકી દીધા…
ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 7 જૂન 1893 ની ઐતિહાસિક ઘટનાની 125 મી જન્મજયંતિ પર આયોજિત એક ભોજમાં મુખ્ય વક્તા તરીકે એક બહુ મોટી વાત કહી.
ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 7 જૂન 1893 ની ઐતિહાસિક ઘટનાની 125 મી જન્મજયંતિ પર આયોજિત એક ભોજમાં મુખ્ય વક્તા તરીકે એક બહુ મોટી વાત કહી. સુષ્માએ કહ્યુ કે રંગભેદ સામેની લડાઈમાં દક્ષિણ આફ્રિકી લોકોની મદદ કરવામાં ભારતે હંમેશાથી મહત્વની ભૂમિકા નિભાવી છે. મહાત્મા ગાંધીજી અને નેલ્સન મંડેલાએ અન્યાય અને ભેદભાવનો સામનો કરી રહેલ લોકોને આશાનું કિરણ બતાવ્યુ કે જે પ્રશંસનીય છે. તમને જણાવી દઈએ કે 7 જૂન, 1893 ના રોજ યુવાન વકીલ મોહનદાસ કરમચંદ ગાંધીને માત્ર ગોરાઓ માટે અનામત ટ્રેનના ડબ્બામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટનાએ એક નવા ગાંધીને જન્મ આપ્યો હતો. જેણે માત્ર ભારત જ નહિ પરંતુ દક્ષિણ આફ્રિકાના લોકોને એક નવો વિચાર આપ્યો હતો.
આવો વિસ્તારથી જાણીએ 7 જૂનની એ ઐતિહાસિક ઘટના વિશે....

વાત વર્ષ 1893 ની છે..
વાત વર્ષ 1893 ની છે જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધી ગુજરાતના રાજકોટમાં વકીલાતની પ્રેકટીસ કરતા હતા. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના શેઠ અબ્દુલ્લાએ તેમને પોતાનો કેસ લડવા માટે પોતાના વતનમાં બોલાવ્યા હતા. ગાંધીજી પાણીના જહાજ પર સવાર થઈને દક્ષિણ આફ્રિકાના ડરબન પહોંચ્યા હતા અને પછી તેમણે અહીંથી 7 જૂન 1893 ના રોજ પ્રીટોરિયા માટે ટ્રેન પકડી હતી. ગાંધીજી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી પરંતુ જ્યારે ટ્રેન પીટરમારિટ્જબર્ગ પહોંચવાની હતી ત્યારે ભારતીય હોવાના કારણે તેમને થર્ડ ક્લાસવાળા ડબ્બામાં જવા માટે કહેવામાં આવ્યુ કારણકે તે ગોરાઓ માટે અનામત ડબ્બામાં હતા પરંતુ ગાંધીજીએ આ વાત માનવાનો ઈનકાર કરી દીધો કારણકે તેમની પાસે ટિકિટ હતી.

ગોરાઓએ જબરદસ્તી ગાંધીજીને પીટરમારિટ્જબર્ગ સ્ટેશન પર ઉતાર્યા
ગોરાઓએ જબરદસ્તીથી પીટરમારિટ્જબર્ગ સ્ટેશન પર ગાંધીજીને ઉતારી દીધા. કડકડતી ઠંડીમાં બેરિસ્ટર ગાંધી પીટરમારિટ્જબર્ગ સ્ટેશનના વેઈટિંગ રૂમમાં પહોંચ્યા અને તે એ વિચારતા રહ્યા કે આવુ તેમની સાથે કેમ કરવામાં આવ્યુ, શું તેમને ભારત પાછા જતા રહેવુ જોઈએ કે પછી ભારતીયો સાથે ત્યાં થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ. છેવટે ગાંધીજીએ નિર્ણય કર્યો કે તે ભારતીયો માટે સંઘર્ષ કરશે અને ત્યારબાદ જન્મ થયો ‘સત્યાગ્રહ' નો, જેનો અર્થ હતો અન્યાય સામે શાંતિપૂર્વક લડાઈ લડવી.

દક્ષિણ આફ્રિકામાં ગાંધીને ઘણી વાર ભેદભાવનો સામનો કરવો પડ્યો
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને ઘણી વાર ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગાંધીજીએ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો તો આફ્રિકામાં ઘણી હોટલોમાં તેમનો પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો. 1893 થી લઈને 1914 સુધી મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં નાગરિકોના અધિકારો માટે આંદોલન કરતા રહ્યા.

‘સત્યાગ્રહ’ થી જીતી આઝાદીની લડાઈ
ગાંધીજીની વાતોની અસર ત્યાંના પીડિત લોકો પર થઈ અને જોતજોતામાં તે બધા ગાંધીજી સાથે આવીને ઉભા રહ્યા. આ એ સમય હતો જ્યારે એકતાએ ચૂપચાપ પોતાની તાકાત બતાવી હતી અને આ આંદોલને ઈતિહાસ રચી દીધો. 1915 માં ગાંધીજી ભારત પાછા ફર્યા અને પછી આઝાદીનું જે આંદોલન ચલાવ્યુ તેણે જ આપણને અંગ્રેજોથી આઝાદ કરાવ્યુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
