કંઇક આમ કરશો તો છોકરાઓ બની જશે તમારા દિવાના
ગાંધીનગર, 7 ઓક્ટોબર: કદાચ ભાગ્યે જ કોઇ મહિલા કે છોકરી એવી હશે જે રિલેશનશિપમાં રહેવા માંગતી નહી હોય. એ પણ ત્યારે જ્યારે છોકરો તેના પર ફિદા હોય. કોઇપણ છોકરાને પોતાનો દિવાનો બનાવવો કોઇ મુશ્કેલ કામ નથી. બસ તેના માટે તમારે થોડો સમય અને ધૈર્યની જરૂર પડશે.
જ્યારે હું પહેલીવાર મારા પતિને મળી હતી તો મેં જે કર્યું, તેનાથી તે મારા પર ફિદા થઇ ગયા. જો કે મેં જે કર્યું તે એકદમ સ્વાભાવિક જ હતું. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપવા જઇ રહ્યાં છીએ તેનાથી તમે છોકરાઓને તમારા દિવાના બનાવી શકશો.
ટિપ્સ વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

તેમને પોતાની સ્વતંત્રતા બતાવો
આ એકદમ જરૂરી છે કે તમે છોકરાને જણાવો કે તમે વાસ્તવમાં કેટલા મજબૂત છો. પુરૂષો તે સ્ત્રીઓ તરફ જલ્દી આકર્ષિત થાય છે, જે સ્વતંત્ર હોય છે. જો તમે વિચારો છો કે દર વખતે પુરૂષો સાથે ચિપકી રહેવું અને તેમના પર નિર્ભર રહેવું કારગર સાબિત થશે, તો તમારે ફરી એકવાર વિચારવાની જરૂર છે.

પરજીવી ન બનો
જો તમે હંમેશા કોઇ પુરૂષ સાથે રહો છો, તો પછી તે તમારાથી મોઢું ફેરવી શકે છે. જરૂર નથી કે તમે દરેક સમયે તેમની સાથે રહો. સારું રહેશે કે તમે તેમને થોડી સ્પેસ આપો.

તેમનું સ્થાન ન લો
વાત સમાનતાની નથી. એવી કેટલીય ભૂમિકાઓ છે, જે તમે એક મજબૂત રિલેશનશિપમાં હોવાછતાં નથી કરી શકતા. જ્યારે તમે કોઇ પુરૂષને મર્દાનગી બતાવવાની તક આપશો તો તે લીડ કરશે. તમારે તેમના આભારી હોવું જોઇએ, જ્યારે તે કોઇ રીતે તમારી મદદ કરે.

જીંદગીને જીવતાં શીખો
જો તમે દર વખતે ઉદાસ રહેશો કે પછી હંમેશા તણાવમાં રહેશો, તો કદાચ જ તમે કોઇ પુરૂષને પોતાની તરફ આકર્ષિત કરી શકશો.

મદદ કરો
એ વાતથી કોઇ ફરક નથી પડતો કે કોઇ કેટલું મજબૂત છે. પુરૂષોની જીંદગીમાં પણ એક એવી પળ આવે છે, જ્યારે તેમને સહારાની જરૂર પડે છે. જો તમને લાગે કે તેમને મદદની જરૂર છે તો તમે તેમની મદદ જરૂર કરો.

સુંદર લાગો
મોટાભાગે મહિલાઓ લગ્ન પછી શણગાર સજવામાં ધ્યાન આપતી નથી. તમારે આમ ન કરવું જોઇએ. જો તમે લગ્ન પહેલાં વાળ કપાવવા માટે જતા હતા તો, તો જવાનું ચાલુ રાખો. જો તમે લગ્ન વખતે સુંદર હતા, તો લગ્ન પછી પણ સુંદર બનેલા રહો.

ઇર્ષા
અમે એવી કેટલીક છોકરીઓ જોઇ છે જે પોતાના બોયફ્રેન્ડને ઇર્ષા કરાવવા માટે વધુમાં વધુ સમય પોતાના મિત્રો સાથે વિતાવે છે. આથી છોકરો તે છોકરી વિશે વધુ વિચારવાનું શરૂ કરી દે છે. જો કે અમે ક્યારેય આમ કર્યું નથી, પરંતું કેટલીક છોકરીઓને આમ કરવાની સલાહ આપી શકાય. પરંતુ અહી સંપૂર્ણ રીતે તમારા પર નિર્ભર છે કે તમે કેવા છો. તેમને તમારી કંપની જેટલી વધુ જોઇતી હશે, તે તમારા માટે એટલો જ ગાંડો થશે.

સારા શ્રોતા બનો
બોયફ્રેન્ડ બનાવવા માટેનો સૌથી સારો રસ્તો એ છે કે તમે તેમને ધ્યાનથી સાંભળો. જ્યારે તે વાત કરે તો તેમને મહસૂસ કરાવો કે તમે તેમની વાતોમાં રસ દાખવી રહ્યાં છો. છોકરાઓ આવી છોકરીઓને વધુ પસંદ કરે છે અને તેમના દિવાના રહે છે. ક્યારે પણ આત્મકેન્દ્રિત ન બનો અને હંમેશા સપના અને જિંદગીની વાત કરો. તેમને પણ બોલવાની પુરી તક આપો. પુરૂષ આ વાતને વધુ પસંદ કરે છે, જ્યારે કોઇ તેમની પ્રસંશા કરે છે.

પોતાની જાતને ખાસ બનાવો
સુંદર તો ઘણી સ્ત્રીઓ હોય છે, પરંતુ પોતાને તેમનાથી અલગ તારવા માટે તમારે કંઇક વધુ કરવું પડશે. કંઇક એવું કરો, જેનાથી તમે ખાસ બની જાવ.

તમે જે છો તે જ રહો
તમે જે છો તે જ રહેવાનો પ્રયત્ન કરો. તમે તમારામાં સુપર સ્ટાર બનવાનો પ્રયત્ન બિલકુલ ના કરો. તમે જે છો તે રહેશો તો વધુ સન્માન મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
