Fact Check: શું સરકાર રેકૉર્ડ કરી રહી છે તમારા વૉટ્સએપ કૉલ-મેસેજ? 3 રેડ ટિકનો શું છે અર્થ, જાણો સત્ય
દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર તમારા વૉટ્સએપ કૉલ અને મેસેજ રેકૉર્ડ કરી રહી છે. જાણો આની હકીકત.
નવી દિલ્લીઃ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ વિશે એક પછી એક ફેસ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વૉટ્સએપ પર ફેક ન્યૂઝ ફેલાવીને અને શેર કરીને એ દાવો કરવામાં આવી રહ્યો છે કે મેસેજિંગ એપ વૉટ્સએપે નવી ટિક સિસ્ટમ રજૂ કરી છે. જેમાં એક રેડ ટિક અને ત્રણ રેડ ટિક અને બે બ્લુ ટિક વિશે દાવા કરવામાં આવી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે 'બે બ્લુ ટિક અને એક રેડ ટિકનો અર્થ છે, સરકાર તેમની સામે કાર્યવાહી કરી શકે છે, જ્યારે ત્રણ રેડ ટિકનો અર્થ હશે કે સરકારે તમારી સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ત્રણ બ્લુ ટિકનો અર્થ છે કે સરકારે નોંધ લઈ લીધી છે. એક બ્લુ અને બે રેડ ટિકનો અર્થ છે કે સરકાર તમારા ડેટાને સ્ક્રીન કરી રહી છે.' એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર તમારા વૉટ્સએપ કૉલ અને મેસેજ રેકૉર્ડ કરી રહી છે. તમારે આવા મેસેજથી ગભરાવાની જરૂર નથી, એ એક ફેક અને ખોટા સમાચાર છે.

વૉટ્સએપ વિશે બીજા શું-શું દાવા કરવામાં આવી રહ્યા છે?
- આ ફેક મેસેજ વૉટ્સએપ પર લોકોને 'ફૉરવર્ડ મેની ટાઈમ્સ' લેબલ સાથે મળી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 26 મે બાદ નવા આઈટી નિયમ લાગુ થયા બાદ વૉટ્સએપે નવા કમ્યુનિકેશન નિયમોને લાગુ કર્યા છે.
- મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વૉટ્સએપના નવા નિયમો હેઠળ સરકાર બધા કૉલ રેકૉર્ડ કરશે અને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર પણ ભારત સરકારની નજર હશે. કહેવામાં આવી રહ્યુ છે કે જો કોઈ પણ વૉટ્સએપ યુઝર કોઈ ખોટી માહિતી શેર કરે કે સરકાર, કોઈ ધાર્મિક મુદ્દે ખોટુ બોલે તો તેની પણ ધરપકડ થઈ શકે છે.
- દાવો એ પણ કરવામાં આવી રહ્યો છ કે વૉટ્સએપ યુઝરના ડિવાઈસ(ફોન કે લેપટૉપ)આઈટી મંત્રાલય પ્રણાલી સાથે જોડાયેલા હશે. આ અંગે વૉટ્સએપે એક ન્યૂ ટિક સિસ્ટમ લાગુ કરી છે, જે યુઝર્સને જણાવશે કે સરકાર તેના વૉટ્સએપ પર નજર રાખી રહી છે કે નહિ.
જાણીજોઈને આવા સમયમાં શેર કરવામાં આવી રહ્યા છે આવા ફેક ન્યૂઝ
આ ફેક મેસેજમાં દાવો એવા સમયમાં શેર કરવામાં આવી રહ્યો છે જ્યારે ફેસબુકની માલિકીવાળી એપ વૉટ્સએપ ભારત સરકારના નવા આઈટી નિયમો માટે કોર્ટમાં ગયુ છે. જેમાં એક ટ્રેસબિલિટી ક્લૉઝ શામેલ છે. જ્યારે ટ્રેસબિલિટી નિયમોને પડકારવામાં આવી રહ્યા છે. એવામાં તમે બધા વૉટ્સએપ યુઝર્સે એ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે વૉટ્સએપ એક ખાનગી અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે જેનો અર્થ થાય છે કે કોઈ પણ ત્રીજો પક્ષ તમારા મેસેજ અને કૉલ વિશે જાણી શકતો નથી. ભલે તે વૉટ્સએપ હોય કે સરકાર જ કેમ ન હોય.
જાણો વૉટ્સએપ વિશે કરવામાં આવી રહેલ આ દાવાનુ સત્ય
વૉટ્સએપ પર ઝડપથી શેર કરવામાં આવી રહેલ આ ફેક ન્યૂઝ વિશે ભારત સરકારે લોકોને સત્ય જણાવ્યુ છે. સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે સરકાર આ પ્રકારના કોઈ પણ મેસેજ અને કૉલનુ રેકૉર્ડિંગ નથી કરી રહી. પીઆઈબી ફેક્ટ ચેકે યુઝર્સને ચેતવણી આપતા આ દાવાઓને ખોટા ગણાવ્યા છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કહ્યુ, 'એક વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર દ્વારા હવે 'નવા સંચાર નિયમ' હેઠળ સોશિયલ મીડિયા અને ફોન કૉલનુ નિરીક્ષણ રાખવામાં આવશે. જ્યારે આ દાવો નકલી છે. ભારત સરકાર દ્વારા આવો કોઈ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી. આવી કોઈ પણ નકલી અને અસ્પષ્ટ સૂચનાને ફૉરવર્ડ ના કરો.'
एक वायरल मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार द्वारा अब 'नए संचार नियम' के तहत सोशल मीडिया और फोन कॉल की निगरानी रखी जाएगी।#PIBFactCheck: यह दावा फ़र्ज़ी है।
— PIB Fact Check (@PIBFactCheck) May 27, 2021
भारत सरकार द्वारा ऐसा कोई नियम लागू नहीं किया गया है।
ऐसे किसी भी फ़र्ज़ी/अस्पष्ट सूचना को फॉरवर्ड ना करें। pic.twitter.com/mW9LT2W1k4

Fact Check
દાવો
સરકાર તમારા કૉલ અને મેસેજને રેકૉર્ડ કરી રહી છે.
નિષ્કર્ષ
આ દાવો નકલી છે. આ મેસેજથી ગભરાવાની જરૂર નથી. આ એક ફેક અને ખોટા સમાચાર છે.
રેટિંગ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
