Fact Check: અશોક ગેહલોતની રેલીમાં ખરેખર લાગ્યા મોદી-મોદીના નારા? જાણો વીડિયોની સચ્ચાઈ
Rajasthan Assembly Elections 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 25 નવેમ્બર, શનિવારના રોજ મતદાન પૂર્ણ થયુ. સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા ફેક ન્યૂઝ અને વીડિયો દ્વારા મતદારોને ભ્રમિત કરવાની કોશિશ કરવામાં આવી.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતનો પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જેમાં દાવો કરવામાં આવ્યો કે તેમની રેલીમાં મોદી-મોદીના નારા લાગ્યા.વાયરલ વીડિયોમાં અશોક ગહેલોત લોકોને શાંત કરતા દેખાઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત એક સાર્વજનિક રેલીમાં બોલી રહ્યા છે. આ દરમિયાન મોદી-મોદીના નારા પણ વીડિયોમાં સંભળાઈ રહ્યા છે. વીડિયો સાથે દાવો કરવામાં આવ્યો કે આ નારાઓથી ચૂંટણીના પરિણામો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
જો કે, તપાસમાં જાણવા મળ્ય છે કે આ વાયરલ વીડિયો એડિટેડ છે. મૂળ લાઈવ વીડિયોમાં મોદી-મોદીના નારા છે જ નહિ. અશોક ગહેલોત પોતાની યોજનાઓ વિશે જણાવી રહ્યા છે. આ વીડિયોમાં ક્યાંય પણ મોદી-મોદીનો અવાજ સંભળાતો નથી. અશોક ગહેલોતના ભાષણ દરમિયાન અમુક લોકો અવાજ કરતા હતા, સીએમ ગહેલોત તેમને આગળ સાંભળવા શાંત રહેવાનો ઈશારો કરી રહ્યા હતા. વાયરલ વીડિયો ફેક છે.
તપાસમાં જાણવા મળ્યુ કે રાજસ્થાન ચૂંટણીમાં મુખ્યમંત્રી સામે આવા ઘણા જૂઠ વાયરલ કરવામાં આવ્યા. આ વાયરલ વીડિયો પણ તેમાંનુ જ એક ઉદાહરણ છે. આ વીડિયો એડિટેડ છે અને આમાં મોદી-મોદીના નારા અલગથી ઉમેરીને વાયરલ કરવામાં આવ્યા છે.
જુઓ ફેક વીડિયો
ये लो साहब राजस्थान का चुनाव परिणाम आ गया
— Manoj Trivedi (@manojtrivedibjp) November 23, 2023
गहलोत जी पैकिंग शुरू करो pic.twitter.com/3ZZZIcV2q5
અહીં જુઓ વાસ્તવિક વીડિયો

Fact Check
દાવો
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની રેલીમાં લાગ્યા મોદી-મોદીના નારા
નિષ્કર્ષ
સીએમ અશોક ગહેલોતની રેલીમાં મોદી-મોદીના નારા નથી લાગ્યા. આ વીડિયો એડિટેડ છે. વીડિયોમાં મોદી-મોદીના નારા અલગથી ઉમેરવામાં આવ્યા છે.
રેટિંગ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
