Fact Check: દ્રૌપદી મુર્મૂના આવવાથી બદલાયુ રાષ્ટ્રપતિ ભવનનુ મેનુ, નૉનવેજ અને ડ્રિંક્સ પર બેન, શું છે સત્ય?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનની અંદર કોઈપણ પ્રકારના માંસાહારી ખોરાક અથવા આલ્કોહોલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો છે. આ દાવો સાચો છે કે ખોટો જાણો અહીં.
નવી દિલ્લીઃ દ્રૌપદી મુર્મૂએ 25 જુલાઈના રોજ 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના નાના ભાઈ તરનિસેન ટુડુએ મીડિયાને જણાવ્યુ હતુ કે તેઓ સાદો અને શાકાહારી ખોરાક ખાવાનુ પસંદ કરે છે. ખાવામાં ડુંગળી કે લસણ પણ ખાતા નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર દ્રૌપદી મુર્મૂના નામે એક પોસ્ટ વાયરલ થઈ હતી. લોકોએ આ પોસ્ટને શેર કરીને દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનની અંદર કોઈપણ પ્રકારના માંસાહારી ખોરાક અથવા આલ્કોહોલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો છે. આ દાવો જે વાયરલ થઈ રહ્યો છે તે હકીકતમાં સંપૂર્ણ રીતે ખોટો હોવાનુ બહાર આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ચોક્કસપણે શાકાહારી છે પરંતુ તેમણે આવો કોઈ આદેશ જાહેર કર્યો નથી.

જાણો શું કરવામાં આવી રહ્યો છે દાવો
એક ફેસબુક યુઝરે પોસ્ટ શેર કરી જેમાં લખ્યુ હતુ કે, 'રાષ્ટ્રપતિ ભવનમાં કોઈપણ પ્રકારના માંસાહારી ખોરાક અથવા આલ્કોહોલ પર સંપૂર્ણ પ્રતિબંધ. આપણા હિન્દુ રાષ્ટ્રની શરૂઆત. દરરોજ સવારે આપણા રાષ્ટ્રપતિ બ્રહ્મ મુહૂર્ત (સવારે 4 વાગે) આરતી કરશે.' દાવામાં કહેવામાં આવ્યુ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનની અંદર કોઈપણ પ્રકારના માંસાહારી ખોરાક અથવા આલ્કોહોલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો છે.

ફેક્ટ ચેકમાં ખોટો નીકળ્યો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો દાવો
જ્યારે PIB ફેક્ટ ચેકે દ્રૌપદી મુર્મૂના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવાને જોયો ત્યારે તપાસ શરૂ થઈ. તેણે ફેક્ટ ચેક કરીને સત્ય જણાવ્યુ છે. પીઆઈબીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને લખ્યુ કે આ દાવો નકલી છે. આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

મીડિયામાં પણ નથી મળ્યા આવા કોઈ રિપોર્ટ
જો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનની અંદર માંસાહારી ખોરાક અથવા ડ્રીંક પર પ્રતિબંધનો આદેશ આપ્યો હોત તો તે ચોક્કસપણે મોટા સમાચાર અને સમગ્ર મીડિયામાં હોત. જો કે, એવા કોઈ અહેવાલ મળ્યા નથી જે વાયરલ દાવાને સમર્થન આપી શકે. જો કે એવા મીડિયા અહેવાલો મળ્યા હતા જેમાં કહેવામાં આવ્યુ હતુ કે રાષ્ટ્રપતિ મુર્મૂ શુદ્ધ શાકાહારી છે.

Fact Check
દાવો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનની અંદર કોઈપણ પ્રકારના માંસાહારી ખોરાક અથવા આલ્કોહોલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો છે.
નિષ્કર્ષ
પીઆઈબીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને લખ્યુ કે આ દાવો નકલી છે. આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.
રેટિંગ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
