રાજસ્થાનના રાજપૂતો બની શકે ભાજપ માટે તારણહાર?
રાજસ્થાનમાં વર્ષોથી ચાલી આવતી જૂની પરંપરા તોડવા માટે કોંગ્રેસ સતત પ્રયત્નશીલ છે, જ્યારે ભાજપે રાજસ્થાનની 200 વિધાનસભા સીટમાં 150નો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. ત્યારે બંને પાર્ટીઓ માટે કરો કાં મરોની સ્થિતિ પૈદા થઇ છે. વધુમાં વધુ સીટ જીતવા માટે ટિકિટ વહેંચણીમાં જાતિઓમાં પણ ઉપ-જાતિઓ સુધીના સમીકરણ જોવામાં આવી રહ્યાં છે, પરંતુ વિશેષ રૂપે બંને પાર્ટીની નજર રાજપૂત મતદાતાઓને પોતાની તરફ ખેંચવા પર છે.

રાજપૂત સમુદાયને ટિકિટ આપવાના મામલામાં ભારતીય જનતા પાર્ટી આગળ છે. અત્યાર સુધી જાહેર કરાયેલ યાદીમાં લગભગ 10% સીટ રાજપૂતોને આપવાની ઘોષણા કરી છે જ્યારે કોંગ્રેસે જ્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં જાહેર થયેલી યાદીમાં માત્ર 5 ટકા રાજપૂતોને જ ટિકિટ આપી છે. જો કે આગલી યાદીમાં કોંગ્રેસ પણ રાજપૂતોને આકર્ષવા માટે વધુમાં વધુ ટિકિટ આપી શકે છે.
વર્ષ 2013ની ચૂંટણીમાં ભાજપે 29 રાજપૂતોને ટિકિટ આપી હતી જેમાંથી 24 ઉમેદવારો જીતીને ધારાસભ્ય બન્યા હતા, જ્યારે કોંગ્રેસે 15ને ટિકિટ આપી હતી અને માત્ર 2 જ જીત્યા હતા. પરંતુ પાછલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિયોની નારાજગીનું નુકસાન ભોગવવું પડ્યું હતું. વર્ષ 2018ની ચૂંટણીમાં ભાજપે 26 રાજપૂતોને ટિકિટ આપી હતી જેમાંથી 10 જીત્યા હતા જ્યારે કોંગ્રેસે 15 ઉમેદવારોને ટિકિટ આપી હતી જેમાંથી 7 જીત્યા હતા.
બાડમેર લોકસભા ચૂટણીમાં ભાજપ શીર્ષ નેતૃત્વએ સંઘની નારાજગીના કારણે મોહમ્મદ ઝીણાના વખાણ કરી એકવાર પાર્ટીથી સસ્પેન્ડ થઇ ચૂકેલા અને ફરી વાપસી કરનાર ભાજપી નેતા જસવંત સિંહની ટિકિટ કાપી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જાટ નેતા કર્નલ સોનારામને ટિકિટ આપી હતી અને જસવંત સિંહને હરાવવામાં સંઘ પરિવારે સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. જસવંત સિંહ ચૂંટણી હારી ગયા. આ ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય રહેલા તેમના પુત્ર માનવેન્દ્ર સિંહે પાર્ટીના વિરોધમાં પ્રચાર કર્યો તો તેમને પણ પાર્ટીમાંથી અલગ કરી દેવામાં આવ્યા, ત્યારે તેઓ ભાજપ છોડી પત્ની ચિત્રા સિંહ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. પશ્ચિમ રાજસ્થાનમાં પોતાના ગૃહ જિલ્લા બાડમેરથી સેંકડો કિમી દૂર પૂર્વી રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં ઝાલરાપાટન સીટથી તેમણે વસુંધરા રાજે સામે ચૂંટણી પણ લડી હતી પરંતુ ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો.
રાજપૂત સમાજને પછાત વર્ગમાં આવતા રાવણા રાજપૂત સમાજનું સમર્થન પણ મળતું રહ્યું છે અને વિધાનસભા ચૂ્ંટણીમાંથી 25થી 30 સીટ પર સીધી અસર નાખે છે. રાજપૂત સમાજે પાછલી ચૂંટણીમાં કેટલીય સીટ પર ઉમેદવારો ઉભા કરી ભાજપની હાર સૂનિશ્ચિત કરી દીધી હતી. આ વખતે પણ અનેક સીટ પર રાજપૂત ઉમેદવારો ભાજપના બાગી બની સામે આવી ચૂક્યા છે. આ કારણે રાજપૂત સમુદાયની નારાજગીનો તોડ શોધતાં ભાજપ પોતાની ચૂંટણી રણનીતિ તૈયાર કરી રહી છે.
રાજસ્થાનનો ઈતિહાસ મોટાપાયે રાજપૂતોનો ઈતિહાસ રહ્યો છે. સંખ્યા બળમાં અન્યોનો મુકાબલો ઓછો હોવા છતાં પણ પ્રતિનિધિત્વના મામલામાં રાજપૂત સમાજ તમામ પર ભારી પડી રહ્યો છે. આ કારણે જ એકેય પાર્ટી એકેય ચૂંટણીમાં તેમની અવગણના નથી કરતી. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારનું સૌથી મોટું કારણ રાજપૂત સમાજની નારાજગી જ રહી હતી. 2023માં પણ ભાજપ માટે હાલમાં લેવાયેલા ફેસલાથી જ આવું લાગી રહ્યું છે કે પાર્ટી રાજપૂત સમાજને લઈ અસમંજસમાં છે અથવા તો દબાણમાં છે.
પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યમાં ભાજપના સૌથી મોટો ચહેરો રહેલા ભૈરો સિંહ શેખાવતના જમાઈની ટિકિટ કપાયા બાદ પાર્ટી વધુ ઉતાવળમાં લાગી રહી છે. મહારાણા મેવાડના વંશજ વિશ્વરાજ સિંહ મેવાડ અને કરણી સેનાના સંસ્થાપક લોકેંદ્ર સિંહના પુત્ર ભવાની સિંહ કાલવીને વોટિંગના એક મહિના પહેલા ઉતાવળે પાર્ટીમાં સામેલ કરવાથી એવું લાગવા લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી રાજપૂત મતદારોને લઈ આ વખતે પણ નિશ્ચિંતતાની સ્થિતિમાં આ વખતે પણ નથી.
રાજસ્થાનમાં રાજપૂતોની કુલ સંખ્યા 8થી 10 ટકાની આસપાસ છે, જે પોતાની પ્રતિદ્વંદ્વી જાતિઓ જાટ અને ગુર્જરોની સરખામણીએ ઘણી ઓછી છે. પરંતુ રાજ્યની દરેક વિધાનસભા ચૂંટણીમાં 14થી 15 ટકા ધારાસભ્ય આ સમાજમાંથી ચૂંટાઈ આવે છે. તેમની રાજનૈતિક હૈસિયતનો અંદાજો એના પરથી જ લગાવી શકાય છે. જ્યારે લોકસભા ચૂંટણીમાં અનેક વખત આ ટકાવારી 20 ટકાથી પણ વધી જતી હોય છે. રાજસ્થાનની 120 વિધાનસભા સીટથી રાજપૂત સમુદાયના ઉમેદવારો ક્યારેક ને ક્યારેક પોતાની જીતનો ઝંડો લહેરાવી ચૂક્યા છે. એટલે કે જે સીટ પર રાજપૂત સમુદાયની જનસંખ્યા બહુ ઓછી છે, કેટલીક વખત ત્યાંથી પણ રાજપૂત ચૂંટાઈને વિધાનસભા અને લોકસભા સુધી જાય છે.
2018ની ચૂંટણીમાં મળેલી હારને પગલે ભાજપ સંગઠન પાછલા 2 વર્ષથી રાજપૂત સમુદાયને મનાવવામાં વ્યસ્ત હતું. ઓગસ્ટ 2022માં દુર્ગાદાસ રાઠોડ અને પન્નાધાયની મૂર્તિનું રાજનાથ સિંહના હસ્તે અનાવરણ કરાવી રાજપૂત સમુદાયને આ સંદેશ આપવાની કોશિશ શરૂ થઈ ગઈ હતી. બાદમાં રાજ્યના ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા ભૈરો સિંહ શેખાવતનો 100મો જન્મ દિવસ ભ્વય રીતે ઉજવવાની યોજના બનાવવામાં આવી.
ભાજપે પૂર્વ સીએમ શેખાવતના જન્મદિવસના મહોત્સવના બહાને મતદાતાઓને સાધવા માટે 5 મહિનાનો વોટર કનેક્ટ પ્લાન પણ ચલાવ્યો. રાજસ્થાન વિધાનસભામાં પ્રતિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાને હટાવી તેમની જગ્યાએ રાજપૂત સમાજના રાજેન્દ્ર સિંહ રાઠોડને પ્રતિપક્ષ નેતા બનાવવામાં આવ્યા. મહારાની દીયા કુમારીને દરેક મોરચે આગળ રાખવાની કોશિશ કરવામાં આવી. હવે એવું કહેવાઈ રહ્યું છે કે જો રાજ્યમાં ભાજપની સરકાર બને છે તો મહારાની દીયા કુમારી મુખ્યમંત્રી પણ બની શકે છે.
ભાજપ માટે રાજપૂત સમાજ કેટલો મહત્વપૂર્ણ છે તે જતાવવાની ભાજપ સતત કોશિશો કરતું રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
