મોદીએ NDA Vs INDIAની લડાઈને ઈન્ડિયા Vs ભારતની બનાવી દીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી સત્તા પર આવ્યા (પછી તે ગુજરાતની સત્તા હોય કે દેશની) વિપક્ષને વેરવિખેર કરી નાખ્યો છે. વિપક્ષની તાકાત શૂન્ય કરી નાખી છે. વિપક્ષના મુદ્દાઓ સામે મોદી દેશવાસીઓની ભાવનાઓનું હથિયાર અપનાવી રહ્યા છે. આવું જ એક હથિયાર એટલે "ભારત".

સતત બે ટર્મ ચૂંટણી જીત્યા બાદ 2024ના લોકસભાના અખાડા માટે સમગ્ર દેશના પક્ષો તૈયાર થઈ ચૂક્યા છે. ભાજપને માત આપવા માટે કોંગ્રેસે આ વખતે દેશના તામમ અન્ય પક્ષોને જોડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મોદી સરકારની એકમાત્ર ચાલ અને I.N.D.I.A. ગઠબંધન ચેકમેટ થઇ ગયું.
ભાજપને લોકસભા ચૂંટણી 2024 હરાવવા માટે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, ડીએમકે, ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ (યૂનાઈટેડ), આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોર્ચા, સમાજવાદી પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા, જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા સહિત અન્ય કેટલીક પાર્ટીઓએ મળી એક ગઠબંધન બનાવ્યું અને પોતાના ગઠબંધનનું નામ INDIA આપી ભાજપના NDAની લડાઈ ઈન્ડિયા સાથે હોવાનું ભાવનાત્મક હથિયાર અપનાવ્યું હતું.
પરંતુ નરેન્દ્ર મોદીએ અપનાવેલા ભાવનાત્મક હથિયાર સામે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ અલાયન્સ (INDIA)ની તમામ ચાલ નિષ્ફળ સાબિત થઇ શકે છે. વિપક્ષોએ જેવું ગઠબંધનનું નામ ઈન્ડિયા આપ્યું કે ભારત સરકારે સત્તાવાર રીતે INDIA નામ હટાવી ભારત કરી દેવાની રજૂઆત કરી. આમ સનાતન ધર્મનો વારસો ધરાવતા ભારતીયોનો સહયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાહનને ના મળે એ કઈ રીતે શક્ય હોય. માત્ર એક ભાવનાત્મક હથિયાર અને વિપક્ષની તમામ ચાલનો અંત કર્યો. અને મોદીએ ઈન્ડિયા વર્સિસ એનડીએની લડાઈને ઈન્ડિયા વર્સિસ ભારતની લડાઈ બનાવી દીધી.
પીએમ મોદીની આ ચાલાકીથી લોકસભા ચૂંટણી 2024માં કેટલો ફરક પડશે તે જોવાનું રહ્યું, પરંતુ ભારતીયો ઈન્ડિયાને ભારત કરવા બદલ જરૂર ખુશ છે તેમાં બીજો મત નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
