Gujarat : રૂપાલાને લઈને સર્જાયેલુ પાટીદાર વિરૂદ્ધ ક્ષત્રિય સમીકરણ કોના પક્ષમાં જશે? જાણો શું કહે છે આંકડા?
પુરૂષોત્તમ રૂપાલાના વાણી વિલાસને કારણે ક્ષત્રિયો રસ્તા પર ઉતર્યા છે. એક તરફ ક્ષત્રિયો કોઈપણ ભોગે રૂપાલાને લોકસભા ચૂંટણી લડવા દેવાના મૂડમાં નથી તો બીજી તરફ બીજેપી તેના નિર્ણય પર અડગ છે.
આ સ્થિતી વચ્ચે રાજ્યમાં ક્ષત્રિય વિરૂદ્ધ પાટીદારનું સમીકરણ રચાઈ રહ્યું છે. હવે સવાલ એ છે કે આ સમીકરણ કોના પક્ષમાં જશે અને કોને ફાયદો કે નુકસાન થશે?

ગુજરાતમાં 8 ટકા ક્ષત્રિય મત
ગુજરાતમાં ક્ષત્રિયોની મતની ટકાવારી 8 ટકા આસપાસ છે અને ઘણા જિલ્લાઓમાં પ્રભાવી છે. આ સ્થિતીમાં ગુજરાતની 6 સીટો પર આ મતોથી સમીકરણ બદલાઈ શકે છે.
આ સીટો પર ક્ષત્રિય મત પ્રભાવી
ગુજરાતમાં રાજકોટ ઉપરાંત પોરબંદર, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ક્ષત્રિય મતોની ટકાવારી સીધી પરિણામોને અસર કરી શકે છે. આ જ કારણ છે કે બીજેપી સમાધાન માટે ધમપછાડા કરી રહી છે. આ સિવાય પાલવી ઠાકોર પણ પોતાને ક્ષત્રિય ગણાવે છે. એટલે તેમના મત પણ બીજેપી માટે માથાનો દુખાવો બની શકે છે.
પાટીદાર વિરૂદ્ધ ક્ષત્રિય
જાણકારો અનુસાર, બીજેપી રૂપાલાને નહીં બદલીને પાટીદાર વિરૂદ્ધ ક્ષત્રિય સમીકરણ રચવાનો પ્રયાસ કરી રહી છે. આનાથી પાટીદાર મતોનું ધ્રુવીકરણ થશે અને બીજેપીને ફાયદો થશે.
જો પાટીદાર વોટનું ધ્રુવીકરણ થાય તો બીજેપીને ફાયદો થઈ શકે છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં વિધાનસભાની 57 સીટો પર પટેલ વોટ પ્રભાવી છે. આ સ્થિતીમાં ધ્રુવીકરણનો પણ એક પ્રયાસ સોશિયલ મીડિયાના માધ્યમથી કરાઈ રહ્યો છે.
કોંગ્રેસને કોઈ ફાયદો થાય ખરો?
રૂપાલાએ માત્ર પાટીદાર જ નહીં દલિતોને પણ નારાજ કર્યા છે. આ સ્થિતીમાં કોંગ્રેસને ચોક્કસ ફાયદો થઈ શકે છે. પાટીદાર આંદોલનમાં યુવાનોના મોતનો મુદ્દો જે રીતે ચર્ચામાં આવ્યો છે તેને જોતા પણ પાટીદાર મતો બીજેપી વિરૂદ્ધ જઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
