રામ મંદિરનો ભરપૂર ફાયદો થશે ભાજપને!!
BJP-Ram Mandir: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો રાજકીય લાભ ખાંટવામાં ભાજપને સફળતા મળશે કે નહિ આ સવાલ હાલમાં ચર્ચાનો વિષય બનેલો છે. જેનુ કારણ છે એપ્રિલ-મેમાં 543 સીટો માટે આવનારી લોકસભા ચૂંટણી.
તમને જણાવી દઈએ કે ગઈ ચૂંટણીમાં ભાજપે યોજના અને આંતરિક સુરક્ષાને મહત્વના મુદ્દાઓ બનાવ્યા હતા. એવામાં હવે સવાલ ઉઠી રહ્યા છે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપને રામ મંદિરનો કેટલો ફાયદો મળશે.

CVoter એ એબીપી ન્યૂઝ માટે એક સર્વે કર્યો હતો. જેમાં તેમણે જનતાને સીધો સવાલ કર્યો હતો કે મોદી સરકારના સમયમાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો શું આ તેની ઉપલબ્ધિ છે? શું તેમને આગામી લોકસભા ચૂંટણીમાં આનો ફાયદો થશે? તમને જણાવી દઈએ કે લોકોએ આ સર્વેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ચોંકાવનારા પરિણામો સામે આવ્યા.
સર્વેમાં 55 ટકા લોકોએ કહ્યું કે આ મોદી સરકારની મહત્વની ઉપલબ્ધિ છે અને તેનો ફાયદો ચૂંટણીમાં ચોક્કસ મળશે, જ્યારે 11 ટકા લોકોએ કહ્યું કે આ મોદી સરકારના મહત્વના કામોમાંથી એક છે પરંતુ આ જ તેનુ સૌથી મોટું કામ છે તેમ કહી શકાય નહીં.
વળી, 15 ટકા લોકોએ કહ્યું કે આ કોઈ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ નથી પરંતુ આ તેમના મોટા કાર્યોમાંથી એક છે, જ્યારે 14 ટકા લોકોએ કહ્યું કે આ કોઈ ઉપલબ્ધિ નથી, આ તેમનું કામ નથી પરંતુ કાયદાનું કામ છે. જ્યારે 5 ટકા લોકોએ આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો.
સર્વે અનુસાર, 55 ટકા લોકોએ કહ્યું કે ભાજપે સત્તામાં આવતા પહેલા રામ મંદિર અંગે આપેલું વચન પૂરું કર્યું છે, જે મોટી વાત છે. તમને જણાવી દઈએ કે નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિવાદ પર હિન્દુઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.
CSDS-લોકનીતિ સર્વે એજન્સીએ 2009, 2014 અને 2019ની લોકસભા ચૂંટણી પછી એક વ્યાપક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં સૌથી ચોંકાવનારી વાત શ્રદ્ધાળુઓની વોટિંગ પેટર્ન અંગે સામે આવી છે.
સર્વે અનુસાર, મંદિરમાં નિયમિત દર્શન કરનારા 29 ટકા ભક્તોએ 2009માં ભાજપને મત આપ્યો હતો. 2014માં આ આંકડો વધીને 45 ટકા થયો હતો, જ્યારે 2019માં આ આંકડો 51 ટકા હતો. વળી, આ 10 વર્ષમાં મંદિરમાં આવનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. 2009ના સર્વેમાં 33.1 ટકા લોકોએ કહ્યું કે તેઓ સાપ્તાહિક મંદિરે જાય છે, જે 2014માં વધીને 36.6 ટકા થઈ ગયા.
નોંધનીય છે કે છેલ્લા 30 વર્ષોમાં બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને ગુજરાત મળીને કુલ 10 રાજ્યોની રાજનીતિ રામ મંદિર મુદ્દાના કારણે પ્રભાવિત થઈ છે. આ રાજ્યોમાં લોકસભાની 288 સીટો છે, જે કુલ સીટોના 52 ટકા છે. આ રાજ્યોમાં હાલમાં ભાજપ પાસે લગભગ 200 સીટો છે. ભાજપે આના માટે 'સંકલ્પ સે સિદ્ધિ તક' નામનુ એક અભિયાન પણ શરુ કર્યુ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
