Zoom Layoff: 1300 કર્મચારીઓની છટણી કરશે ઝૂમ, CEOએ કહ્યુ - 30 મિનિટમાં મળશે મેલ
કમ્યુનિકેશન ટેકનોલૉજીની દિગ્ગજ કંપની ઝૂમે એકસાથે 1300 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીના સીઈઓએ કહ્યુ કે તમને 30 મિનિટમાં મેલ મળશે.
Zoom Layoff: નવા વર્ષની શરુઆતથી જ ઘણી મોટી ટેક કંપનીઓ મોટાપાયે હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની ઘોષણા કરી ચૂકી છે. હવે આ ક્રમમાં કમ્યુનિકેશન ટેકનોલૉજીની દિગ્ગજ કંપની ઝૂમે 1300 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. જે કંપનીના કુલ વર્કફોર્સના લગભગ 15 ટકા છે. કંપનીના સીઈઓ એરિક યુઆને અધિકૃત બ્લૉગ પર મંગળવારે આ અંગે માહિતી આપીને કહ્યુ કે આ છટણીની અસર બધા વિભાગોમાં કામ કરતા લોકોને થશે.

ઝૂમના સીઈઓ કહ્યુ કે જે કર્મચારીઓ આ લેઑફથી પ્રભાવિત થનારા કર્મચારીઓ કર્મચારીઓ મહેનતુ, પ્રતિભાશાળી સહયોગીઓ છે. CEOએ કહ્યુ કે જેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે તેઓને આ અંગે ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે. એરિક યુઆને કહ્યુ કે જો તમે અમેરિકામાં કાર્યરત છો અને તમે આ છટણીથી પ્રભાવિત થયા છો તો તમને આગામી 30 મિનિટમાં તમારા ઝૂમ પર ઇમેઇલ અને પર્સનલ ઇનબૉક્સ પર મેઇલ મળશે. આ કર્મચારીઓને ડિપાર્ટીંગ ઝૂમીઝ તરીકે ઓળખાવતા સીઈઓએ કહ્યુ કે અમેરિકામાં કામ કરતા કર્મચારીઓને 16 અઠવાડિયાનો પગાર, હેલ્થકેર કવરેજ, 2023ના નાણાકીય વર્ષમાં તેમનુ પેમેન્ટ, બોનસ આપવામાં આવશે. આ ઉપરાંત, યુ.એસ.ની બહાર કાર્યરત ઝૂમીઝને પણ સમાન સ્થાનિક સપોર્ટ આપવામાં આવશે.
વળી, એરિક યુઆને પોતાના બ્લૉગ પોસ્ટમાં પોતાની વાત સ્પષ્ટ કરીને કહ્યુ કે આવનારા નાણાકીય વર્ષમાં તે પોતાની સેલેરી 98 ટકા સુધી અને ફૂલ કોર્પોરેટ બોનસ ઘટાડી દેશે. મારા નેતૃત્વમાં આવનારી ટીમના સભ્યો પણ આવનારા નાણાકીય વર્ષ માટે પોતાના વેતનમાં 20 ટકાનો ઘટાડો કરશે અને નાણાકીય વર્ષ 2023નુ પોતાનુ કોર્પોરેટ બોનસ પણ નહિ લે. કંપની ગ્લોબલ ઈકોનૉમીની અનિશ્ચતતાઓ સામે લડવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. જેથી કસ્ટમર્સને સારી સર્વિસ આપી શકાય અને કંપનનુ લૉંગ ટર્મ વિઝન પણ સફળતાપૂર્વક પૂરુ કરી શકાય.
ઝૂમ પહેલા ઘણી કંપનીઓએ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે. કોરોનાના સમયગાળા દરમિયાન આ કંપનીઓમાં જોરદાર ગ્રોથ જોવા મળ્યો, કર્મચારીઓને ઘરેથી કામ કરવુ પડ્યુ હતુ. જેના કારણે લોકોની જરૂરિયાતો વધી અને કંપનીઓએ કર્મચારીઓની ભરતી કરવી પડી. પરંતુ હવે ઘણી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. ઝૂમ પહેલા ગૂગલ, મેટા, ઈન્ફોસિસ, એડોબ, ટ્વિટર, વિપ્રો જેવી ટોચની ટેક કંપનીઓમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનામાં આ ટૉપ ટેક કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
