ચાઇનીઝ કંપની ઝિયોમીના હેન્ડસેટ્સ ભારતમાં આયાત કરવા, વેચવા પર પ્રતિબંધ
નવી દિલ્હી, 11 ડિસેમ્બર : દિલ્હી હાઈકોર્ટે બુધવારના રોજ ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Xiaomiના ફોનનું ભારતમાં આયાત કરવા અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાનો આદેશ આપ્યો છે.
દિલ્હી હાઈકોર્ટે ચીનના આ કંપનીના ફોનનું વેચાણ, તેની બ્રાન્ડિંગ તેમજ મેનિફેક્ચરિંગ પર પણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે એરિક્શન ઈન્ડિયાની એકતરફી દલીલ સાંભળ્યા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો.

વાસ્તવમાં એરિક્શન ઈન્ડિયાએ સ્ટાન્ડર્ડ સ્પેશિયલ પેટન્ટના ઉલ્લંઘન માટે Xiaomi વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સુનવણી દરમિયાન Xiaomiકંપની તરફથી કોઈ પણ પ્રતિનિધિ હાજર ના હોવાથી કોર્ટે એકતરફી નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
આ નિર્ણયના પગલે કંપની ભારતમાં ફોનનું ઉત્પાદન તેમજ વેચાણ કરી શકશે નહીં. અલબત્ત, આ નિર્ણય કોઈ એક ડિવાઈઝ માટે છે કે પછી તમામ હેન્ડસેટ માટે એ હજી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
