કોરોના સામે લડવા માટે વિશ્વ બેંકે આર્થિક મદદનું એલાન કર્યું, ભારતને 1 અબજ ડૉલર મળશે
કોરોના સામે લડવા માટે વિશ્વ બેંકે આર્થિક મદદનું એલાન કર્યું, ભારતને 1 અબજ ડૉલર મળશે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના સામુદાયિક ફેલાવાને રોકવા માટે 21 દિવસનું લૉકડાઉન લાગૂ છે. આ દરમિયાન વિશ્વ બેંકે ભારતને આર્થિક મદદ આપવાનું એલાન કર્યું છે. વિશ્વ બેંકે ગુરુવારે ભારતને કોરોનાથી નિપટવા માટે એક અબજ ડૉલરની આપાતકાલીન વિત્તીય સહાયતા માટે મંજૂરી આપી દીધી છે.

વિશ્વ બેંકની સહાયતા પરિયોજનાઓના 1.9 અબજ ડોલરના પહેલા સેટમાં 25 દેશની મદદ કરવામાં આવશે અને 40થી વધુ દેશોમાં ત્વરિત ગતિથી નવું અભિયાન આગળ વધારવામાં આવશે. આપાતકાલીન નાણાકીય સહાયતાનો સૌથી મોટો ભાગ ભારતને આપવામાં આવશે જે એક ડોલરનો હશે. દુનિયાભરના વિકાસશીલ દેશો માટે આપાત સહાયતાના પહેલા સેટને વિશ્વ બેંકના કાર્યકારી ડાયરેક્ટરના મંડળે મંજૂરી આપી છે.
જે બાદ સંગઠને કહ્યું કે, 'ભારતમાં એક અબજ ડૉલરની આપાતકાલીન નાણાકીય સહાયતાથી સારું સ્ક્રીનિંગ, સંપર્કોનો પતો લગાવવા, પ્રયોગશાળા તપાસ, વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ ખરીદવામાં મદદ મળશે.' આ ઉપરાંત વિશ્વ બેંકે દક્ષિણ એશિયામા પાકિસ્તાન માટે 20 કરોડ ડૉલર, અફઘાનિસ્તાન માટે 10 કરોડ ડૉલર, માલદીવ માટે 73 લાખ ડૉલર અને ્રીલંકા માટે 12.86 કરોડ ડૉલરની સહાયતાની મંજૂરી આપી છે.
વિશ્વ બેંકે એમ પણ કહ્યું કે તેણે વૈશ્વિક કોરોના વાયરસ મહામારીના પ્રભાવથી નિપટવામાં દેશોની મદદ માટે 15 મહિનાના હિસાબે 160 અબજ ડૉલરની આપાતકાલીન સહાયતા જાહેર કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત મામલાની સંખ્યા સતત વધતી જઈ રહી છે. દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ મામલાની સંખ્યા 2069થી વધુ થઈ ગઈ છે. જ્યારે આનાથી અત્યાર સુધી 53 લોકોના મોત પણ થઈ ચૂક્યાં છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
