શું 1 લાખ સુધી પહોંચશે Sensex? જાણો જિગર પટેલે શું કહ્યું
બજેટ 2024 ગણતરીની કલાકોમાં જ રજૂ થવાનું છે. આ દરમિયાન શેર બજારમાં ભારે તેજી નોંધાઈ છે. જેને ધ્યાનમાં રાખી ગુડરિટર્નના એડીટર શ્રુતિ સરકારે આનંદ રાઠીના વરિષ્ઠ ઈક્વિટી મેનેજર જિગર એસ પટેલ સાથે ખાસ વાતચીત કરી. આ દરમિયાન શેરબજાર ક્યાં જઈ શકે, તેના પર વાત થઇ ઉપરાંત દુનિયાભરમાં ચાલી રહેલાં યુદ્ધ અને સમસ્યાઓ પર પણ ચર્ચા થઈ.

બજેટ પછી શેર બજાર કેટલું રિટર્ન આપી શકે છે અને સેંસેક્સ 1 લાખનો અંક સ્તર ક્યાં સુધી આંબી શકે છે, તેના પર પણ વાત થઇ. ઉપરાંત જિગર પટેલે શેર બજાર સામે કેવું કેવું રિસ્ક હોય શકે છે, તે બાબતે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.
જિગર એસ પટેલનું કહેવું છે કે શેર બજાર 2024માં 10 ટકાનું રિટર્ન આપી શકે છે. આટલા રિટર્નની અપેક્ષા રાખવી યોગ્ય પણ છે. જો કે સેંસેક્સ 1 લાખનો સ્તર ક્યારે આંબશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે જો 10 ટકા એવરેજથી દર વર્ષે રિટર્ન મળતું માવામાં આવે તો આગલા 3 વર્ષથી 4 વર્ષમાં સેંસેક્સ 1 લાખ અંકને પાર પહોંચી જશે.
દુનિયાભરના અનેક દેશોમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યાં છે તો કેટલાક દેશોમાં યુદ્ધ જેવા હાલાત છે. એવામાં જિગર એસ પટેલનું કહેવું હતું કે આ તમામ હાલાતો વચ્ચે પણ ભારતીય શેર બજાર સતત વધતું રહ્યું છે. તેમનું માનવું છે કે, ભારતમાં વિકાસની ઘણી સંભાવનાઓ છે. એવામાં જો વ્યાજદર છોડી દેવામાં આવે તો વધુ સમસ્યા જણાતી નથી. એવું એટલા માટે કહેવામાં આવે છે કે કોવિડ પછી પણ ભારત આવી રીતે જ અણનમ ઉભું રહ્યું અને સતત વિકાસના પથ પર અગ્રેસર રહ્યું. જો કે જોખમના વ્યાજદર મોટું કારણ હોવાનું તેમનું માનવું છે. વ્યાજદર ઘટવા શરૂ થાય તેના પર પણ નજર રહેશે.
જ્યાં સુધી લોકસભા ચૂંટણીની વાત છે, તો શેર બજારે માની લીધું છે કે સરકાર રિપીટ થશે. આ કારણે જ અત્યારે શેર બજારમાં સારીએવી તેજી જોવા મળી રહી છે. તેમનું માનવું છે કે NIFTY-50 22000 અંક સુધી પહોંચી રહ્યું છે. જે 23500 અથવા અમુક હદ સુધી 24000 અંકનું સ્તર પણ દેખાડી શકે છે. જો કે તેમનું માનવું છે કે આ તેજી એક તરફી ના ચાલી શકે. એવામાં એમનું માનવું છે કે વચ્ચે-વચ્ચે ગિરાવટ જોવા મળી શકે છે. જ્યાં સુધી ટ્રેન્ડની વાત છે તે તેજીનો જ બની રહેશે.
જ્યાં સુધી બજેટથી ઉમ્મીદની વાત છે તો જિગર એસ પટેલનું કહેવું છે કે આ વચગાળાનું બજેટ છે, અને નાણામંત્રી અગાઉ જ કહી ચૂક્યાં છે કે કોઈ મોટી ઘોષણાની ઉમ્મીદ ના રાખવી જોઈએ. એવામાં વધુ ઉમ્મીદ લગાવવી યોગ્ય નથી.તેમને લાગે છે કે ટેક્સના સંદર્ભમાં અમુક નાની-મોટી ઘોષણાઓ થઇ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
