કોણ છે ઉદ્યોગપતિ પવન મુંજાલ? ઈડીએ જેની 25 કરોડની સંપતિ જપ્ત કરી
મની લોન્ડ્રીંગના આરોપમાં ઉદ્યોગપતિ પવન મુંજાલ પર ગાળીયો કસાયો છે. ઈડીએ મોટી કાર્યવાહી કરતા દિલ્હીમાં આવેલી તેમની 25 કરોડની સંપતિ જપ્ત કરી છે.
ઈડીએ આ કાર્યવાહી એક મની લોન્ડરિંગ કેસમાં કરી છે અને તપાસ હજુ ચાલી રહી છે. આ પહેલા પણ તેમની ઘણી મિલકતો જપ્ત કરવામાં આવી છે.

કોણ છે પવન મુંજાલ?
પવન મુંજાલનું પુરૂ નામ પવનકાંત મુંજાલ છે અને તે હીરા મોટોકોર્પના એમડી અને ચેરમેન છે. તેમની સામે મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે. ઈડી અનુસાર, પ્રોપર્ટી અટેચ કરવાનો આ મામલો પણ આ કેસ સાથે જોડાયેલો છે.
હવે ઈડીએ આ કાર્યવાહી હેઠળ દિલ્હીમાં તેમની ત્રણ મિલકતો જપ્ત કરી છે. જેની કુલ કિંમત 24.95 કરોડ રૂપિયા છે. આ પહેલા પણ તેમની કેટલીક મિલકતો જપ્ત કરવામાં આવી હતી. અત્યાર સુધી EDએ તેની 50 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
આ પહેલા પવન મુંજાલ વિરુદ્ધ આ વર્ષે 1 ઓગસ્ટે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ઈડીએ તેમની કેટલીક મિલકતો જપ્ત કરી હતી. ત્યારબાદ પવન મુંજાલ અને તેની કંપનીના કેટલાક અન્ય અધિકારીઓની મિલકતો પણ જપ્ત કરવામાં આવી હતી.
ઈડીએ જપ્ત કરેલી આ સંપતિની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા હતી. તેમની સાથે ઘણા ડિજિટલ પુરાવા પણ હતા. હવે ફરી એકવાર કાર્યવાહી કરવામાં આવી છે.
ઈડી અનુસાર, આ તપાસ રેવન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટની ફરિયાદ બાદ શરૂ કરવામાં આવી છે. ડીઆરઆઈએ પવન મુંજાલ અને અન્ય લોકો વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટની કલમ 135 હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
આ ફરિયાદ અનુસાર, તેમના પર ગેરકાયદે વિદેશી ચલણ દેશની બહાર લઈ જવાનો આરોપ છે. મુંજાલ અને અન્યો ગેરકાયદેસર રીતે 54 કરોડ રૂપિયા વિદેશ લઈ ગયા છે.
ઈડી અનુસાર, પવન મુંજાલ વિદેશી ચલણ એક્સચેન્જ અને મુદ્રા અન્ય લોકોના નામે કરાવતા હતા. પવન મુંજાલ તેના વિદેશ પ્રવાસ દરમિયાન અંગત ખર્ચ માટે તે વિદેશી ચલણનો ઉપયોગ કરતા હતા.
ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના વ્યક્તિગત કર્મચારીઓના નામે અધિકૃત ડીલર પાસેથી વિદેશી ચલણ જારી કરવામાં આવ્યું હતું. આ પછી આ ચલણ પવન મુંજાલ રિલેશનશિપ મેનેજરને સોંપવામાં આવ્યું હતું.
EDએ જણાવ્યું કે, મુંજાલ લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ વ્યક્તિ માટે વર્ષમાં 2.5 લાખ ડોલરની મર્યાદા તોડવા માટે પણ આ પદ્ધતિ અપનાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
