ઉચ્ચ અભ્યાસના આયોજન દરમિયાન આ ભૂલો ના કરવી
પોતાના બાળકોના અભ્યાસની જરૂરિયાત માટે માતા પિતા અગાઉથી જ આયોજન કરે છે. બાળકને સારું શિક્ષણ આપવા માટે મા બાપ કોઈ કસર છોડવા નથી ઈચ્છતા.
પોતાના બાળકોના અભ્યાસની જરૂરિયાત માટે માતા પિતા અગાઉથી જ આયોજન કરે છે. બાળકને સારું શિક્ષણ આપવા માટે મા બાપ કોઈ કસર છોડવા નથી ઈચ્છતા. એટલે જ ફાઈનાન્સિયલ પ્લાનિંગમાં હંમેશા બાળકોના ઉચ્ચ અભ્યાસ પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ કેટલીક વખત લોકો બચત કરવા દરમિયાન એકની એક ભૂલ કરે છે, તમે આ ભૂલથી બચીને બાળકોનું ભવિષ્ય સુધારી શકો છો.
આ પણ વાંચો: જાણો બાળકોના નામે Mutual fund કેવી રીતે ખરીદશો, બની જશે કરોડપતિ

સેવિંગ અકાઉન્ટમાં બચત ન કરો
બેન્ક અકાઉન્ટમાં બચત કરવાનો ખાસ ફાયદો નથી થતો. બેન્કની ફિક્સ ડિપોઝિટમાંથી મળતું વળતર મોંઘવારીને પહોંચી નથી મળતું એટલે લાંબા સમયે તેનું મૂલ્ય ઘટે છે. તમે નક્કી કરેલી રકમથી ઓછી જ રકમ મેળવો છો. તમે કોલેજની ફી માટે વિચારીને જે બચતની શરૂઆત કરો છો તે જરૂરિયાતના સમયે ખાસ્સી વધી ગઈ ગોય છે. આવી સ્થિતિને પહોંચી વળવા માટે બચત વધુ હોવી જરૂરી છે.

વાલીઓએ સ્વતંત્ર નિર્ણય લેવાથી બચવું જોઈએ.
બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે બચત અને રોકાણ શરૂ કરતા પહેલા દરેક માતા પિતાએ સ્વતંત્ર નિર્ણય લેવાથી બચવું જોઈએ. દાખલા તરીકે જો પેરેન્ટ્સ તરીકે તમને માનો છો કો તમે બાળકને ડોક્ટર બનાવા ઈચ્છો છો અને તમે બાળકની મંજૂરી વિના ડોક્ટર બનાવવા મોટી રકમ બચાવવાનું શરૂ કરો છો તો તે ખોટું છે. કારણ કે આમ કરવાથી બાળક પર ભારણ વધે છે. શક્ય છે કે તમારું બાળક કંઈક અલગ કરવા ઈચ્છતું હોય, તેને કોઈ બીજા ફિલ્ડમાં જવું હોય અને તમે કંઈક બીજું કહી રહ્યા હો.

ડે ટુ ડે વિચારીને આયોજન કરો.
લાંબા ગાળાના ટાર્ગેટનું આયોજન કરવા દરમિયાન મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કારો કોઈ રાઉન્ડ ફિગર નક્કી કરે છે. અમને હંમેશા એવા સવાલો પૂછાય છે જેમાં 1 કરોડ રૂપિયા કેવી રીતે કમાવવા જેવી વાત સામેલ હોય છે. પછી તે બાળકનું શિક્ષણ હો કે નિવૃત્તિનું પ્લાનિંગ. સત્ય તો એ છે કે સમય પસાર થવાની સાથે રૂપિયાનું મૂલ્ય ઘટે છે. આ જે 1 કરોડની જે રકમ તમને વધુ લાગે છે શક્ય છે કે 15 વર્ષ બાદ તે ઓછી લાગે.

વધુ જોખમ લેવાથી બચો
એ વાત પર પણ ધ્યાન રાખો કે તમારે હું 25 વર્ષનો છું એટલે સ્મોલ કેપ ફંડમાં રોકાણ કરવું છે એ માનસિક્તાથી બચવું જોઈએ. આ યોગ્ય નથી. મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ માત્ર તેના સમયગાળા અને જોખમને ધ્યાનમાં રાખીને પસંદ કરવી જોઈએ. એટલે કે જો તમે કન્ઝર્વેટિવ ઈન્વેસ્ટર છો એટલે કે રોકાણ સાથે વધુ જોખમ નથી લઈ શક્તા તો 10 વર્ષના સમગાળાને ધ્યાનમાં રાખીને લાર્જ કેપ સ્કીમમાં ઈન્વેસ્ટ કરો. જો તમારા રોકાણનો ગાળો 10 વર્ષ છે તો પણ તમારે સ્મોલ કેપ સ્કીમ પસંદ ન કરવી જોઈએ. કારણ કે બજારમાં ઘટાડા સમયે રોકાણકારો પરેશાન થાય છે અને રોકાણ અટકાવી દે છે, જેનો પાછળથી અફસોસ થાય છે.

કેલ્ક્યેલેટેડ રિસ્ક લો
એ વાતનું ધ્યાન રાખો કે નાનકડું જોખમ લેવાથી કંઈ નહીં થાય. કેટલાક રોકાણકારો કોઈ પ્રકારનું જોખમ લેવા નથી ઈચ્છતા. તેનું જોખમ લેવાની ક્ષમતા સાથે કોઈ કનેક્શન નથી. નિષ્ણાતો કહે છે કે આ ફક્ત એક માનસિક્તા છે, જે અડચણ બને છે. જો તમે દર મહિને મોટી બચત કરતા હો તો આ માનસિક્તા યોગ્ય છે. પરંતુ તમામ પ્રકારના બિલ ચૂકવ્યા બાદ મોટી બચત કરવી સહેલી નથી. એટલે તમારે જોખમ પ્રત્યે તમારું વલણ બદલવાની જરૂર છે. જો કે એનો અર્થ એ પણ નથી કે બિન જરૂરી જોખમ લો. કેલ્ક્યુલેટેડ રિસ્ક લો જેથી તમારી પાસે ટાર્ગેટને પહોંચી વળવા જેટલી રકમ હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
