15 માર્ચ પછી Paytm QR કોડ, વોલેટ અને ફાસ્ટેગનું શું થશે?
ભારતના અગ્રણી ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ પર સંકટના વાદળો ઘેરાયા છે. હવે આરબીઆઈએ પેટીએમને 15 માર્ચ સુધીનો સમય આપ્યો છે. આ સ્થિતીમાં સવાલ એ છે કે એ પછી પેટીએમનું શું થશે?
અહેવાલો અનુસાર, પેટીએમ પેમેન્ટ્સ બેંક આવતા મહિને પ્રતિબંધિત અથવા જપ્ત કરવામાં આવશે. તાજેતરમાં RBIએ તેની સમયમર્યાદા લંબાવી હતી.

જો કે, કેટલાક લોકો હજુ પણ તે અંગે મૂંઝવણમાં છે કે શું Paytm કામ કરવાનું બંધ કરશે અથવા તેની કેટલીક સેવાઓ ચાલુ રહેશે.
Paytm પેમેન્ટ્સ બેંકની કટોકટી વચ્ચે ગ્રાહકો અને વેપારીઓ ચિંતિત છે કે શું તેઓ ભારતીય રિઝર્વ બેંકની સમયમર્યાદા સમાપ્ત થયા પછી પેટીએમ વૉલેટ અથવા પેટીએમ ક્યુઆર કોડનો ઉપયોગ કરી શકશે કે કેમ.
મોટી સંખ્યામાં ગ્રાહકો અને વ્યવસાયો તેમની રોજિંદી જરૂરિયાતો માટે Paytm ની વિવિધ સેવાઓ પર આધાર રાખે છે. અગાઉ આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને 29 ફેબ્રુઆરી 2024 થી નવી થાપણો અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સતત નિયમોનું ઉલ્લઘન અને સતત સુપરવાઇઝરી ચિંતાઓને ટાંકીને આ કાર્યવાહી કરાઈ છે. હવે સમયમર્યાદા 15 દિવસ વધારીને 15 માર્ચ 2024 કરવામાં આવી છે.
કંપનીએ 15 માર્ચ પછી પેટીએમ પર શું કામ કરશે અને શું નહીં તેની માહિતી આપવા માટે એક સમર્પિત FAQ પેજ પ્રકાશિત કર્યું છે. પરંતુ તેણે સ્પષ્ટ કર્યું નથી કે જો તમે તેને Paytm પેમેન્ટ્સ બેંક સાથે લિંક ન કર્યું હોય તો પણ વૉલેટ કામ કરવાનું ચાલુ રાખશે કે નહીં.
તમારી પાસે Paytm પેમેન્ટ્સ બેંકનું વૉલેટ છે તો શું તમે 15 માર્ચ 2024 પછી આ વૉલેટમાંથી પૈસા વાપરવાનું ચાલુ રાખી શકો છો? તો એનો જવાબ હા છે. જ્યાં સુધી વોલેટમાં બેલેન્સ ઉપલબ્ધ હોય ત્યાં સુધી તમે અન્ય વોલેટ અથવા બેંક ખાતામાં ભંડોળનો ઉપયોગ અથવા ઉપાડ અથવા ટ્રાન્સફર કરી શકો છો.
જો તમારી પાસે Paytm માં ન્યૂનતમ KYC વૉલેટ છે તો તમે Paytm સ્વીકારતા વેપારીઓને ચુકવણી કરવા માટે બેલેન્સનો ઉપયોગ કરી શકો છો.
શું તમે 15 માર્ચ 2024 પછી તમારું Paytm પેમેન્ટ્સ બેંક વૉલેટ રિચાર્જ અથવા ટોપ-અપ કરી શકો છો? તો તેનો જવાબ છે ના. તમે 15 માર્ચ 2024 પછી તમારું Paytm પેમેન્ટ્સ બેંક વૉલેટ રિચાર્જ અથવા ટોપ-અપ કરી શકશો નહીં.
શું તમે 15 માર્ચ 2024 પછી તમારા Paytm પેમેન્ટ્સ બેંક વોલેટમાં ક્રેડિટ અથવા કેશબેક અથવા રિફંડ મેળવી શકો છો? હા તમે 15 માર્ચ, 2024 પછી તમારા પેટીએમ પેમેન્ટ્સ બેંક વોલેટમાં કેશબેક અથવા રિફંડ અથવા અન્ય કોઈપણ ક્રેડિટ મેળવી શકો છો.
તમારી પાસે Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરાયેલ FASTag છે તો શું તમે 15 માર્ચ 2024 પછી ટોલ ચૂકવણી માટે તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો? તો તેનો જવાબ છે હા, તમે ઉપલબ્ધ બેલેન્સ સુધી ટોલ ચૂકવવા માટે તમારા FASTag નો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો.
જો કે તમે 15 માર્ચ 2024 પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરાયેલા FASTags રિચાર્જ અથવા ટોપ-અપ કરી શકશો નહીં. આરબીઆઈએ સૂચવ્યું છે કે તમે કોઈપણ અસુવિધા ટાળવા માટે 15 માર્ચ 2024 પહેલા કોઈપણ અન્ય બેંક દ્વારા જારી કરાયેલ નવો FASTag ખરીદો. નોંધ કરો કે FASTag પ્રોડક્ટમાં ક્રેડિટ બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા ઉપલબ્ધ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
