હોમ લોન મેળવવા માટે બેંકમાં કઇ સિક્યુરિટી આપવી પડે?
આપણા સૌનું એક સપનું હોય છે કે પોતાનું ઘર હોય અને તેની બહાર પોતાની નેમ પ્લેટ હોય. દેશના કોસ્મોપોલિટન શહેરો જેવા કે બેંગલોર, મુંબઇ, દિલ્હીમાં ભાડાના મકાનમાં રહેવું ખુબ મોંઘુ પડે છે. આ કારણે લોકો આ શહેરમાં પોતાનું મકાન બનાવવાના પ્રયત્નો કરે છે અને હોમ લોન પર ભાડા જેટલી રકમનો હપ્તો ચૂકવીને ઘર પોતાના નામે થાય એવા પ્રયત્નો કરે છે.
તમે કયું ઘર ખરીદવા માંગો છો તેની પસંદગી થઇ જાય અથવા તો તે અંગેનો નિર્ણય લેવાઇ જાય તે પછી બેંક કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસે હામ લોન મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવે છે. બેંક કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની આપને હોમ લોન આપવા તૈયાર થઇ જાય ત્યાર પછી આપે તેની સામે બેંકને સિક્યુરિટી આપવી પડે છે.

સામાન્ય રીતે આ માટે પ્રોપર્ટી મોર્ગેજ કરવામાં આવે છે અને તે સિક્યુરિટી તરીકે બેંકોને હોમ લોન સામે આપવામાં આવે છે. બેંકો કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ એ બાબતની ખાસ દરકાર રાખે છે કે મોર્ગેજ થયેલી પ્રોપર્ટી પર નુકસાનકારી કોઇ પ્રકારની ચિંતા હોય નહીં.
આ દિશામાં મોટા ભાગની બેંકો કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ધિરાણ કે લોન લેનારને ડાઉન પેમેન્ટ કરવાનું જણાવે છે. જે મિલકતની રચનામાં લોન લેનારનો ફાળો છે. જો આપ ડાઉન પેમેન્ટ તરીકે ચોક્કસ રકમ ચૂકવો છો તો બેંક કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની તરફથી આપે ઓછી લોન લેવી પડે છે.
ઉદાહરણ તરીકે આપે રૂપિયા 40 લાખની કિંમતનું મકાન ખરીદ્યું છે. આપ તેના માટે રૂપિયા 15 લાખનું ડાઉન પેમેન્ટ કરો છો, તો આપે બેંક પાસેથી માત્ર રૂપિયા 25 લાખની લોન લેવી પડશે. જો કે ડાઉન પેમેન્ટમાં આટલી મોટી રકમ આપતા પહેલા આપની પાસે તેની વ્યવસ્થા હોવી જરૂરી છે.
કેટલીક બેંકો કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સમાંતર જામીનગીરી મુકવાનું પણ જણાવે છે. જેમાં આપની લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી હોઇ શકે છે. તેને સરેન્ડર વેલ્યુ હોમ લોનની ટકાવારી જેટલી હોવી જોઇએ. અન્ય સમાંતર જામીનગીરીમાં આપના શેર અને સિક્યુરિટી, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને કિસાન વિકાસ પત્રોનો પણ સમાવેશ થાય છે.
તારણ :
જ્યારે પણ આપ હોમ લોન લેવા માટે બેંકોને મહત્વના દસ્તાવેજો આપો ત્યારે તેની ફોટો કોપી કરાવીને તમારી પાસે રાખવી હિતાવહ છે. આ ફોટો કોપીનો ઉપયોગ આપ ભવિષ્યમાં રેફરન્સ તરીકે કરી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
