સેન્સેક્સમાં 5 વર્ષમાં સૌથી મોટા કડાકા માટે કોણ જવાબદાર?
ઘણીવાર વધારે પડતા ઉત્સાહની કિંમત ચૂકવવી પડે છે. ભારતીય શેરબજારમાં મંગળવારે આવી જ સ્થિતિ ઉભી થઇ હતી. પાછલા વર્ષ દરમિયાન જોવા મળેલી જોરદાર તેજી બાદ સેન્સેક્સમાં પાંચ વર્ષમાં સૌથી મોટું એટલે કે એક જ દિવસમાં 855 પોઇન્ટનું ગાબડું પડ્યું હતું. વડાપ્રધાન પદ પર નરેન્દ્ર મોદીના આવ્યા બાદ માર્કેટમાં મોટા ભાગે તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
શેરબજારની તેજીમાં ફંડામેન્ટલ ના હોય તેવા નાના સ્ટોક્સ પણ આરામથી આગળ વધી રહ્યા હતા. જે સ્પષ્ટ સૂચવે છે કે માર્કેટમાં સટ્ટાકીય રસ આગળ વધ્યો છે. માર્કેટની તેજી એટલી બધી વધી કે અનેક માર્કેટ એનાલિસ્ટોએ અવાસ્તવિક લક્ષ્યાંકો બનાવી કાઢ્યા હતા.

રોકાણકારો ગોથું ખાઇ ગયા
મુખ્ય મુશ્કેલી ત્યારે ઉભી થઇ જ્યારે રોકાણકારો માર્કેટનો મૂડ પારખવામાં કાચા પડ્યા. મોટા ભાગના સમજી શક્યા કે આ જાદુ નરેન્દ્ર મોદીના આગમનનો નથી. કારણ કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર તેમનો અંકુશ નથી. રોકાણકારો સમજી ના શક્યા કે ગ્રીકના રાજકીય સંકટ કે ક્રુડના ભાવો પર નરેન્દ્ર મોદીનું કોઇ નિયંત્રણ નથી.

એફઆઈઆઇ ભડક્યા
વૈશ્વિક સ્થિતિને જોઇને ભારતીય માર્કેટમાં સૌ પ્રથમ એફઆઇઆઇ ભડક્યા હતા. જેના પગલે તેમણે મંગળવારે 1500 કરોડની કેશ પાછી ખેંચી હતી. ભારત 8 ટકાના દરે વૃદ્ધિ કરે કે વ્યાજદર ઘટે, શેરમાર્કેટમાં વૈશ્વિક સ્થિતિની અસર વધારે જોવા મળે છે. વળી, એક વાતની નોંધ હંમેશા રાખવા જેવી છે કે અન્ય માર્કેટની સરખામણીમાં ભારતીય માર્કેટ વધારે ઝડપથી વધે છે કે ઘટે છે કારણ કે તેમાં એફઆઇઆઇનું રોકાણ વધારે છે.

ગ્રીક સંકટ અને યુરોઝોન
ઓપિનિયન પોલ સૂચવે છે કે ગ્રીકમાં ડાબેરી પાર્ટી સિરિઝાનો વિજય થશે. આ થશે તો દેશમાંથી યુરો નીકળી જશે અને કરોડો ડોલર તેની મદદે આવશે, જેના કારણે ડોલર તૂટશે. જેના કારણે આર્થિક સંકટ ઉભું થશે.25 જાન્યુઆરી ના પરિણામો કહેવા મુજબ આવ્યા તો ભવિષ્યમાં માર્કેટમાં વધારે મંદી આવવાની શક્યતા છે.

ક્રુડની કિંમતો
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડની કિંમતો જે રીતે ઘટી રહી છે, તે ચિંતાનો વિષય છે. જો કે તેલની ઘટતી કિંમતથી ભારતીય અર્થતંત્રને ચોક્કસ લાભ થવાનો છે. પણ જો તેલની કિંમતો ઘટી તો અમેરિકામાં થતા તેલના ઉત્પાદનનો કોઇ અર્થ રહેશે નહબીં. જેના કારણે ડેબ્ટ ડિફોલ્ટ ફર્મનો ભય ઉભો થશે. તેના કારણે મિડલ ઇસ્ટનું બજેટ પણ ખોરવાશે.આ કારણે પણ ગ્લોબલ માર્કેટમાં ચિંતાનું મોજું ચાલે છે, જે શેરમાર્કેટ પર અસર કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
