જાણો : વ્હીકલ ઇન્શ્યોરન્સ પોલિસીમાં 'અવમૂલ્યન કિંમત'નું મહત્વ
આપના મોંઘાદાટ વાહનોને માટે આપ વ્હીકલ ઇન્શ્યોરન્સ પોલિસી લેતા જ હશો. પણ શું આપ જાણો છે કે વ્હીકલ ઇન્શ્યોરન્સ પોલિસી લેતા સમયે કઇ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ. આ પોલિસી લેતા સમયે ઇન્શ્યોર્ડ ડેપ્રિસિએશન વેલ્યુ (આઇડીવી - IDV) એટલે કે વીમા અવમૂલ્યન કિંમત સૌથી મહત્વની બાબત છે.
વીમા અવમૂલ્યન કિંમત જેટલી ઓછી આંકવામાં આવશે તેટલી ઓછી રકમ આપને આપનું વાહન ચોરી થઇ જવાના કે અકસ્માતમાં સંપૂર્ણ નાશ થઇ જવાના કિસ્સામાં મળશે.
આ વીમા અવમૂલ્યન કિંમત શું છે અને તેની ગણતરી કેવી રીતે થાય છે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

વીમા અવમૂલ્યન કિંમત શું છે ?
વીમા અવમૂલ્યન કિંમત બીજું કશું નહીં પણ વાહન માટે વીમા પોલિસી લેતા સમયે તેની આંકવામાં આવેલી કિંમત છે. આ કિંમત જેટલી આંકવામાં આવશે તેટલી જ કિંમત વીમો પાકતા આપને મળશે.

કેવી રીતે ગણવામાં આવે છે કિંમત
દર વર્ષે આપના વાહનની કિંમતનું અવમૂલ્યન થાય છે. તેના કારણે આપના વાહનની કિંમત ઘટે છે. ઉદાહરણ તરીકે વર્ષ 2013માં આપે રૂપિયા 1 લાખની કિંમતનું વાહન ખરીદ્યું. હવે એક વર્ષ બાદ એટલે કે 2014માં આપના વાહનની કિંમત રૂપિયા 1 લાખ નહીં રહે. વીમા પોલિસીમાં તેની કિંમત રૂપિયા 80,000 આંકવામાં આવશે. તેના પર 20 ટકા અવમૂલ્યન આંકવામાં આવ્યું છે. આ કારણે એક વર્ષમાં આપના વાહનને કોઇ પણ રીતે નુકસાન થાય કે તે ચોરી થાય તો આપને રૂપિયા 80,000 જ મળશે.

વીમા અવમૂલ્યન કિંમતની ગણતરીનું માળખું
0-6 મહિના જુની કાર - અવમૂલ્યન 5%
6-1 વર્ષ - અવમૂલ્યન 15%
1-2 વર્ષ - અવમૂલ્યન 20%
2-3 વર્ષ - અવમૂલ્યન 30%
3-4 વર્ષ - અવમૂલ્યન 40%
4-5 વર્ષ - અવમૂલ્યન 50%

વીમા અવમૂલ્યન કિંમત શા માટે ચેક કરવી જોઇએ?
જ્યારે પણ આપ વ્હીકલ વીમા પોલિસી ખરીદો ત્યારે વીમા અવમૂલ્યન કિંમત અવશ્ય ચેક કરવી જોઇએ. કારણ કે આ કિંમત ઘટવાની સાથે વાહનનું પ્રિમિયમ પણ ઘટે છે. આ માટે પ્રિમિયમ અને વીમા અવમૂલ્યન કિંમતની તુલના થવી જરૂરી છે. જો કંપની આપને ઓછું પ્રિમિયમ ગણાવે છે તો ચોક્કસ વીમા અવમૂલ્યન કિંમત પણ ઘટાડી હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
